શા માટે દલિત મહિલાઓ 8 નહિ 10 માર્ચે મનાવે છે ભારતીય મહિલા દિવસ.

એવું તે કયું કારણ છે કે, દલિત મહિલાઓ 10 માર્ચના દિવસે ઉજવે છે ભારતીય મહિલા દિવસ, જાણો અહીં.

આખી દુનિયા 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે. અને ભારતમાં દલિત મહિલાઓ 10 માર્ચે ભારતીય મહિલા દિવસ તરીકે મનાવે છે, જાણો તેની પાછળનું ખાસ કારણ.

ભારતમાં લાંબા સમયથી આઠ માર્ચને બદલે 10 માર્ચે ભારતીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. તેની પાછળ એક ખાસ કારણ છે. તે કારણ એ છે કે તે દિવસે 19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, ઓછું શિક્ષણ, આભડછેટ, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવા ઘણા કુરીવાજો સામે અવાજ ઉઠાવવા વાળી દેશની પહેલી મહિલા શિક્ષિકા સાવિત્રી બાઈ ફૂલેનો સ્મૃતિ દિવસ હોય છે. આ મહિલા દિવસ ઉપર ભારતની આ મેગાસ્ટાર વિષે જાણીએ મહત્વની વાતો.

સાહિત્યકાર અને ચિંતક અનીતા ભારતીના જણાવ્યા મુજબ આખા ભારતમાં સાવિત્રી બાઈ ફૂલે જેવી પ્રખર ચિંતક, સ્ત્રી શિક્ષણનો પાયો અને ક્રાંતિકારી સામાજિક વિચારક ચરિત્ર્ય બીજું છે જ નહિ. એટલું જ નહિ આખા વિશ્વમાં તેમના જેવી સ્ત્રી શિક્ષણ, અધિકારો માટે પ્રતિબદ્ધ મેગાસ્ટાર મળવી મુશ્કેલ છે. એટલા માટે તેમનો સ્મૃતિ દિવસ ભારતીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આવો જાણીએ સાવિત્રી બાઈ ફૂલે સાથે જોડાયેલી વિશેષ વાતો :-

સાવિત્રીબાઈ ફૂલે જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના એવા ગામમાં જન્મ લીધો હતો. આશરે 9 વર્ષની નાની ઉંમરમાં પુનાના રહેવાસી જ્યોતિબા ફૂલે સાથે તેના લગ્ન થઇ ગયા. લગ્ન સમયે સાવિત્રી બાઈ ફૂલે બિલકુલ અભણ હતી, અને તેના પતિ ત્રીજા ધોરણ સુધી ભણ્યા હતા. જે સમયમાં તે ભણવાનું સપનું જોઈ રહી હતી, ત્યારે દલિતો સાથે ઘણો ભેદભાવ રાખવામાં આવતો હતો.

તે સમયની એક ઘટના અનુસાર એક દિવસ સાવિત્રી અંગ્રેજીના કોઈ પુસ્તકના પાનાં ફેરવી રહી હતી, ત્યારે તેના પિતાની તેની ઉપર નજર પડી. તે દોડીને આવ્યા અને પુસ્તક હાથમાંથી છીનવીને ઘરની બહાર ફેંકી દીધું. તેની પાછળ એ કારણ જણાવ્યું કે શિક્ષણનો હક્ક માત્ર ઉચ્ચ જાતીના પુરુષોને જ છે. દલિત અને મહિલાઓએ શિક્ષણ ગ્રહણ કરવું પાપ માનવામાં આવતું હતું. બસ તે દિવસે તે પુસ્તક પાછું લાવીને પ્રતિજ્ઞા કરીને બેઠી કે કાંઈ પણ થઇ જાય તે એકના એક દિવસ વાંચતા જરૂર શીખશે.

એવી ધગશ હતી કે એક દિવસ તેણે પોતે વાંચીને પોતાના પતિ જ્યોતિબા રાવ ફૂલે સાથે મળીને કન્યાઓ માટે 18 સ્કુલ શરુ કરી. વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની સૌથી પહેલી કન્યા શાળાની સ્થાપના કરી હતી. તે 18મી સ્કુલ પણ પુણેમાં જ શરુ કરવામાં આવી હતી. તેમણે 28 જાન્યુઆરી, 1853ના રોજ ગર્ભવતી બળાત્કાર પીડિતો માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી.

સ્કુલ જવા માટે નીકળી તો ખાધા પથ્થર :-

કહેવામાં આવે છે કે તે એ સમય હતો કે સાવિત્રીબાઈ ફૂલે સ્કુલે જતી હતી, તો લોકો પથ્થર મારતા હતા. તેની ઉપર કીચડ ફેંકતા હતા. સાવિત્રીબાઈએ તે સમયમાં કન્યાઓ માટે સ્કુલ શરુ કરી, જયારે કન્યાઓ ભણે ગણે તે યોગ્ય માનવામાં આવતું ન હતું. સાવિત્રીબાઈ ફૂલે એક કવિતા લેખિકા પણ હતી. તેને મરાઠીની આદી કવિતા લેખિકા તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

કુરિવાજો વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ :-

સાવિત્રીબાઈએ 19મી સદીમાં આભડછેટ, સતીપ્રથા, બાળ-વિવાહ અને વિધવા વિવાહ પ્રતિબંધ જેવા કુરીવાજો વિરુદ્ધ પોતાના પતિ સાથે મળીને કામ કર્યું. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા બ્રાહ્મણ મહિલા કાશીબાઈને પોતાના ઘરમાં ડીલીવરી કરાવી તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે દત્તક લઇ લીધો હતો. દત્તક પુત્ર યશવંત રાવને ઉછેરીને તેને ડોક્ટર બનાવ્યો.

બ્રાહ્મણવાદી ગ્રંથોને ફેંકવાની વાત કરતી હતી. :-

સાવિત્રીબાઈ ફૂલેના પતિ જ્યોતિબા રાવ ફૂલેનું મૃત્યુ ઈ.સ. 1890માં થયું હતું, ત્યારે સાવિત્રીબાઈએ અનેક અધૂરા કામો પુરા કરવા માટે સંકલ્પ લીધો હતો. ત્યાર પછી સાવિત્રીબાઈનું મૃત્યુ 10 માર્ચ, 1897ના રોજ પ્લેગના દર્દીની સારવાર દરમિયાન થયું. તેનું સંપૂર્ણ જીવન સમાજના વંચિત, તે સમયની ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકારો માટે સંઘર્ષમાં પસાર થયું. તેની એક ઘણી પ્રસિદ્ધ કવિતા છે, જેમાં તે સૌને વાચવા લખવાની પ્રેરણા આપીને જાતિ તોડવા અને બ્રાહ્મણવાદી ગ્રંથોને ફેંકવાની વાત કરતી હતી.

તેના શિક્ષણ ઉપર લખવામાં આવેલી મરાઠી કવિતાનું ગુજરાતી અનુવાદ વાચો

જાવ જઈને ભણો ગણો, બનો આત્મનિર્ભર, બનો મહેનતુ

કામ કરો- જ્ઞાન અને ધન એકઠું કરો

જ્ઞાન વગર બધા ખોવાઇ જાય છે, જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ

એટલા માટે, ખાલી ન બેસો, જાવ, જઈને શિક્ષણ લો

પીડિતો અને ત્યાગ આપવા વાળાના દુઃખોનો અંત કરો, તમારી પાસે શીખવાની સોનેરી તક છે.

એટલા માટે શીખો અને જાતિના બંધન તોડી દો, બ્રાહ્મણોના ગ્રંથ વહેલામાં વહેલી તકે ફેંકી દો

સત્યશોધક સમાજની સ્થાપના કરી :-

સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબાએ 24 સપ્ટેમ્બર, 1873ના રોજ સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેમણે વિધવા લગ્નની પરંપરા પણ શરુ કરી અને આ સંસ્થા દ્વારા પહેલા વિધવા પુનર્વિવાહ 25 ડીસેમ્બર 1873ના રોજ કરાવવામાં આવ્યા. 28 નવેમ્બર 1890ના રોજ બીમારીને લીધે જ્યોતિબાનું મૃત્યુ થઇ ગયું હતું. જ્યોતિબાના અવસાન પછી સત્યશોધક સમાજની જવાબદારી સાવિત્રી ફૂલે ઉપર આવી ગઈ. તેમણે જવાબદારી પૂર્વક તેનું સંચાલન કર્યું, સાવિત્રીબાઈ એક નિપુણ કવિતા લેખિકા પણ હતી.

તેને આધિનિક મરાઠી કાવ્યની અગ્રદૂત પણ માનવામાં આવે છે. તે તેમની કવિતાઓ અને લેખોમાં હંમેશા સામાજિક ચેતનાની વાત કરતી હતી. સાવિત્રીબાઈ ફૂલે આ દેશની પહેલી મહિલા શિક્ષિકા હોવા સાથે સાથે પોતાનું સંપૂર્ણ જીવન સમાજના વંચિત ત્યારના ખાસ કરીને સ્ત્રી અને દલિતોના અધિકારો માટે સંઘર્ષમાં આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.