ગમે તેટલો ભારેમાં ભારે બરફ હોય તો પણ પાણીમાં કેમ નથી ડૂબતો? ૯૦ % નથી જાણતા સાચો જવાબ

આજકાલ હરીફાઈનો જમાનો છે. તમે ક્યાંય પણ નોકરી માટે જશો તો ત્યાં GK (સામાન્ય જ્ઞાન) સાથે જોડાયેલા પ્રશ્ન પૂછવામાં આવે છે. જો જવાબ આપી શકો તો ઠીક છે નહિ તો ઘરે બેસો. એટલા માટે અમે GK ના થોડા પ્રશ્ન તમારા માટે લઈને આવ્યા છીએ જેના જવાબ તમે જાણતા હોવ તો એ ગમે ત્યારે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.

પ્રશ્ન : ભારતમાં સૌથી ઓછા વરસાદ વાળું સ્થળ કયું છે?

જવાબ : લેહ, જમ્મુ અને કાશ્મીર.

પ્રશ્ન : સશસ્ત્ર સેના ઝંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ : ૭ ડીસેમ્બરના રોજ.

પ્રશ્ન : વિશ્વનું સૌથી મોટુ મહાદ્વીપ કયું છે?

જવાબ : એશિયા મહાદ્વીપ.

પ્રશ્ન : મધ્યપ્રદેશનું સૌથી મોટું શહેર કયું છે?

જવાબ: ઇન્દોર.

પ્રશ્ન : મુજફ્ફરપુર હત્યાકાંડ ૧૯૦૮ માં ક્યા બે ક્રાંતિકારી જોડાયા હતા?

જવાબ : પ્રફુલ્લ ચાંકી, ખુદીરામ બોસ.

પ્રશ્ન : હાલમાં છત્તીસગઢના ચીફ જસ્ટીસ કોણ છે?

જવાબ : અજય કુમાર ત્રિપાઠી.

પ્રશ્ન : કોના પિતા અને પુત્ર બન્ને ભારતના પ્રધાનમંત્રી રહી ગયા છે?

જવાબ : ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નહેરુ અને પુત્ર રાજીવ ગાંધી ભારતના પ્રધાનમંત્રી રહી ગયા છે.

પ્રશ્ન : ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે?

જવાબ : ભારતનું સૌથી નાનું રાજ્ય ગોવા છે.

પ્રશ્ન : યોજના આયોગને ક્યા વર્ષમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું?

જવાબ : ૧૯૫૦ માં.

પ્રશ્ન : લોકતાંત્રિક કેન્દ્રીકરણ શબ્દ કોણે રચ્યો હતો?

જવાબ : લેનિનએ.

પ્રશ્ન : અજંતાની ગુફાઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

જવાબ : ગુપ્ત સાશકોએ.

પ્રશ્ન : ભારતમાં ટપાલ ટીકીટ કોણે શરુ કરી હતી?

જવાબ : લોર્ડ ડલહોજીએ.

પ્રશ્ન : એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું?

જવાબ : શુતુરમૃગ એટલે કે શાહમૃગ.

પ્રશ્ન : માણસની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?

જવાબ : માણસની ખોપરીમાં ૮ હાડકા હોય છે.

પ્રશ્ન : ભારતના દક્ષીણ સુધીનું રેલ્વે સ્ટેશન કયું છે?

જવાબ : કન્યાકુમારી.

પ્રશ્ન : કયું રાજ્ય ભારતના સૌથી પૂર્વ ભાગ ઉપર આવેલું છે?

જવાબ : અરુણાચલ પ્રદેશ.

પ્રશ્ન : માઈકા શું છે?

જવાબ : વિદ્યુતનું કુચાલન.

પ્રશ્ન : કયો કોલસો ભૂરા કોલસાના નામથી ઓળખવામાં આવે છે?

જવાબ : લિગ્નાઇટ કોલસો.

પ્રશ્ન : વિશ્વનું બીજું સૌથી મોટું મહાદ્વીપ કયું છે?

જવાબ : આફ્રિકા મહાદ્વીપ.

પ્રશ્ન : ઇથીયોપિયાનું જુનું નામ શું હતું?

જવાબ : અબીસીનિયા.

પ્રશ્ન : માંસપેશીઓમાં કોના એકઠા થવાથી થાક લાગે છે?

જવાબ : લેકટીક અમ્લ.

પ્રશ્ન : સમુદ્રની ઊંડાઈ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?

જવાબ : ફેદોમીટર.

પ્રશ્ન : તે કાલ્પનિક રેખા જે ફોકસ અને પોલથી પસાર થઇને ગોળાકાર અરીસા ઉપર પડે છે, તે કહેવાય છે?

જવાબ : મુખ્ય અક્ષ.

પ્રશ્ન : જીવ વિજ્ઞાન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?

જવાબ : લેમાર્ક અને ટ્રેવિરેનસએ.

પ્રશ્ન : એક જ પ્રકારના પરમાણુઓ માંથી મળીને બનતા પદાર્થ કહેવાય છે?

જવાબ : તત્વ.

પ્રશ્ન : બરફ પાણીમાં કેમ તરે છે?

જવાબ : બરફનું ઘનત્વ પાણીથી ઓછું હોય છે જયારે બરફ પાણીમાં નાખવામાં આવે છે, તો તે થોડું પાણી દુર કરી દે છે તે પાણીમાં આયતનનું વજન બરફના વજનથી વધુ હોય છે એટલા માટે બરફ પાણીમાં તરે છે.

પ્રશ્ન : પાણીમાં સૌથી વધુ ઘનત્વ ક્યારે મળે છે?

જવાબ: 4 ડીગ્રી C ઉપર.

પ્રશ્ન : પીએમ મોદીનો પગાર કોણ આપે છે? મિત્રો તેનો જવાબ તમે આપો, નહિ તો તમારા જે મિત્ર વધુ જાણકાર બનીને ફરે છે તેને શેર કરીને પૂછો.