દિવાળી ઉપર માતા લક્ષ્મી સાથે હોય છે તમામ દેવતાઓની પૂજા, પણ વિષ્ણુજીની નહિ, જાણો કેમ?

દિવાળી ઉપર માતા લક્ષ્મી સાથે ભૂલથી પણ ન કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો કેમ?

આપણેને આ ધરતી ઉપર રહેતા પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ધનની જરૂર રહે છે અને ધન ધાન્યનું સુખ માં લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી માં લક્ષ્મીની સાધના આરાધના કરીને તેને પ્રસન્ન કરવાના દિવસ આવી રહ્યા છે. દિવાળી, જે અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પર્વ માનવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીની પૂરી વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે દિવાળી પર્વ ઉપર સાચા મનથી માતા લક્ષ્મીની સાધના આરાધના કરવાથી આખુ વર્ષ આર્થિક મજબુતી જળવાઈ રહે છે.

એટલું જ નહિ માં લક્ષ્મીની કૃપાથી ધનનો ભંડાર પણ ઘરોમાં ભરેલો રહે છે. તેની સાથે જ તમામ પ્રકારના સુખ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ દિવાળીના દિવસે જ રિદ્ધિ સિદ્ધીના દાતા અને પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે, ગણેશજીની કૃપાથી આખુ વર્ષ જીવનમાં તમામ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે. તે કારણે જ દરેક વર્ષઆખું સુખ અને સમૃદ્ધી માટે માતા લક્ષ્મી સાથે વિશેષ રીતે ગણપતિની વિધિ પૂર્વક પૂજા કરે છે.

દિવાળી ઉપર આ દેવી દેવતાઓની થાય છે વિશેષ પૂજા તેની સાથે જ દિવાળીનું પાવન પર્વ ઉપર ભગવાન ગણેશ અને માં લક્ષ્મી સાથે ધનના દેવતા કુબેર, માતા કાળી અને માં સરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે. જો આ બધા માટે કરવામાં આવતી વિશેષ પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કેમ નથી કરવામાં આવતી. તે પ્રશ્ન ઘણો મોટો છે, જે હંમેશા ઘણા લોકોના મનમાં આવે છે. પણ તેમને તેનો જવાબ નથી મળી શકતો.

કેમ કે ભગવાન વિષ્ણુની પત્ની માતા લક્ષ્મીને લોકો પુરા વિધિ વિધાનથી પૂજે છે. પણ વિષ્ણુજીને નહિ. ખરેખર કેમ દિવાળી ઉપર માતા લક્ષ્મીને પૂજવામાં આવે છે પણ વિષ્ણુજીને નહિ.

જાણો ભગવાન વિષ્ણુ વગર કેમ પૂજવામાં આવે છે માં લક્ષ્મી

તમામ દેવી દેવતાઓ સાથે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, તે રાત શ્રીહરિ ભગવાન વિષ્ણુની પૂજા નથી કરવામાં આવતી, કેમ કે દિવાળીનું પવન પર્વ ચાર્તુર્માસ વચ્ચે આવે છે અને તે સમય ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગનિંદ્રામાં લીન રહે છે. એ કારણે જ કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેમની અનુપસ્થિતિ સ્વભાવિક છે.

એ માત્ર એક કારણ છે કે, દિવાળી ઉપર ધનની દેવી માં લક્ષ્મી લોકોના ઘરમાં પોતાના સ્વામી શ્રીહરિ ભગવાન વિષ્ણુ વગર પધારે છે.

અને ગણેશજીની વાત કરીએ તો દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિ તેની સાથે બીજા દેવતાઓ તરફથી તેમનું પ્રતિનિધિત્વ કરે છે. દિવાળી પછી જયારે ભગવાન વિષ્ણુ કારતક પુનમના દિવસે યોગનિંદ્રા માંથી ઉઠી જાય છે, તો તમામ દેવતા એક વખત શ્રીહરિ સાથે માં લક્ષ્મીની વિશેષ પૂજા કરીને ફરીથી દિવાળી મનાવે છે, જેને દેવ દિવાળી કહેવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.