જીવનમાં હંમેશા દુઃખી રહે છે આ આદતો વાળી પત્નીઓ, જાણો સુખી રહેવાની રીત

સુખી કે દુઃખી રહેવું ઘણે અંશે તમારા હાથમાં પણ હોય છે. જો તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી જાય તો તમારું દુઃખી રહેવું સમજાય છે, પરંતુ ઘણી વખત લોકો ઘણી જ નાની અને કારણ વગરની વાતોથી દુઃખી થઇ જાય છે. એવી વાતો જે દુઃખનું કારણ માત્ર તમારી ખોટી વિચારસરણીને કારણે જ ઉભી થાય છે. તેવામાં આજે અમે તમને થોડી એવી ટેવો વિષે જણાવીશું જે ટેવ ધરાવતી પત્નીઓ હંમેશા દુઃખી રહે છે.

૧. રાઈનો પહાડ બનાવવા વાળી :

ઘણી મહિલાઓની ટેવ હોય છે કે, તે વાતનું વતેસર બનાવી દે છે. તેને નાની નાની વાતોથી તકલીફ થાય છે અને તેને એક મોટો મુદ્દો બનાવી દે છે. તે પત્નીઓને જોઈ એવું લાગે છે કે, તેને બસ ઝગડાનું કોઈ બહાનું જોઈએ છે. તે દરેક વાતને ચોળી ચોળીને ચીકણી કરી બીજાની સામે રજુ કરે છે. તેને કારણે જ તેના ઘરમાં લડાઈ ઝગડા વધુ થાય છે, અને સામે વાળાનું મગજ ખરાબ થાય છે. તેવામાં તે ટેવ તેના દુઃખનું કારણ બની જાય છે.

૨. પૈસાની લાલચુ :

ભગવાને આપણને જેટલું આપ્યું છે તેમાં આપણે ખુશ રહેવાનું શીખવું જોઈએ. બીજાની પ્રગતી જોઈને બળવું અને તેની બરાબરીનો પ્રયાસ કરવો તમને દુઃખી થવા માટે મજબુર કરી દે છે. એટલે કે તે ફલાણા વ્યક્તિ પાસે મોટું ઘર છે, મોટી કાર છે આપણી પાસે કાંઈ નથી વગેરે પ્રકારની વિચારસરણી ન રાખો. પૈસાથી વધુ ખુશી હોય છે. તમે બસ તમારા સંબંધોને મધુર અને મજબુતી જાળવી રાખો. પૈસા તો આવતા જતા રહેશે. જરૂરી નથી કે જે શ્રીમંત હોય છે તે પણ જીવનમાં સુખી જ હોય છે. એટલે કે પૈસાના લાલચુ ન બનો.

3. વધુ ગુસ્સો કરવાવાળી :

માણસને ગુસ્સો આવવો સ્વભાવિક છે, પણ તે ગુસ્સાનું કારણ ઘણું મોટું હોય તો ઠીક છે. આમ તો ઘણી મહિલાઓને નાની એવી વાત ઉપર ગુસ્સો આવી જાય છે, પછી તેની જીભ કાતરની જેવી ચાલવા લાગે છે. તેના મોઢેથી કડવા શબ્દ નીકળે છે. આ શબ્દ તેના પતિ કે સાસરીયા વાળાને પસંદ નથી આવતા, પછી સંબંધો બગડવા લાગે છે. પ્રેમ ઓછો થઇ જાય છે. તે તમામ વસ્તુ તેમની વિરુદ્ધ થઈ જાય છે અને જીવનમાં દુઃખોનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે સારું એ છે કે, તમે તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો. શાંતિથી અને સંયમથી કામ લો.

૪. વધુ આશા રાખવાવાળી :

ઘણી મહિલાઓ પોતાના પતિ અને સાસરીયાવાળા સાથે જરૂર કરતા વધુ જ આશાઓ રાખીને બેસે છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે, દરેકની અલગ અલગ ક્ષમતા હોય છે. જો તે પોતાની આશા પૂરી કરે છે તો ચિંતા ન કરો, બધાની જીવન જીવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે.

૫. ઈર્ષા કરવી :

જો તમે એક જોઈન્ટ ફેમીલીમાં રહો છો અને તમારા સંબંધી સાથે કોઈ પણ વાતને લઈને ઈર્ષા કરો છો, તો તમે જીવનમાં ક્યારેય સુખી નથી રહી શકતા. તેવામાં ઈર્ષા પોતાના પડોશીઓ કે મિત્રોથી પણ થઇ શકે છે. એટલા માટે સારું એ રહેશે કે, તમે તમારી સરખામણી ક્યારે પણ બીજા સાથે ન કરો. તમે પોતાને સારા જરૂર બનાવો, પરંતુ તેના માટે બીજાને આધાર ન બનાવો. તમારી અલગ ઓળખાણ ઉભી કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.