સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા વાળા લોકો દુઃખી કેમ રહે છે? રીસર્ચમાં સામે આવ્યું છે તેનું કારણ.

સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જયારે પણ થોડો સમય નવરાશનો હોય છે. આપણે આપણી ફેસબુક, ઈંસ્ટાગ્રામ કે ટ્વીટર ટાઈમલાઈને ફેંદવામાં લાગીએ છીએ. ક્યારેય તમે એ વિચાર્યું છે કે, સોશિયલ મીડિયા પરના ફોટા તમારા મગજ ઉપર કેવી અસર કરે છે? પછી તે તમારા દોસ્તના રજાઓના ફોટા હોય કે કોઈ સેલીબ્રેટીના જીમમાં લેવામાં આવેલા ફોટો. તમને ખબર છે આ તસ્વીરો તમારી વિચારસરણીને કેવા પ્રકારે પ્રભાવિત કરે છે?

સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ વ્યક્તિઓના ફોટા બનાવટી રીતે સુંદર બનાવીને રજુ કરવામાં આવે છે. દુબળી પાતળી મોડલની તસ્વીરને દુનિયાને છલકતી કાયાનું પ્રતિક દર્શાવવામાં આવે છે. તેવામાં સોશિયલ મીડિયા ઉપર કાપી કૂપીને કે એડિટ કરીને જે તસ્વીરો રજુ કરવામાં આવે છે, તે લોકોની વિચારસરણી ઉપર ગંભીર અસર કરે છે. આમ તો સોશિયલ મીડિયાના સાચા ઉપયોગથી આપણે આ તસ્વીરો જોઇને પોતાને સારા પણ વ્યક્ત કરી શકીએ છીએ, કે ઓછામાં ઓછું ખરાબ અનુભવ થવાથી રોકી શકીએ છીએ.

મગજ ઉપર પડે છે અસર :

સોશિયલ મીડિયા હજુ વધુ જૂની વસ્તુ નથી થઈ. તો તેની અસરને લઈને થયેલા રીસર્ચ પણ વધુ જુના નથી. એટલા માટે આ રીસર્ચના આધારે કોઈ પરિણામ ઉપર પહોંચવું યોગ્ય નથી. પણ આ રીસર્ચથી આપણે લોકો થોડા એવા અનુમાન જરૂર લગાવી શકીએ છીએ. એટલે કે આપણે એ તો નથી સાબિત કરી શકતા કે, કોઈને સતત ફેસબુક જોવાથી તેની અંદર નકારાત્મક ભાવ ઉભા થાય છે. પણ તે વાત જરૂર જાણી શકીએ છીએ કે, સતત ફેસબુકમાં પડ્યા રહેવા વાળા લોકો પોતાની જાતને સુંદર દેખાડવાને લઈને દુઃખી રહે છે.

સોશિયલ મીડિયા ઉપર બીજાના સારા ફોટા જોઇને લોકો પોતાને નીચા સમજવા લાગે છે. ઈંસ્ટાગ્રામ અને બીજા પ્લેટફોર્મ ઉપર બીજાની સારી તસ્વીરો એવી અસર કરે છે કે, તેનાથી લોકોની પોતાના વિષે વિચારસરણી નેગેટીવ થવા લાગે છે. સોશિયલ મીડિયા ઉપર માત્ર નજર નાખવાથી અલગ અસર થાય છે, અને જો તમે સેલ્ફી લઈને તેને એડિટ કરીને પોતાને સારા બનાવીને દુનિયા સામે રજુ કરો છો તો તેની માનસિક અસર થાય છે.

કેમ કે તમે સેલીબ્રીટી કે પછી તે લોકોથી પ્રભાવિત થાવ છો, જે તમારી નજરમાં સુંદર કે હેન્ડસમ છે. રીસર્ચમાં એ વાત જાણવા મળી છે કે, આપણે કોની સાથે સરખામણી કરીએ છીએ તે મહત્વનું હોય છે.

હીન ભાવના :

સિડનીની મેક્વેરી યુનીવર્સીટીની જેસ્મીન ફાર્દુલેએ તેના વિષે રીસર્ચ કર્યું છે. જેસ્મીન કહે છે કે, લોકો પોતાની સરખામણી ઈંસ્ટાગ્રામ ઉપર અપલોડ કરવામાં આવેલી તસ્વીરો સાથે કરવા લાગે છે. હંમેશા એવા લોકો પોતાને નબળા આંકે છે. જેસ્મીને યુનીવર્સીટીના ૨૨૭ વિદ્યાર્થીનીઓ ઉપર તેના વિષે પ્રશ્ન પૂછ્યા. તેમણે જણાવ્યું કે, તે પોતાની આજુ બાજુના લોકોની સરખામણીમાં પોતાને ઓછી સુંદર માને છે. સેલીબ્રેટીઝની સરખામણીમાં પણ તે પોતાને નીચા સમજે છે.

જે લોકોને આ વિદ્યાર્થીનીઓ ઘણી ઓછી ઓળખતી હતી, તેને લઈને હીન ભાવના વધુ હતી. જેસ્મીન કહે છે કે, આપણે જે લોકો વિષે વધુ જાણીએ છીએ તેની સાચી સુંદરતાથી માહિતગાર હોઈએ છીએ. અને જેનાથી દુર હોઈએ છીએ, તેની સુંદરતાને લઈને મનમાં વહેમ ઉભા કરી લઈએ છીએ. જયારે સોશિયલ મીડિયા ઉપર હંમેશા લોકો પોતાને વધારી ઘટાડીને રજુ કરે છે.

નકારાત્મક અસર :

આમ તો સોશિયલ મીડિયાની દરેક તસ્વીર તમારી ઉપર નેગેટીવ અસર કરે તે પણ જરૂરી નથી. ઘણા બધા લોકો પોતાની સાચી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર મુકે છે. ઘણી વખત આ તસ્વીરો સાચી હોય છે, તો ઘણી વખત દેખાવ પણ. તેના વિષે બ્રિટેનની બ્રિસ્ટોલ યુનીવર્સીટીની એમી સ્ટેલરે ૨૦૧૭ માં રીસર્ચ કર્યું હતું. એમીએ યુનીવર્સીટીની ૧૬૦ વિદ્યાર્થીની સાથે વાત કરી.

જે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા ઉપર માત્ર કસરત કરવા વાળી તસ્વીર જોઈ, તેના મગજમાં એવી તસ્વીરોની નકારાત્મક અસર થઇ. અને જેમણે પ્રેરણા આપવા વાળી માહિતી વાંચી જેમ કે, ‘તમે જેવા પણ છો સારા છો’, તેની ઉપર નેગેટીવ અસર ઓછી થઇ. તે પોતાના શરીરને લઈને હીનભાવનાના ભોગ નથી બન્યા. આગાઉ આવેલા એક બીજા રીસર્ચમાં ૧૯૫ યુવા મહિલાઓને તેની પ્રશંસા કરવા વાળી પોસ્ટ દેખાડવામાં આવી. તેમાંથી અમુક મહિલાઓને બીકીની પહેરી હતી કે કસરત વાળા પોઝ આપતી દેખાડવામાં આવી.

સેલ્ફી વાળો પ્રેમ :

લોકોમાં સેલ્ફી લેવાનું ઘણું ચલણ છે. તેઓ ક્યાંય પણ હોય, સેલ્ફી લઈને તેને ઈંસ્ટાગ્રામ કે ફેસબુક પેજ ઉપર નાખવાની શગલ વધુ છે. ઘણા બધા લોકો સાચી તસ્વીરને બનાવતી રીતે સજાવીને પોસ્ટ કરે છે. ટોરેન્ટોની યોર્ક યુનીવર્સીટીની જેનીફર મિલ્સે સેલ્ફીના શોખીનો વચ્ચે એક પ્રયોગ કર્યો. તેમણે વિદ્યાર્થીના એક સમૂહમાંથી પોતાની તસ્વીર લઈને ફેસબુક કે ઈંસ્ટાગ્રામ ઉપર નાખવાનું કહ્યું.

અમુક વિદ્યાર્થીઓએ માત્ર એક ફોટો લેવાની પરવાનગી હતી. અને બીજી થોડા વિદ્યાર્થીઓને મન પસંદ સંખ્યામાં સેલ્ફી લેવાની છૂટ હતી. તે ધારે તો પોતાની સેલ્ફી એડિટ પણ કરી શકતી હતી. જેનીફર અને તેના સાથીઓએ જોયું કે સેલ્ફી લેવાવાળી મોટાભાગની યુવતીઓને પોતાની સુંદરતા ઉપર વિશ્વાસ ન હતો. જેમણે પોતાના ફોટા સાથે છેડછાડની પરવાનગી હતી, તે પણ પોતાને નબળી સમજી રહી હતી. તેને ફરિયાદ હતી કે તે બીજા જેવી સુંદર કેમ નથી.

આત્મવિશ્વાસમાં ઘટાડો :

૨૦૧૭ માં આવેલા એક રીસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, જે લોકો સેલ્ફી લીધા પછી તેને શણગારીને અપલોડ કરવામાં વધુ સમય પસાર કરે છે, તે પોતાને લઈને આત્મવિશ્વાસની ખામીનો ભોગ બને છે. પણ સોશિયલ મીડિયા ઉપર જ રહેલી રીસર્ચ હજુ વધુ જૂની નથી થઇ. પોતે સોશિયલ મીડિયાનો સમય જ વધુ જુનો નથી થયો. એટલા માટે ખાસ કરીને તેની અસરને લઈને દાવા કરવા યોગ્ય નહિ ગણાય. પછી મોટાભાગના રીસર્ચ મહિલાઓ ઉપર જ કેન્દ્રિત રહે છે.

આમ તો સોશિયલ મીડિયા અને પુરુષોને લઈને થયેલા રીસર્ચના પરિણામો પણ તે તરફ ઈશારો કરે છે કે, જે પુરુષ ફીટનેસ સાથે જોડાયેલા ફોટા વધુ જુવે છે, તે પોતાના શરીરને લઈને નકારાત્મક વિચારસરણી ધરાવે છે. જસ્મીન કહે છે કે, સોશિયલ મીડિયાને લઈને હજુ બીજા રીસર્ચ થવા જોઈએ. ત્યારે તેની અસરને લઈને અમે ચોક્કસ પરિણામ ઉપર પહોંચી શકીએ.

તમારે શું કરવું જોઈએ?

જો તમે તમારા વિષે ખરાબ નથી અનુભવવા માંગતા તો તમારો ફોન કે આઈ-પેડ મૂકી દો. કોઈ બીજા કામમાં સમય પસાર કરો. એવા કામ દ્વારા જેનું કોઈ સુંદરતા કે શક્તિ સાથે કોઈ સંબંધ ન હોય. બીજી વાત એ છે કે તમે તે જુવો કે સોશિયલ મીડિયા ઉપર તમે કોને ફોલો કરો છો? ક્યાંક તમારી ટાઈમલાઈન ઉપર કારણ વગરની તસ્વીરોનું પુર તો નથી આવી રહ્યું ને.

એવું છે તો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમે જેને ફોલો કરો છો તેની ઉપર ફરીથી ધ્યાન આપો. હવે સંપૂર્ણ રીતે સોશિયલ મીડિયાથી દુર રહેવું તો અશક્ય છે. પરંતુ તમારી ટાઈમલાઈન ઉપર કુદરતી સુંદરતાની તસ્વીરો, ખાવા પીવાના સારા ફોટા અને જાનવરોના સુંદર ફોટા પણ આવે, તો તમે સારું અનુભવી શકશો.