મોલમાં વારંવાર એસ્કેલેટર્સનો ઉપયોગ કરતા હશો, પણ ક્યારેય એ વિચાર્યું છે કે તેની સાઈડમાં બ્રશ કેમ લાગેલા હોય છે?

શું તમને ખબર છે Escalators ની બાજુમાં બ્રશ શું કામ લગાવવામાં આવે છે? અહીં જાણો તેનું કારણ.

ઘણી વખત આપણી આસ પાસ ઘણી કામની વસ્તુઓ રહેલી હોય છે. પણ ફરક એટલો હોય છે કે આપણે તે વસ્તુઓ જોઈ નથી શકતા, અથવા તો એમ કહીએ કે તેને ધ્યાન બહાર કરી દઈએ છીએ. અને જયારે આપણને તેના વિષે ખબર પડે છે, તો એવું લાગે છે કે અરે આપણે તેને સમજી કેમ ન શક્યા.

આપણે ઘણી વખત મોલમાં જતા હોઈએ છીએ. ત્યાં એક ફ્લોર પરથી બીજા ફ્લોર ઉપર જવા માટે એસ્કેલેટર્સનો ઉપયોગ કરીએ છીએ. આ એસ્કેલેટર્સમાં સાઈડમાં બ્રશ પણ લાગેલા હોય છે, જેની સાથે આપણને રમવાની ઘણી મજા આવે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે, હકીકતમાં એસ્કેલેટર્સની સાઈડમાં આ બ્રશ કેમ લાગેલા હોય છે? અમને વિશ્વાસ છે કે તમારામાંથી ઘણા લોકોએ તેના વિષે નહિ વિચાર્યું હોય. એટલા માટે આજે અમે તમને તેના વિષે જાણકારી આપવાના છીએ.

એસ્કેલેટર્સની સાઈડમાં કેમ લગાવવામાં આવે છે બ્રશ?

હકીકતમાં આ બ્રશ તમારા બુટ સાફ કરવા માટે કે મસ્તી કરવા માટે નથી લગાવેલા હોતા. તે બ્રશ લોકોની સુરક્ષા માટે લગાવવામાં આવે છે. લોજીકના હિસાબે જોઈએ તો આ બ્રશ એટલા માટે લગાવવામાં આવે છે, કે જેથી જો કોઈ વ્યક્તિ એસ્કેલેટર્સથી વધુ સાઈડમાં આવી જાય તો વસ્તુ પડવાથી કે તેનો પગ ફસાવાથી તેને ઈજા ન થાય. એટલે કે તમને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચાવવા માટે એસ્કેલેટર્સની સાઈડમાં બ્રશ લગાવવામાં આવે છે.

Nylon Bristles તમારા મગજ સાથે રમીને તમને અકસ્માતથી બચાવે છે. જો અત્યાર સુધી તમે આ વાત ઉપર ધ્યાન નહિ આપ્યું હોય, તો હવે આપજો. તેની સાથે જ એ પણ વિચારજો કે, કોઈ પણ વસ્તુ કારણ વગર નથી બનાવવામાં આવતી. દરેક વસ્તુ બનાવવા પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે, જેની દરેક વ્યક્તિ નોંધ નથી લઇ શકતા.

અને જો આ જાણકારી તમને ગમી હોય તો પોતાના મિત્રો અને સંબધીઓને જરૂર શેર કરશો, જેથી સારી વસ્તુ અને વાતો વધુ લોકો સુધી પહોંચાડી લોકોને સારી વસ્તુ વિષે જણાવી શકાય.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.