પરશુરામ કહો તો વિષ્ણુનો છઠ્ઠો અવતાર. તેમના બીજા પણ ઘણા તફાવત છે. કંઠી-માળા વાળા હોંશથી જણાવે છે કે તેમણે ૨૧ વખત પૃથ્વીને ક્ષત્રિયોથી મુક્ત કરી દીધા હતા. ઘણા તો એ પણ જણાવે છે કે તેમના ફરસા ફેંકવાથી કેરળ બન્યું હતું. મમ્મી પપ્પાની વાત માનવાની બાબતમાં શ્રવણ કુમારને સૌથી મોટી ટક્કર એ આપે છે, કેમ કે પપ્પાના કહેવાથી તેમણે પોતાની મમ્મીનું માથું ઉતારી લીધું હતું.
તો આજે અમે તમને તેની સાથે જોડાયેલી પાંચ વાતો જણાવીશું. અને ડીસ્કલેમર પહેલા જ આપવામાં આવી રહ્યું છે. કેમ કે હિંદુ ધર્મમાં દરેક પાત્રની ૧૦-૧૨ વાર્તાઓ હોય છે અને દરેક વાર્તાના ઓછામાં ઓછા ૪-૬ વર્જન તો હોય જ છે. તો કોઈ પણ વાતને છેલ્લું સત્ય ન માની લેવું. હવે બાકી વાંચો.
૧. પરશુરામ એ ૨૧ વખત ધરતીને ક્ષત્રિયોથી મુક્ત કરી દીધું હતું :
આજકાલ કોઈને એ વાત કરી દો, તો તે તરત જ પ્રશ્ન જ પૂછે કે છે જયારે એક વખત બધા ખલાસ જ કરી દીધા, તો ફરી વખત ક્યાંથી આવી ગયા. તેનો જવાબ એ છે કે દર વખતે થોડા ક્ષત્રિયો પોતાની પત્નીઓ કે મહિલાઓ પાસે જઈને છુપાઈ જતા હતા. હવે પરશુરામ ત્યાં તો જતા ન હતા. એટલા માટે છુપાયેલા ક્ષત્રીય બચી જતા હતા. તે ઉપરાંત પરશુરામના રસ્તામાં જે પણ મળતા હતા, એમને ઉડાડી દેવામાં આવતા હતા.
ક્ષત્રિયો સાથે પરશુરામના આ વર્તનનું કારણ પણ છે. તેમના પપ્પા ઋષિ જમદગ્નિને રાજા હયહૈયએ ગાયો દાનમાં આપી હતી. રાજાના દીકરા કૃતઅર્જુન અને કૃતવીર્યઅર્જુન ગાયો પાછી માંગવા લાગ્યા. જમદગ્નિએ જયારે ગાયો પાછી આપવાની ના કહી દીધી, તો રાજાઓએ શક્તિના બળ ઉપર ગાયો છીનવી લીધી. પપ્પાના અપમાનથી પરશુરામ ગુસ્સે થઇ ગયા અને તેમણે જઈને રાજાનું ગળું કાપી દીધું. પછી તેમને લાગ્યું કે આ ક્ષત્રીય ધરતી ઉપર રહેવા માટે લાયક જ નથી, તો ‘અખિલ વિશ્વ ક્ષત્રીય હટાવો અભિયાન’ શરુ કરી દીધું. તેના હિસાબે જ્યાં સુધી એક ક્ષત્રીય છે, ધરતી બ્રાહ્મણોને રહેવા લાયક નથી.
એક માન્યતા એ પણ કહે છે કે તેમણે બધા ક્ષત્રીય નહિ, પરંતુ તેમના પાંચ કુળ ખલાસ કર્યા હતા. અમુક માન્યતાના હિસાબે તેમણે ક્ષત્રિયોની પાંચ પેઢીઓને મારી હતી, જેના લોહીથી પાંચ નદી બની ગઈ હતી, જેને પાછળથી ક્રુરુક્ષેત્રના યુદ્ધમાં ભરવામાં આવ્યું. આમ તો ઢગલાબંધ માન્યતાઓ છે.
૨. ક્ષત્રિયોને મારવાનું બંધ પણ તો કર્યુ હતું :
દરેક માણસ એ જણાવે છે કે પરશુરામએ ૨૧ વખત ક્ષત્રિયોને માર્યા, પરંતુ એ કોઈ નથી જણાવતું કે તેમણે ૨૨ મી વખત એવું કેમ ન કર્યુ. તે એટલા માટે કેમ કે રામને મળ્યા પછી તેમને લાગ્યું કે ક્ષત્રીય પણ સારા માણસ હોઈ શકે છે. રામ અને તે બન્ને વિષ્ણુના અવતાર હતા. તેમની અને રામની પહેલી મુલાકાત ત્યારે થઇ હતી, જયારે રામે જનકનું તે ધનુષ્ય તોડી દીધું હતું, જે શિવએ જનકને આપ્યું હતું. રામના ગુરુ વિશ્વામિત્ર તેને અને લક્ષ્મણને લઇને જનકને ત્યાં ગયા હતા, જ્યાં સીતાના લગ્ન માટે ધનુષ્યની પ્રત્યંચા ચડાવવાની શરત રાખવામાં આવી હતી.
આ કારસ્તાનમાં રામએ ધનુષ્ય તોડી નાખ્યું, તો ચારે દિશાઓમાં જોરદાર અવાજ થયો. પરશુરામ સમજી ગયા કે ધનુષ્ય તોડી નાખવામાં આવ્યું છે. તે ગુસ્સે થઇને પહોચી ગયા જનકને ત્યાં. તેમણે રામ-લક્ષ્મણને ત્યાં ઉભેલા જોયા. પહેલા તો ખીજાયા, પરંતુ થોડી વાતચીત પછી સમજી ગયા કે રામ પોતે વિષ્ણુના અવતાર છે. જયારે તેમને ખબર પડી કે ભગવાન પોતે ક્ષત્રીય રાજાના અવતારમાં ધરતી ઉપર આવી ગયા છે, તો તેમને લાગ્યું કે હવે ક્ષત્રીય કોઈ કારસ્તાન નહિ કરે, જેવું તેમના પિતા સાથે કરવામાં આવ્યું હતું અને તેમણે ક્ષત્રિયોને મારવાનું બંધ કરી દીધું.
૩. શું તેમના ફરસા ફેંકવાને કારણે જ કેરળ બન્યું હતું :
પરશુરામ ઉપર કોપીરાઈટ પણ ઘણું કરવામાં આવે છે. તેમની જયંતિ ઉપર કેન્દ્રીય મંત્રી કીરેન રીજીજુએ લોકોને પરશુરામ કુંડ ભૂમિ અરુણાચલ પ્રદેશ દ્વારા જયંતિને આવકારી હતી. તેવામાં જ કેરળમાં માન્યતા છે કે આ સ્થળ પરશુરામના ફરસા ફેંકવાને કારણે જ બન્યું હતું. વાત એ છે કે જયારે પરશુરામએ ક્ષત્રિયોને મારવાનું બંધ કરી દીધું, તો તેમણે લોહીથી ભરેલો પોતાનો ફરસો સમુદ્રમાં ફેંકી દીધો. તેનાથી સમુદ્ર એટલો ડરી ગયો કે તે ફરસો પડવા વાળા ભાગથી ઘણો દુર જતો રહ્યો. સમુદ્રના પાછા જવાથી જે જગ્યા બની, તે કેરળ બની ગઈ. એવી માન્યતાના આધારે કેરળમાં પરશુરામની પૂજા કરવામાં આવે છે.
પરંતુ અમુક જગ્યાએ આ કહાનીના ઉંધા તર્ક આપવામાં આવે છે. કેરળમાં ઓણમ ઉપર પરશુરામની પૂજા થાય છે, પરંતુ આ તહેવાર મૂળ તો રાજા બલીની યાદમાં મનાવવામાં આવે છે. માન્યતા એ છે કે વિષ્ણુએ વામન અવતાર લઇને બલી પાસે જમીન દાનમાં માગી હતી. બલીએ વચન આપવા ઉપર તેમણે શરીર મોટું કરીને પહેલા પગલામાં બલીનું આખું રાજ્ય જ માગી લીધું. છેવટે બલીએ અમર થવાનું વરદાન આપ્યું અને ધાર્મિક માન્યતાઓ મુજબ બલી દર વર્ષે ઓણમના સમયે કેરળ આવે છે. એટલા માટે લોકો તહેવાર મનાવે છે.
તો અન્ય તર્ક એ છે કે વામન અવતાર વિષ્ણુનો પાંચમો અવતાર છે, જો કે પરશુરામ તેનો છઠ્ઠો અવતાર છે. તેનાથી એ સાબિત થાય છે કે બલીનું રાજ્ય પહેલાથી જ હતું. જો તેમનું રાજ્ય પહેલાથી હતું, તો સ્પષ્ટ એવી વાત છે કે કેરળનું અસ્તિત્વ પરશુરામ પહેલા પણ રહ્યું હશે. સત્સંગમાં એ શબ્દો મતભેદની સ્થિતિમાં દુર કરી દેવામાં આવે છે.
૪. સાત અમર લોકો માંથી એક છે પરશુરામ :
પરશુરામ વિષે એક મોટી જાણવા જેવી વાત એ છે કે તેને અમરતાનું વરદાન હતું. તેમણે રામાયણ અને મહાભારત બન્નેમાં એન્ટ્રી મારી હતી અને મોટા મોટા કામ કર્યા હતા. ખરેખરમાં હિંદુ માન્યતાઓ મુજબ કુલ સાત લોકોને અમરતાના વરદાન, શ્રાપ આપવામાં આવ્યા છે. આ રહ્યા સાત લોકો :
હનુમાન : રામના પરમ ભક્ત જેમને રામએ અમરતાનું વરદાન આપ્યું.
અસ્વત્થામાં : મહાભારતના જણાવ્યા મુજબ ઉત્તરા અભિમન્યુના બાળકની માં બનવાની હતી, પરંતુ પાંડવોનો વંશ ખલાસ કરવા માટે અસ્વત્થામાંએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું હતું. તેના કારણે અસ્વત્થામાંએ દુનિયાના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો.
વિભીષણ : રામને રાવણને મારવાની રીત જણાવનારા વિભીષણને પણ અમરતાનું વરદાન મળ્યું.
બાલી : વામન અવતારને પોતાનું બધું જ દાનમાં આપનારા રાજા બલીને પણ અમરતાનું વરદાન મળ્યું હતું.
વ્યાસ : મહાભારત લખવા વાળા વૈદ વ્યાસને અમરતાનું વરદાન મળ્યું. આમ તો વૈદ વ્યાસ માણસનું નહિ, પદનું નામ છે. મહાભારત ૨૪ મો વૈદ વ્યાસએ લખ્યો હતો, જેનું ખરેખર નામ ઋષિ કૃષ્ણ દવેયાયન હતું.
તે ઉપરાંત કૌરવો અને પાંડવોને ભણાવવા વાળા કૃપાચાર્યને વરદાન મળ્યું હતું અને અમરતાનું વરદાન મેળવવા વાળા સાતમાં માણસ પરશુરામ છે.
૫. જયારે પોતાની માતાને મારી નાખ્યા, પછી પિતાને કહીને જીવતા કરાવી દીધા :
એ પણ એક સારી વાર્તા છે, જે બધાને ટૂંકમાં ખબર પડી જાય છે. અહિયાં આખી વાંચી લો. પરશુરામના પપ્પા જમદગ્નિ હતા અને માતાનું નામ હતું રેણુકા. એક વખત જમદગ્નિએ રેણુકાને ઘાટ ઉપરથી પૂજા કરવા માટે પાણી લાવવા માટે મોકલ્યા. રેણુકા જે ઘાટ ઉપર ગઈ, ત્યાં યક્ષ રાક્ષસ જલ વિહાર કરી રહ્યો હતો. રેણુકા તેને જોવામાં વ્યસ્ત થઇ ગઈ. અને પાણી લાવવામાં થઇ ગયું મોડું. પાછી જમદગ્નિ ગુસ્સે થઇ ગયા. પૂછ્યું કે એટલી વાર ક્યાં ગઈ હતી. રેણુકાએ કોઈ કારણ ન જણાવ્યું. બોલવાનું બંધ કર્યુ.
જમદગ્નિ પણ હતા પરશુરામના પિતા કોઈ સામાન્ય માણસ તો ન હતા. ત્રિલોકદ્રષ્ટિથી જોઈ લીધું કે રેણુકા ક્યાં રોકાઈ ગઈ હતી. જયારે ખબર પડી કે તે રાક્ષસના જળ વિહાર જોઈ રહી હતી. તો પોતાના દરેક છોકરાને લાઈનમાં ઉભા કરીને આદેશ આપ્યો કે તમારી માતાનું ગળું કાપી દો. બીજા છોકરા ઓએ તો હિમ્મત ન કરી, પરંતુ પરશુરામ હતા પિતા પ્રેમી માણસ. ઉઠાવી ફરસી અને ધરી દીધું માતાનું માથું એમના ચરણમાં.
દીકરાની ભક્તિથી ખુશ જમદગ્નિ બોલ્યા ‘એવમસ્તુ’ એટલે કે જે ઈચ્છે તે માંગી લો. પરશુરામ તેની જ રાહ જોઈ રહ્યા હતા. કહ્યું આપવા જ માંગો છો, તો માતાને પાછા લાવી દો. જમદગ્નિએ ફરી પરશુરામની માતાને જીવિત કરવા પડ્યા.