ઘરમાં તુલસીનો છોડ લગાવવો કેમ જરૂરી છે? જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિષે

તે વાતથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ કે, હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ પવિત્ર અને લાભદાયક ગણવામાં આવે છે. લગભગ દરેક હિંદુ ઘરોની અંદર તુલસીનો છોડ જરૂર લગાવવામાં આવે છે. તેમજ તેની સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં લગાવવાની પરંપરા આજથી નહિ પરંતુ જુના સમયથી ચાલતી આવે છે. સદીઓથી ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉગાડવામાં આવે છે. જો કોઈ પૂજા પાઠ કે ધાર્મિક આયોજન થાય છે, તો તુલસીના છોડની વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે.

જો આપણે તુલસીના છોડના ફાયદા વિષે વાત કરીએ, તો તેના એક નહિ પરંતુ ઘણા બધા ફાયદા છે. ધાર્મિક મહત્વ ઉપરાંત આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ તુલસીના છોડના મહત્વ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા ખરેખર ઘરમાં તુલસીનો છોડ લગાવવો કેમ જરૂરી છે? તેના વિષે માહિતી આપવાના છીએ. આજે અમે તમને તુલસીના છોડના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિષે જણાવીશું.

આવો જાણીએ તુલસીના છોડના ધાર્મિક મહત્વ વિષે :

તુલસીના છોડના મહત્વ વિષે ઘણા ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં પણ તુલસીના છોડની વિશેષતાઓનું વર્ણન જોવા મળે છે. જયારે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણજીની પૂજા કરવામાં આવે છે, તો તેની પૂજા તુલસી વગર અધુરી માનવામાં આવે છે. તે ઉપરાંત હનુમાનજીને પણ ભોગમાં તુલસી ચડાવવામાં આવે છે. હનુમાનજીને તુલસીના પાંદડા અતિ પ્રિય છે.

તુલસીના પાંદડા અને ગંગાજળને વાસી નથી માનવામાં આવતા. તે બંને વસ્તુ વાસી અને અપવિત્ર થતી નથી.

માન્યતા મુજબ જે ઘરની અંદર રોજ તુલસીના છોડની પૂજા અર્ચના થાય છે, તે ઘરમાં યમદૂત પ્રવેશ નથી કરતા, એટલું જ નહિ પરંતુ રોજ તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે.

જો આપણે પુરાણ મુજબ જોઈએ, તો જો ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે, તો તેનાથી વ્યક્તિના પાછળના જન્મના તમામ પાપ દુર થાય છે.

આવો જાણીએ તુલસીના છોડને વૈજ્ઞાનિક મહત્વ વિષે :

વૈજ્ઞાનિક મહત્વ મુજબ જોવામાં આવે તો જો તુલસીના પાંદડાનું નિયમિત સેવન કરવામાં આવે, તો તેનાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ કંટ્રોલમાં રહે છે.

તુલસીનો છોડ ઘણી ચેપી બીમારીઓમાંથી છુટકારો અપાવવા માટે ઘણો જ અસરકારક માનવામાં આવે છે.

જો તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉગાડો છો, તો તેનાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

તુલસીના પાંદડામાં એંટીબેકટેરીયલ, એંટીફંગલ, એંટીબાયોટીક ગુણ રહેલા હોય છે, જે આપણા શરીરની અંદર ચેપ સામે લડવા માટે સક્ષમ માનવામાં આવે છે.

ઉપરોક્ત તુલસીના છોડના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિષે માહિતી આપવામાં આવી છે. તુલસીનો છોડ આપણા માટે ઘણો જ લાભદાય માનવામાં આવે છે. તુલસીના છોડના એક નહિ પરંતુ ઘણા બધા ગુણ બતાવવામાં આવે છે. જો આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોઈએ તો વાસ્તુ શાસ્ત્રમાં તુલસીનો છોડ ઘરના વાસ્તુ સંબંધિત દોષને દુર કરે છે, જો તમે તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં લગાવો છો, તો તેનાથી તમને શુભ પરિણામ મળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.