જાણો કયા કારણથી અંબા માતાએ સિંહને પસંદ કરી હતી પોતાની સવારી, 99% લોકો નથી જાણતા આ મોટું રહસ્ય

હિંદુ ધર્મમાં ઘણા દેવી અને દેવતાઓ છે, અને દરેક દેવી દેવતાઓએ પોતાના જુદા જુદા વાહન તરીકે કોઈ ને કોઈ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ પસંદ કરવામાં આવેલા હોય છે. જેમાં સિંહ, વાઘ, મગર, પાડો, ગરુડ, જેવા જુદા જુદા પ્રાણીઓ અને પશુ પક્ષીઓ પસંદ કરવામાં આવેલા છે. અને દરેક વાહન તરીકે પસંદ કરવામાં આવેલા પ્રાણી કે પશુ પક્ષી પાછળના કોઈ ને કોઈ કારણ રહેલા હોય છે, એવા જ એક દેવીના વાહન માટે પસંદ કરવામાં આવેલા પ્રાણી પાછળની એક લોક વાર્તા અહિયાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

હિંદુ ધર્મમાં તમામ ભગવાન કોઈ ને કોઈ વિશેષ સવારી ઉપર સવાર હોય છે, જેની સાથે તેની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. જેવી રીતે જ ગણેશ ભગવાનની સવારી ઉંદર, કાર્તિક ભગવાનની સવારી મોર અને વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે તેવી રીતે જ માં દુર્ગાની સવારી પણ સિંહ છે. પરંતુ તેમની સિંહ ઉપર સવારી કરવાની પાછળ એક વિશેષ કારણ છે અને કથા પણ પ્રચલિત છે. જેમાં જણાવ્યુ છે કે કેમ દેવી માં સિંહ ઉપર સવાર રહે છે.

દુર્ગા એ અંબાનું એક સ્વરૂપ છે. અંબા કે દુર્ગા એ શાક્ત્ય સંપ્રદાય (શક્તિ/દેવીના ઉપાસકો)માં માતાનું સ્વરૂપ છે. તેમના અનેક નામો છે, શિવની પત્ની તરીકે પાર્વતીના નામે પણ ઓળખાય છે. પૌરાણીક કથાઓ મુજબ ભગવાન શંકરને પતિના સ્વરૂપમાં મેળવવા માટે માતા પાર્વતીએ ઘણા વર્ષો સુધી વનમાં આકરી તપસ્યા કરી હતી. અને આ આકરી તપસ્યાને કારણે માતાનો રંગ સાંમળો થઇ ગયો હતો. પરંતુ માતાને તેની તપસ્યાનું ફળ મળ્યું અને તેમના લગ્ન ભગવાન શિવ સાથે થઇ ગયા.

ભગવાન શિવ સાથે લગ્ન કરીને તેમને બે પુત્રોની પ્રાપ્તિ થઇ ગણેશ ભગવાન અને ભગવાન કાર્તિકેયની. પૌરાણીક કથાઓ મુજબ એક વખત શિવજીએ વાતો વાતોમાં માતા પાર્વતીને કાળા કહી દીધા હતા, જે વાત તેમને સારી ન લાગી અને ગોરો રંગ મેળવવા માટે માતા પાર્વતી એક વનમાં જઈને આકરી તપસ્યા કરવા લાગ્યા.

જયારે માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તો એક સિંહ તેની નજીકથી પસાર થયો, અને માતા પાર્વતીને તપસ્યા કરતા જોઇને તે ત્યાં તેમની નજીક બેસી ગયો. તે સિંહ ત્યાર સુધી ત્યાં બેસી રહ્યા જ્યાં સુધી માતા તપસ્યા કરતા રહ્યા. ત્યારબાદ શિવજીએ માતાની તપસ્યાથી પસન્ન થઇને તેમને ગોરા થવાનું વરદાન આપી દીધું. ત્યારબાદ માતા પાર્વતીએ પોતાની આંખો ખોલી અને ત્યારે તેમનું ધ્યાન સિંહ ઉપર પડ્યું જે તેમની પાસે જ બેઠો હતો. માતાના મનમાં તે સિંહને જોઇને વિચાર આવ્યો કે તે સિંહએ પણ તેમની સાથે બેસીને આકરી તપસ્યા કરી છે, ત્યારે માતા પાર્વતીએ તે સિંહને પોતાની સવારી તરીકે પસંદ કરી લીધો અને ત્યારથી સિંહ માતાની સવારી બની ગયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.