મજેદાર જોક્સ : પત્ની : આખો દિવસ બસ ક્રિકેટ ક્રિકેટ, હું ઘર છોડીને જાઉં છું. પતિ : પહેલી વખત…

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

જે પતિ પત્નીએ 21 દિવસ શાંતિપૂર્વક એક બીજાને સહન કરી લીધા,

સમજો કે ફક્ત તેમની જન્મ કુંડળી જ યોગ્ય રીતે મળી છે.

બાકી બધું ભ્રમ છે.

જોક્સ 2 :

1995 ની છોકરી : સાજન મેરા ઉસ પાર હૈ, મિલને કો દિલ બેકરાર હૈ.

2021 ની છોકરી : સાજન મેરા ઉસ પાર હૈ, જલ્દી સે આજા વરના દૂસરા તૈયાર હૈ.

જોક્સ 3 :

પત્ની (પતિને) : આખો દિવસ ક્રિકેટ, ક્રિકેટ…

હું ઘર છોડીને જઈ રહી છું.

પતિ (ક્રિકેટ કોમેન્ટરીના અંદાજમાં) :

પહેલીવાર પગનો યોગ્ય ઉપયોગ.

જોક્સ 4 :

છોકરો : આજે મારા થનારા દીકરા દીકરી મારા સપનામાં આવ્યા હતા.

છોકરી : અરે વાહ, શું કહેતા હતા તે?

છોકરો : તે કહી રહ્યા હતા,

પપ્પા પ્રયત્ન કરતા રહો,

અમારી મમ્મી તમારા ફ્રેન્ડ સર્કલમાં જ છે ,

તે તમને જરૂર મળશે.

જોક્સ 5 :

પપ્પુ : યાર લગ્નના જોડા કોણ બનાવે છે?

રાજુ : ભગવાન બનાવે છે.

પપ્પુ : અરે યાર, હું તો દરજીને બનાવવા આપી આવ્યો.

જોક્સ 6 :

દીવાલ પર લખ્યું હતું,

અહીં કુતરાઓ પેશાબ કરે છે.

આ વાંચી પપ્પુ ત્યાં પેશાબ કરી આવ્યો,

પછી હસતા હસતા પોતાના મિત્રને કહ્યું,

જો હું કેટલો હોંશિયાર છું.

પેશાબ મેં કર્યું છે અને નામ કુતરાનું આવશે.

 

જોક્સ 7 :

એક પાગલ અરીસામાં પોતાને જોઈને વિચારવા લાગ્યો,

યાર આ ભાઈને ક્યાંય જોયો છે,

ઘણી વાર સુધી ટેંશનમાં વિચારતા વિચારતા…

અરે યાર હવે યાદ આવ્યું,

આ તો એજ છે જે તે દિવસે મારી સાથે વાળ કપાવી રહ્યો હતો.

જોક્સ 8 :

આપણા દેશમાં વિશ્વાસની એટલી અછત છે કે,

મેડિકલમાં કાતર,

બેંકમાં પેન,

અને ટ્રેનમાં લોટો પણ બાંધીને રાખવામાં આવે છે.

જોક્સ 9 :

સરકારી ઓફિસના કર્મચારી એટલું ધીમું ટાઈપિંગ કરે છે કે,

ઘણી વાર તો બટન પણ બૂમો પાડે છે,

હું અહીં છું આંધળા, પહેલી લાઈનમાં દવાબ મને.

જોક્સ 10 :

પોલીસ : તને ખબર કઈ રીતે પડી કે આમના ઘરે કોઈ નથી.

ચોર : સોશિયલ મીડિયા પર આખા પરિવારે 15 ફોટા મુક્યા હતા,

સાથે જ લખ્યું હતું, In Nainital With Full Family

જોક્સ 11 :

એક સુંદર છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે ફરી રહી હતી,

તેની માં તેને બજારમાં જોઈ ગઈ.

માં એ ઘરે આવીને ગુસ્સામાં તેને ફોન કર્યો,

માં : દીકરી ક્યાં છે તું?

દીકરી : હું પરીક્ષા આપવા આવી છું.

માં ગુસ્સામાં લાલચોળ થઈને બોલી : આ પરીક્ષા ધ્યાનથી આપજે દીકરા,

આ પરીક્ષાનું રિઝલ્ટ નહિ આવવું જોઈએ.