કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી? જાણો તેના કારણો અને અટકાવવાના સચોટ ઉપાય

શિયાળો આવતા જ સૌની એક તકલીફ સામે આવી જાય છે અને તે છે સુકી ત્વચા. કોઈ કોઈને વધુ થઇ જાય છે તો કોઈને સામાન્ય રહે છે, પરંતુ ત્વચા સુકી બધાની થાય છે. તેના માટે લોકો તમામ વસ્તુનો ઉપયોગ કરવા લાગે છે. કોલ્ડ ક્રીમ, મોશ્ચ્યરાઈઝર કે પછી ગ્લીસરીન જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ જો એ બધી વસ્તુ અસર નહિ કરે ત્યારે તમે શું કરશો? જો તમે ઠંડીમાં સુકી ત્વચાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘેર બેઠા જ તમે તમારો ઈલાજ કરી શકો છો. કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી? તેની પાછળ હોય છે ઘણા કારણ જે દરેકને ખબર નથી હોતા અને તમને પણ જો ખબર ન હોય તો વાંચો આ લેખ.

કેમ થાય છે શીયાળામાં ત્વચા આટલી સુકી?

૧. શીયાળાની ઋતુમાં સુકાપણુંની સમસ્યા સામાન્ય થઇ જાય છે. જો તમે તેનું ધ્યાન નથી રાખી શકતા તો સુકાપણું વધુ થવા લાગે છે. તેના માટે તમારે તમારા શરીરને કોઈ લોશનથી મોશ્ચ્યરાઈઝ રાખવું જોઈએ.

૨. સુકી ત્વચાથી પરેશાન લોકોએ દિવસમાં ઓછામાં ઓછું ૭ થી ૮ ગ્લાસ પાણી નિયમિત રીતે પીવું જોઈએ. તે ઉપરાંત રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં બે ચમચી બદામનું તેલ નાખીને તેનું સેવન કરો.

૩. કુવારપાઠુંમાં રહેલા પોલીસચરાઈડ સ્કીન લાંબા સમય સુધી મોશ્ચ્યરાઈઝ રાખે છે. કુવારપાઠું જેલ આખા શરીરમાં લગાવવાથી ફાયદો થાય છે.

૪. સ્નાન કરવાના લગભગ ૧૦ મિનીટ પહેલા તમારા શરીરમાં મધનો લેપ લગાવો અને ત્યાર પછી સ્નાન કરી લો. આમ કરવાથી તમારા શરીરમાં ભેજ જળવાય રહે છે અને સુકાપણુંથી બચાવ થાય છે.

૫. ગુલાબજળ શરીરને મોશ્ચ્યરાઈઝ કરવામાં ઘણું કામ આવે છે, તે ઉપરાંત તમારા શરીરમાં તાજગી જળવાઈ રહે છે. જયારે પણ તમે ઘરેથી બહાર નીકળો તો શરીર ઉપર ગુલાબજળથી માલીશ કરો.

૬. આદુમાં ફાઈટોકેમીકલ્સના ગુણ રહેલા હોય છે જે એન્ટીઓક્સીડેંટ ગુણોથી ભરપુર હોય છે. તે લગાવવાથી સ્કીનને ફ્રી રેડીકલ ડેમેજની તકલીફ થતી નથી. આદુને વાટીને તેના રસમાં ગુલાબજળ ભેળવીને લગાવવાથી પણ ફાયદો થાય છે.

આ કારણોથી થાય છે સુકી સ્કીનની સમસ્યા :

સાબુનો વધુ ઉપયોગ કરવો :

ચહેરો અને હાથ ધોવા માટે જો તમે વારંવાર સાબુનો ઉપયોગ કરો છો, તો તેનાથી કુદરતી તેલ ઝડપથી ઓછું થઇ જાય છે, અને તે કારણોથી સ્કીન ઉપર સુકાપણાની સમસ્યા વધી જાય છે. જેના કારણે સ્કીનમાં તિરાડ પડે છે અને લોહી વહેવા લાગે છે.

ઊંઘ ન આવવી :

જો તમે સારી રીતે ઊંઘ પૂરી નથી કરતા તો તમને તણાવ થવા લાગી શકે છે. તેના કારણે ધીમે ધીમે તમારા ચહેરા ઉપરથી ચમક દુર થવા લાગે છે. તે ઉપરાંત ઊંઘ ન આવવાથી જે સુકાપણું આવે છે તે તમારા ચહેરાને નિર્જીવ કરી દે છે અને આંખોની નીચે કાળા ધબ્બા પડી જાય છે.

પાણીની કમીથી પણ :

શીયાળામાં ઘણી ઠંડીના દિવસોમાં લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે, પરંતુ પેશાબ વારંવાર જાય છે, જેથી શરીરમાં પાણીની કમી આવી જાય છે. તેના કારણે શરીરમાં ભેજ ઝડપથી ઓછો થઇ જાય છે અને સુકી ત્વચાની સમસ્યા વધી જાય છે.

તડકામાં વધુ રહેવું :

શિયાળો આવતા મોટાભાગના લોકો તડકામાં બેસવાનું પસંદ કરે છે, એનાથી વિટામીન ડી તો મળે જ છે સાથે જ વધુ તડકાનો આનંદ લઇને વધુ સમય તેમાં પસાર કરો છો. ઠંડીના દિવસોમાં તડકો ઘણો સારો લાગે છે પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે તે શરીરના ભેજને સુકવી દે છે અને સ્કીન સુકી દેખાવા લાગે છે.