હાલના સમયમાં ઉનાળો આવતા જ ગરમીનું પ્રમાણ ઘણું વધતું જાય છે. પહેલા કરતા હાલમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. પહેલાના સમયમાં તો ૪૦ થી ૪૧ ડીગ્રી સુધી ગરમી વધુમાં વધુ પડતી હતી. તો હાલના સમયમાં ગરમીની શરૂઆત જ ૪૦ ડીગ્રી ઉપરથી જ થાય છે. અને વધુ માં વધુ ૫૫ કે તેથી પણ વધુ રહેતી હોય છે. અને આટલી વધુ ગરમી માણસ સહન પણ કેમ કરી શકે છે? અને તેથી જ હાલના સમયમાં ન ઇચ્છતા હોવા છતાં પણ ઘરમાં AC લગાવવું અનિવાર્ય બની ગયું છે. અને તેના વિષે થોડી જાણકારી હોવી પણ ઘણી જરૂરી છે. આ જાણકારી માંથી એક છે AC માંથી પાણી નીકળવું. તો આવો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.
જયારે AC ચાલે છે, તો તમે ધ્યાન આપ્યું હશે કે તેમાંથી પાણી નીકળે છે અને ઠંડક થાય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે AC માંથી પાણી કેમ નીકળે છે? એ આપણે બધા જાણીએ છીએ કે AC નું કામ જે તે સ્થળને ઠંડુ કરવાનું હોય છે. જ્યાં તે લગાવવામાં આવેલું હોય છે ત્યાં વાતાવરણ ઠંડુ રાખવાની સાથે સાથે જ તે રૂમમાં હ્યુમિટીડીને પણ ઓછી કરે છે.
આવો તમને ઉદાહરણ આપીને સમજાવીએ કે AC માંથી પાણી કેમ નીકળે છે. જયારે કોઈ ગ્લાસમાં ઠંડુ પાણી ભરીને મૂકી દઈએ છીએ, તો તમે જોયું હશે કે ગ્લાસની ઉપર પાણીના ટીપા જામી જાય છે, અને થોડા સમય પછી તે પાણી માં બદલાઈને ગ્લાસ ઉપર એકઠા થઇ જાય છે. જયારે AC ચાલે છે તો તેમાં રહેલા ગેસ તેમાં લાગેલા પાઈપ માંથી પસાર થાય છે અને તે પાઈપની ઉપર પાણીના ટીપા જામી જાય છે. જયારે આ ટીપા બહારના ગરમ વાતાવરણના સંપર્કમાં આવે છે તો પાણીમાં બદલાઈ જાય છે અને આ પાણી AC માંથી બહાર નીકળે છે.
અમે તમને જણાવી દઈએ કે એર કંડીશનરની અંદર કોઈલ્સના બે સેટ હોય છે. આ બે કોઈલ્સ માંથી એક કોઈલને ગરમ રાખે છે અને બીજાને ઠંડુ. કોઈલ્સની અંદરના રસાયણોમાં વારંવાર બાષ્પીભવન અને ધૂલનશીલ પ્રક્રિયા થાય છે, જે કોઈલ્સને ઠંડુ કરવામાં મદદ કરે છે. તે કારણથી AC માંથી નીકળતી હવા ઠંડી થઇ જાય છે.
જો તમારું AC પાણી વધુ કાઢે છે, તો સમજો કે તે સારી રીતે કામ કરી રહ્યું છે અને જો પાણી સારી રીતે નથી આવી રહ્યું તો બની શકે છે કે પાણી કોઈલ્સ ઉપર બરફના રૂપમાં જામી ગયું હશે. AC ની અંદર જેટલું પાણી બને છે એટલું વધુ માં વધુ બહાર નીકળવું જરૂરી હોય છે. જો વધારે પાણી બહાર ન નીકળે તો તરત એની સર્વિસ કરવો અને વધુ ખર્ચો થવાથી બચો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.