જાણો કેમ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે આ વૃદ્ધ દંપતી, આ ફોટામાં જ છુપાયેલો છે જવાબ

સાચો પ્રેમ એ છે જે માત્ર જીવનની શરુઆતની સફરમાં જ નહિ, પરંતુ છેલ્લા સમય સુધી તેવો જ જળવાઈ રહે. જયારે આપણે કોઈ સાથે લગ્ન કરીએ છીએ તો તેની સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાના વચન આપીએ છીએ. આમ તો આ વચન નિભાવવામાં દરેક સફળ નથી થઈ શકતા.

હંમેશા જોવા મળે છે કે લગ્નની શરુઆતના વર્ષોમાં પતિ પત્ની વચ્ચે ઘણો પ્રેમ રહે છે. પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા રહે છે તેમ તેમ તેનો પ્રેમ પણ ઓછો થવા લાગે છે. ઘણા કપલ તો એક બીજા સાથે માત્ર ફોર્માલીટી માટે જ રહે છે. આમ તો સાચો પ્રેમ તો તેમાં છે કે સમયની કોઈ મર્યાદા તમારા પ્રેમને ઓછો ન કરી શકે.

આમ તો આજે અમે તમને એક એવા વૃદ્ધ દંપતીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેનો એક સુંદર ફોટો લોકોના દિલ જીતી રહ્યો છે. ખાસ કરીને આ સુંદર ફોટાને કલકત્તા મેટ્રો સ્ટેશન ઉપર પાડવામાં આવ્યો છે. આ ફોટાને રિશી બાગરે નામના એક યુઝરે શેયર કર્યો છે.

આ ફોટામાં એક વૃદ્ધ મહિલા ખુબ જ પ્રેમથી પોતાના ઘરડા પતિના ગળામાં મફલર બાંધતા જોવા મળી રહી છે. એક બીજી રસપ્રદ વાત એ છે કે જયારે તે એવું કરે છે, તો તેની પાછળ એલઆઈસીની જાહેરાત ‘આનંદની શરુઆત અને જીવનભરનો સાથ’ જોવા મળે છે. તેવામાં આ જાહેરાત આ ફોટા અને સુંદર પળને વધુ ખાસ અને મીનીંગફૂલ બનાવી દે છે.

એક સફળ અને સુખી પરણિત જીવનમાં ‘કેયરિંગ’ સૌથી વધુ મહત્વની ભૂમિકા નિભાવે છે. તમારા પાર્ટનર કેટલા પણ સુંદર હોય, કેટલા પણ પૈસા કમાતા હોય તેનાથી કોઈ ખાસ ફરક નથી પડતો. જે વાત ખરખર મહત્વ ધરાવે છે તે એ કે, તમારા જીવનસાથી તમારી કેટલી ચિંતા કરે છે? તમારું કેટલું ધ્યાન રાખે છે? જીવનસાથી સાથે જયારે કોઈ સ્વાર્થ વગર કેયરિંગ અને પ્રેમ મળે છે, તો દિલ એમ પણ ખુશ થઈ જાય છે, પછી તે પ્રેમ દિવસેને દિવસે વધુ મજબુત થવા લાગે છે.

સોશિયલ મીડિયા ઉપર પણ લોકોને આ ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે. આ ફોટાને પોસ્ટ થતા જ તે તરત વાયરલ પણ થઈ ગયા. આ ફોટાને હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહ્યા છે. લોકોને આ વૃદ્ધ કપલની જોડી ઘણી પસંદ આવી રહી છે. તે તેમાંથી પ્રેરણા પણ લઈ રહ્યા છે, અને ઘણા લોકો આ જોડીની લાંબી ઉંમરની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ખરેખર આ ફોટો આપણને જાણે અજાણ્યે ઘણી શીખ આપે છે. આપણને જીવનની આ નાની પરંતુ મહત્વની પળોનું મહત્વ દર્શાવી દે છે.

આમ તો તમને લોકોને આ ફોટો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.