પતિ સાથે બાથરૂમ જવાની વાત કરીને ઝાડીઓ પાછળ ગઈ પત્ની… ત્યાં પહેલેથી જ કોઈ બીજા પણ બેઠા હતા

ગાઝિયાબાદના લોની વિસ્તારમાં બેહટા હાજીપુર નહર રોડ ઉપર આવેલા રેલ્વે ફાટક પાસે લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મહિલા પતિ સાથે મોટરસાયકલ ઉપર પોતાના સાસરે જઈ રહી હતી. રસ્તામાં મોટરસાયકલ પરથી ઉતરીને તે ઝાડીઓમાં લઘુશંકા માટે ગઈ હતી.

તે સમયે મહિલાને ગોળી લાગી ગઈ અને તેનું મૃત્યુ સ્થળ ઉપર જ થઇ ગયું. પોલીસ તેના પતિ ઉપર પત્નીની ગોળી મારીને હત્યા કરવાની શંકા રાખી રહી છે. પોલીસની ટુકડી તપાસમાં લાગી ગઈ છે. લોની બોર્ડર પોલીસ સ્ટેશનની સંગમ વિહાર કોલોનીમાં દુર્ગેશ કુમાર પરિવાર સાથે રહે છે. તેમણે પોતાની ૨૬ વર્ષની દીકરી કવિતાના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા બેર બાદશાહપુર, બુલંદશહેરના રહેવાસી રીન્કુ સાથે કર્યા હતા. કવિતા મંગળવારની સવારે પતિ રીન્કુ સાથે બહેનના જન્મ દિવસ ઉપર પિયર આવી હતી. સાંજે લગભગ છ વાગ્યે જન્મ દિવસ મનાવ્યા પછી કવિતા પતિ સાથે મોટરસાયકલ દ્વારા પાછી સાસરે જઈ રહી હતી.

રસ્તામાં બેહટા નહેર પર આવેલા કાઠના પુલ પાસે કવિતાએ પતિને લઘુશંકા માટે રોકાવાનું કહ્યું. પતિએ મોટરસાયકલ રોકી અને કવિતા રોડના કાંઠે ઝાડીઓમાં જતી રહી. પાંચ મિનીટ સુધી પાછા ન ફરવાથી રીન્કુ ઝાડીઓ પાસે ગયો. તેણેને જોયું તો કવિતા ખૂનથી લથપથ હતી. રીન્કુ ઘાયલ કવિતાને જેમ-તેમ કરીને દિલ્હી જીટીબી હોસ્પિટલમાં લઈ ગયા.

ત્યાર પછી રીન્કુએ કુટુંબીજનો અને પોલીસને જાણ કરી, કે કોઈએ કવિતાને બે ગોળી મારી દીધી છે. હોસ્પિટલમાં ડોકટરોએ કવિતાને મૃત જાહેર કરી દીધી. સાંજ થતા જ બેહટા નહર રોડ સુમસામ થઇ જાય છે. ત્યાં હંમેશા રાહદારીઓ સાથે લુટફાટની ઘટનાઓ થતી રહે છે.

તેવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મહિલાની લુટફાટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. આમ તો પોલીસ હજુ પતિ ઉપર શંકા કરી રહી છે. દુર્ગેશ કુમાર (સીઓ, લોની) ના જણાવ્યા મુજબ, મરનારના ગળા અને છાતીમાં બે ગોળી લાગી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી જ ઘટના ખુલ્લી પાડવામાં આવશે.

આપણા દેશમાં આજે પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આ રીતે લુંટ કરવાના બનાવો બનતા જ રહે છે, અને એવામાં દરેક સ્થળોએ પોલીસ સુરક્ષાના અભાવને કારણે ઘણા નિર્દોષ લોકો એનો ભોગ બની જાય છે. માટે આપણે પણ એના વિષે થોડા સતર્ક રહેવાની જરૂર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.