પૂજા કે મંત્ર જાપ કરતી વખતે આસન ઉપર બેસવું કેમ જરૂરી છે? જાણો તેની પાછળનું કારણ.

ધાર્મિક કાર્યોમાં આસન શા માટે જરૂરી છે, તેનું મહત્વ શું છે અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? અહીં જાણો દરેક સવાલના જવાબ.

હિંદુ ધર્મમાં પૂજા પાઠ સાથે જોડાયેલા ઘણા બધા નિયમ જણાવવામાં આવ્યા છે. દરેક દેવી દેવતાઓ માટે અલગ મંત્ર, અલગ ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવાની વ્યવસ્થા છે. આ તમામ બાબતોનું પોતાનું એક વિશિષ્ઠ મહત્વ માનવામાં આવે છે.

મોટા ભાગના લોકો ઘરે જમીન ઉપર બેસીને જ પૂજા કરી લે છે. પણ ધાર્મિક દ્રષ્ટિએ તે યોગ્ય નથી માનવામાં આવતું. એટલા માટે ક્યારેય પણ સીધા જમીન ઉપર બેસીને પૂજા ન કરવી જોઈએ. ઈશ્વરની આરાધના કરતી વખતે આસનના ઉપયોગનું પણ પોતાનું એક અલગ મહત્વ હોય છે. એટલે તેની સાથે જોડાયેલા નિયમોને ધ્યાનમાં રાખવા પણ ઘણા જરૂરી હોય છે. આગળ જાણીએ પૂજાના આસન સાથે જોડાયેલી કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે.

કઈ પૂજા માટે કેવા હોવા જોઈએ આસન? ધાબળા અને ઉનના આસન ઉપર બેસીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લાલ રંગનું ધાબળાનું આસન લક્ષ્મીજી, હનુમાનજી અને માં દુર્ગાની આરાધના માટે ઉત્તમ રહે છે. અને મંત્ર સિદ્ધી વગેરે માટે કુશનું બનેલું આસન યોગ્ય રહે છે. પણ શ્રાદ્ધ કર્મ વગેરે કરતી વખતે કુશના આસનનો ઉપયોગ ન કરવો જોઈએ.

આસન કેમ જરૂરી? કોઈ પણ પૂજા કે મંત્ર જાપ કરતી વખતે આસન ફરજીયાત રીતે હોવું જોઈએ. માન્યતા મુજબ જયારે આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ, તો આપણા શરીરમાં એનર્જીનું લેવલ વધવા લાગે છે. આસન ઉપર ન બેસવાની સ્થિતિમાં એનર્જી જમીન દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે. આસન આપણા શરીર અને જમીન વચ્ચે કુચાલક (ઇન્સ્યુલેટર) નું કામ કરે છે અને તે એનર્જી જમીનમાં નથી જઈ શકતી.

જાણો આસન સાથે જોડાયેલા આ નિયમ :

(1) પૂજા કરતી વખતે ક્યારેય પણ બીજી વ્યક્તિનું આસન ન વાપરવું જોઈએ.

(2) પૂજા કર્યા પછી આસનને એમ જ ન છોડો, અને આમ તેમ ન પડી રહેવા દો, તેનાથી આસનનો અનાદર થાય છે.

(3) આસનને સ્વચ્છ હાથથી જ ઉપાડો તેમજ યોગ્ય અને નક્કી કરેલા સ્થાન ઉપર જ રાખો.

(4) પૂજાના આસનનો ઉપયોગ અલગથી કોઈ કાર્ય જેવા કે ભોજન કરવું વગેરે કરતી વખતે ન કરો.

(5) પૂજા કર્યા પછી આસન પરથી સીધા ઉભા ન થવા પણ આચમનથી થોડું જળ ભૂમિ ઉપર અર્પણ કરી અને ધરતીને પ્રણામ કરો.

(6) હવે તમારા આરાધ્ય દેવ કે દેવીનું સ્મરણ કરો અને પ્રણામ કર્યા પછી ઉભા થઈને આસનને ઉપાડીને યોગ્ય રીતે રાખો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.