હિન્દૂ સાથે લગ્ન ન કરવા છતાં સિંદૂર કેમ લગાવે છે સ્મૃતિ ઈરાની? જાણો શું છે હકીકત

આ દુનિયામાં દરેકનું પોતાનું વ્યક્તિગત જીવન હોય છે, જેમાં તે કાંઈ પણ કરી શકે છે અને તેમાં તેમને કોઈની દખલગીરી પસંદ નથી આવતી. પરંતુ જો વાત એક સેલીબ્રીટીના વ્યક્તિગત જીવનની હોય, અને તે કાંઈક અલગ કરી રહ્યા છે, તો તેણે સામાન્ય લોકોને બતાવવું પડે છે કે, તે એવું કેમ કરી રહ્યા છે?

કંઈક એવું જ કર્યું ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ. ખાસ કરીને તેમણે પારસી ધર્મમાં પ્રેમ લગ્ન કર્યા હતા, છતાં પણ તે સિંદુર લગાવે છે. અને આ મોટો પ્રશ્ન દરેકના મનમાં હતો અને સોશિયલ મીડિયા ઉપર તેની ટીકા પણ થતી હતી. હિંદુ સાથે લગ્ન ન કરવા છતાં પણ સિંદુર કેમ લગાવે છે સ્મૃતિ ઈરાની? તો લોકોને આ પ્રશ્નનો જવાબ સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયાના ટ્વિટર હેન્ડલથી આપ્યો છે.

હિંદુ સાથે લગ્ન ન કરવા છતાં પણ સિંદુર કેમ લગાવે છે સ્મૃતિ ઈરાની?

બીજેપીમાં સ્મૃતિ ઈરાનીને તેજ અને કુશળ વક્તા માનવામાં આવે છે. તે વાત અલગ છે કે, તે વર્ષ ૨૦૧૪ માં રાહુલ ગાંધી સામે લોકસભા ચૂંટણી હારી ગઈ હતી. પરંતુ છતાપણ તેને મોદી સરકારે કેબીનેટમાં ટેકસટાઇલ મીનીસ્ટરનો હોદ્દો આપ્યો હતો. ત્યાર પછી તેમના શિક્ષણને લઈને ટીકાઓ થઇ કેમ કે, તેમણે ૧૨ માં ધોરણ સુધી પણ સારી રીતે અભ્યાસ કરતો નહોતો, છતાપણ સ્મૃતિએ ટ્વીટર દ્વારા પોતાની સ્નાતક અને પરાસ્નાતકની ડીગ્રી દેખાડી હતી.

આ તો થઈ તેની પ્રોફેશનલ લાઈફ, હવે વાત કરીએ સ્મૃતિના અંગત જીવનની તો તેમણે વર્ષ ૨૦૦૧માં પોતાની બહેનપણી મોનાના પૂર્વ પતિ જુબેન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેમને બે બાળકો પણ થયા અને તેનું કુટુંબીક જીવન આનંદમય પસાર થઇ રહ્યું છે. તેવામાં લોકોના મનમાં પ્રશ્ન ઉભો થયો કે, પારસી હોવા છતાંપણ સ્મૃતિ સિંદુર કેમ લગાવે છે?

ત્યાર પછી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે, તેમણે લગ્ન ભલે પારસી સાથે કર્યા હોય પરંતુ તે એક પંજાબી કુટુંબની છે, અને તે દરેક ધર્મને અપનાવવાનું માને છે. તે પારસી ધર્મના રીતિ રીવાજોને પણ સ્વીકારે છે, પરંતુ પોતાના ધર્મનું પાલન કરવું પણ તેનું કર્તવ્ય છે.

થોડા દિવસો પહેલા જયારે ગોત્ર બતાવવાની વાતો થઇ રહી હતી, ત્યારે રાહુલ ગાંધીએ પોતાનું ગોત્ર બતાવ્યું અને પછી સ્મૃતિ ઈરાનીએ પણ બતાવવું પડ્યું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાનું ગોત્ર કૌશલ્ય હતું અને તે એક બ્રાહ્મણ હતા. તે પિતાના હિસાબે જ આજે પણ પોતાનું ગોત્ર કૌશલ્ય જ માને છે.

ઉત્તમ હિરોઈન રહી ચુકી છે સ્મૃતિ :

૨૩ માર્ચ, ૧૯૭૬ના રોજ દિલ્હીમાં જન્મેલી સ્મૃતિ મલ્હોત્રાને મોડલિંગનો ઘણો શોખ હતો, અને કોલેજના દિવસોમાં સ્મૃતિ હંમેશા મોડલિંગમાં પણ ભાગ લેતી હતી. વર્ષ ૧૯૯૯ માં તેમણે એકતા કપૂરના પોપુલર શો ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ કરવાની તક મળી. વર્ષ ૨૦૦૦ માં તે શો ઓનએયર થયો અને તેમાં સ્મૃતિએ મુખ્ય હિરોઈન તુલસીનું પાત્ર ભજવ્યું હતું.

આ પાત્રએ સ્મૃતિને એટલી લોકપ્રિયતા અપાવી કે, તે રાતો રાત સ્ટાર બની ગઈ અને તેણે લોકો તુલસીના નામથી જ ઓળખવા લાગ્યા. આ સીરીયલ સ્ટારપ્લસ ઉપર લગભગ ૧૦ વર્ષ સુધી પ્રસારિત થઇ અને તેની સાથે જ તેમણે ‘થોડી સી ઝમીં થોડા આસમાં’, ‘વિરુદ્ધ’, ‘કવિતા’, ‘મનીબેન’ જેવા શો કર્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.