શું તમને આવે છે કરોડોની લોટરી જીતવાના મેસેજ તો થઇ જાવ સાવચેત, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ.

લોટરીમાં ઇનામ લાગ્યું છે એવું કહીને આ રીતે લોકોના એકાઉન્ટ કરવામાં આવી રહ્યા છે ખાલી, જાણો તેનાથી બચવા શું કરવું.

એ વાતમાં કોઈ શંકા નથી કે મોર્ડન યુગ અને ટેકનોલોજીના આ સમયમાં સામાન્ય માણસનું જીવન પહેલાની સરખામણીમાં ઘણું સરળ થઇ ગયું છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. અને ટેકનોલોજીની બાબતમાં પણ એવું જ છે. જેમાં એક તરફ આ ટેકનોલોજીએ આપણું જીવન સરળ કરી દીધું છે. તો બીજી તરફ તેનાથી છેતરપીંડીના ઘણા નવા વિકલ્પોએ પણ જન્મ લીધો છે. વર્તમાન સમયમાં નવી નવી ટેકનીકની મદદથી મોટા પ્રમાણમાં છેતરપીંડી કરવામાં આવી રહી છે. આજે આપણે એક એવી જ રીત વિષે જાણીશું કે જેથી આપણે છેતરપીંડીથી બચી શકીએ.

લોટરીની લાલચ આપીને કમીશનની માંગણી કરે છે ઠગ : સરકારના પણ પૂરતા પ્રયત્ન રહે છે કે લોકોને જાગૃત કરે જેથી આ તમામ પ્રકારની છેતરપીંડીને રોકી શકાય. તેમ છતાં પણ લોકો ઠગોની વાતમાં આવી જ જાય છે. લોકોને જાગૃત કરવાની દિશામાં જ PIB Fact Check એ છેતરપીંડીની એક એવી રીત વિષે જણાવ્યું છે, જે હાલના દિવસોમાં ઘણી પ્રચલિત છે.

ખાસ કરીને છેતરપીંડીની આ રીતમાં ઠગ લોકો, સામાન્ય લોકોને મેસેજ કે કોલ કરીને જણાવે છે કે તમને લોટરીમાં કરોડો રૂપિયાનું ઇનામ લાગ્યું છે. તે પૈસા ટ્રાંસફર કરવાના બદલામાં તમારી પાસે કમીશન તરીકે મોટી રકમની માંગણી કરે છે.

ગુપ્ત જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે ઠગ : સામાન્ય રીતે જયારે કોઈ માણસની સામે કરોડો રૂપિયાની લોટરીનું ઇનામ હોય તો તે 5-10 હજાર રૂપિયાનું કમીશન આપવા માટે વધુ વિચાર નથી કરતા. અને ઠગના એકાઉન્ટમાં તમે કમીશન તરીકે જેવા જ પૈસા ટ્રાંસફર કરો છો, તે તરત જ ગાયબ થઇ જાય છે. એટલું જ નહિ ઘણી વખત તો તે તમારી પાસેથી ગુપ્ત માહિતી જેવી કે તમારો એકાઉન્ટ નંબર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી કોડ, ઓટીપી પણ પ્રાપ્ત કરી લે છે. એવી સ્થિતિમાં તમારા બેંક ખાતામાં રહેલી સંપૂર્ણ રકમ ખાલી થઈ શકે છે.

સાવચેત રહેવું જ બચવા માટેનો સૌથી સારો ઉપાય : તેથી જો તમને પણ ક્યારેય આવા મેસેજ, કોલ કે ઈમેલ આવે તો સાવચેત થઇ જાવ. લાખો કરોડોના ઇનામ મેળવવાની લાલચમાં તમે તમારી મહેનત અને પરસેવાથી કમાયેલા બધા પૈસા ગુમાવી શકો છો. એટલા માટે સાવચેત રહેવું જ સૌથી સારો ઉપાય છે.

જો તમારી પાસે પણ આ પ્રકારના ઇનામની રકમને લઈને કોઈ કોલ, મેસેજ કે ઈમેલ આવે તો તેને સીધે સીધા ધ્યાન બહાર કરી દો અને તમારી તરફથી કોઈ પ્રતિક્રિયા ન આપો. જો કોઈ પણ વ્યક્તિ લોટરીની રકમ મોકલવાના બદલામાં કમીશનની માંગણી કરે છે તો તરત ફોન કટ કરી દો અને એવા વ્યક્તિ વિરુદ્ધ તરત જ ફરિયાદ નોંધાવો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.