શા માટે ફેબ્રુઆરી મહિનામાં જ 28 કે 29 દિવસ આવે છે, બીજા કોઈ મહિનામાં કેમ નહિ, જાણો તેના વિષે વિસ્તારથી.
એક વર્ષમાં 12 મહિના હોય છે અને આ મહિનાઓમાં 30 કે 31 દિવસ હોય છે, પણ ફેબ્રુઆરી એક એવો મહિનો છે, જેમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે. આવો આજે જાણીએ કે ખરેખર તેનું કારણ શું છે.
એ વાત તો તમે જાણો જ છો કે, ફેબ્રુઆરી વર્ષનો સૌથી નાનો મહિનો હોય છે, જેમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે. જયારે પણ ફેબ્રુઆરી મહિનો આવે છે તો દરેક લોકો આ મહિનાના દિવસોની વાત કરતા હશે. પણ શું તમે વિચાર્યું છે કે, ખરેખર ફેબ્રુઆરી મહિના સાથે એવું કેમ થાય છે? દર વર્ષમાં 12 મહિના હોય છે અને દરેક મહિનાના દિવસો નક્કી છે, જેમાં કોઈ મહિનામાં 30 તો કોઈ મહિનામાં 31 દિવસ આવે છે. પણ ફેબ્રુઆરીની સ્ટોરી કાંઈક અલગ જ છે.
ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક 28 તો ક્યારેક 29 દિવસ આવે છે. પણ શું તમે જાણો છો તેની પાછળનું ખાસ કારણ કયું છે, જેના કારણે ફેબ્રુઆરીમાં જ આવું બને છે. જો ના, તો અહીં જાણો તે કારણ વિષે, જેના લીધે ફેબ્રુઆરી મહિનો નાનો હોય છે, અને વર્ષના બીજા 11 મહિના ઉપર તેની કોઈ અસર નથી પડતી.
ફેબ્રુઆરીમાં કેમ હોય છે 28 દિવસ? ખાસ કરીને આપણી પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં 365 દિવસ અને 6 કલાક લગાવે છે. અને તેથી જ દર 4 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારાનો જોડીને તેનું સંતુલન બનાવવામાં આવે છે. તે વર્ષને લીપ યર કહેવામાં આવે છે. તે પૃથ્વી દ્વારા સૂર્યની પ્રદક્ષિણા કરવા ઉપર આધાર રાખે છે.
બીજા મહિનાઓમાં 30 કે 31 દિવસ હોવાથી ફેબ્રુઆરીમાં એડજસ્ટ કરવા માટે માત્ર 28 દિવસ અને થોડી કલાકો જ બચે છે, તો આ મહિનામાં તેને એડજસ્ટ કરી દેવામાં આવ્યા. એ કારણથી ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે અને ચાર વર્ષ પછી 29 દિવસ થઇ જાય છે.
ફેબ્રુઆરીમાં જ કેમ એડજસ્ટ થાય છે દિવસ : હવે પ્રશ્ન એ થાય છે કે છેવટે ફેબ્રુઆરીમાં જ આ દિવસ એડજસ્ટ કેમ થાય છે? તે માર્ચ, જાન્યુઆરી કે ડીસેમ્બરમાં કેમ એડજસ્ટ નથી થતા? તો મિત્રો, ફેબ્રુઆરીમાં જ દિવસ એડજસ્ટ થવા પાછળ પણ એક કારણ છે. તેનું કારણ એ છે કે પહેલા એક વર્ષમાં માત્ર 10 મહિના હોતા હતા અને વર્ષની શરુઆત માર્ચથી થતી હતી. અને અત્યારની જેમ વર્ષનો છેલ્લો મહિનો ડીસેમ્બર જ હતો અને ડીસેમ્બર પછી માર્ચ આવતો હતો.
પાછળથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના જોડવામાં આવ્યા. વર્ષ 153 BC માં જાન્યુઆરીની શરુઆત થઇ હતી. પણ તેમાં પહેલા 1 માર્ચ વર્ષનો પહેલો દિવસ થતો હતો. સાથે જ પહેલા જયારે 10 મહિનાનું વર્ષ થતું હતું તો મહિનાના દિવસ ઉપર નીચે થતા રહેતા હતા. પછી જયારે વર્ષમાં બે મહિના જોડી દેવામાં આવ્યા તો દિવસને પણ તે હિસાબે જ વિભાજીત કરવામાં આવ્યા. ત્યાર પછી ફેબ્રુઆરીમાં 28 દિવસ થઇ ગયા અને 4 વર્ષના હિસાબે 29 દિવસ આવવા લાગ્યા. ત્યારથી આ જ કેલેન્ડર ચાલે છે, જો કે પહેલા આ કેલેન્ડર ઘણી વખત બદલાઈ ચુક્યું હતું.
જો એક દિવસ વધારવામાં ન આવતે તો શું થાત? એવું કહેવામાં આવે છે કે, જો ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ન વધાર્યો હોત તો આપણે દર વર્ષે કેલેન્ડરથી 6 કલાક આગળ નીકળી જાત. એટલે કે 100 વર્ષમાં 24 દિવસ આગળ નીકળી જાત. જેને લઈને ઋતુને મહિના સાથે જોડીને રાખવું મુશ્કેલ બની જાત. અને જો એવું નહિ કરવામાં આવે તો 500 વર્ષ પછી ઉનાળો મે-જુન મહિનામાં ન આવીને ડીસેમ્બરમાં આવી હતા.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.