શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? જાણો તેના 3 કારણ.

ટોયલેટ પેપર હંમેશા સફેદ રંગના જ કેમ રાખવામાં આવે છે? અન્ય કોઈ કલર કેમ નહિ? જાણો તેની અજાણી વાતો.

ભલે પશ્ચિમી દેશોની સરખામણીમાં આપણા દેશમાં ટોયલેટ પેપરના ઉપયોગનું ચલણ ઘણું ઓછું છે, પણ ધીમે ધીમે તેમાં વધારો થઇ રહ્યો છે. પહેલા માત્ર હોટલોના વોશરૂમમાં પેપર ટીસ્યુ જોવા મળતા હતા. પણ હવે ઓફીસ અને ઘણા ઘરોમાં પણ તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. પણ શું તમે ક્યારેય તેના વિષે વિચાર્યું છે કે, ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? ટીશ્યુ પેપર ભલે પ્રિન્ટેડ અને રંગ બેરંગી આવતા હોય પણ ટોયલેટ પેપર હંમેશા વ્હાઈટ જ રહે છે. તેનું કારણ શું છે?

આ છે કારણ : ટોયલેટ પેપર હંમેશા સફેદ હોવા પાછળ કોઈ નિયમ નથી, પણ એવું હોવા પાછળનું કારણ વૈજ્ઞાનિક અને કમર્શિયલ છે. તે ઉપરાંત પર્યાવરણની સુરક્ષાને લઈને પણ ટોયલેટ પેપરનો રંગ સફેદ હોય છે. તેના કારણની વાત કરીએ તો બ્લીચ કર્યા વગરના પેપરનો રંગ ભૂરો હોય છે. તેને બ્લીચ કરીને સફેદ કરવામાં આવે છે. ભૂરા રંગને કલર કરવાની સરખામણીમાં બ્લીચ કરવામાં ઓછો ખર્ચ થાય છે. સામાન્ય રીતે ટોયલેટ પેપરની કિંમતો કંટ્રોલમાં રાખવા માટે કંપનીઓ તેને સફેદ જ રાખે છે.

ટેકનોલોજી ડોટકોમના રીપોર્ટ મુજબ પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો સફેદ ટોયલેટ પેપર રંગીનની સરખામણીમાં જલ્દી ડીકંપોઝ થશે. એટલા માટે પણ તેનો સફેદ રંગ રાખવો ઉત્તમ છે. સાથે જ રંગીન પેપરના ઉપયોગથી આરોગ્ય સંબંધી સમસ્યા ન થાય તે ગણતરીએ ડોક્ટર પણ સફેદ ટોયલેટ પેપરને જ ઉત્તમ માને છે.

કેટલીક કંપનીઓએ કર્યા પ્રયોગ : ટોયલેટ પેપરને સફેદ રાખવા પાછળ આટલા મહત્વના કારણ હોવા છતાં પણ કેટલીક કંપનીઓએ રંગીન કે પ્રિન્ટેડ ટોયલેટ પેપરનું પ્રોડક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ એવા પેપર ચલણમાં ન આવી શક્યા. અને આજે પણ દુનિયાના લગભગ તમામ દેશોમાં સફેદ રંગના જ ટોયલેટ પેપરનો ઉપયોગ થઇ રહ્યો છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.