બેંકમાંથી કાઢ્યા 1 લાખ રૂપિયા પણ બંડલમાંથી નીકળી નકલી ચૂરણ વાળી નોટો

વ્યક્તિએ બેંકમાંથી ઉપાડ્યા 1 લાખ રૂપિયા, ઘરે જઈને જોયું તો બંડલમાંથી આટલા હજારની નકલી નોટ નીકળી.

યુપીના હમીરપુરમાં ઈલાહાબાદ બેંકમાંથી ખેડૂતે પૈસા ઉપાડ્યા હતા. જેમાં તેને મળેલ નોટના બંડલની વચ્ચે 500 ની 20 નોટ એટલે કે 10 હજાર રૂપિયાની નોટો નકલી નીકળી. તે નોટો બાળકોને રમવા માટે બનાવેલી નકલી ચૂરણ વાળી નોટ હતી. બેંક દ્વારા અસલી નોટો વચ્ચે નકલી નોટો મૂકીને આપવાની આ ઘટનાથી આખા ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે. આ ગ્રાહકે દીકરીના લગ્ન માટે બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા.

બેંકે તેને 500 રૂપિયાની નોટના બે બંડલ આપ્યા હતા, જેને ગ્રાહક થેલામાં નાખીને ઘરે લઈ ગયો. પછી જયારે સામાન ખરીદવા માટે તેમાંથી પૈસા કાઢ્યા તો તે બંડલમાં અસલી નોટોની વચ્ચેથી 20 નોટ બાળકોને રમવા માટે બનાવેલી નકલી નોટો નીકળી. 10 હજાર રૂપિયાની નકલી નોટો જોઈને ખેડૂત પરેશાન થઈ ગયો, અને તેણે બેંકમાં જઈને ફરિયાદ કરી તો બેંક વાળા ગોળ-ગોળ જવાબ આપીને તેને ટાળવામાં લાગેલા છે.

ખેડૂત શિવ નારાયણ તિવારીએ ઈલાહાબાદ બેંકની ઈમિલિયા શાખામાંથી પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. આ નોટોના બંડલ વચ્ચે બાળકોના રમવાવાળી નોટ મુકેલી હતી. અસલી નોટની સાઈઝની આ નકલી નોટો પર લખ્યું છે, ‘ફૂલ ઓન ફન, ભારતીય બાળકોની બેંક દ્વારા પ્રત્યાભૂત ચિલ્ડ્રન લેબલ, હું બાળકોને 500 અંક અદા કરવાનું વચન આપું છું.’ આ નકલી નોટોને ખુબ ચોકસાઈથી અસલી નોટોના બંડલ વચ્ચે સંતાડીને ખેડૂતને આપવામાં આવી હતી.

જિલ્લામાં મુસ્કુરા બ્લોકના ગહરૌલી ગામના રહેવા વાળા ખેડૂત શિવ નારાયણ તિવારીનું ઈલાહાબાદ બેંકની ઈમિલિયા શાખામાં બેંક એકાઉન્ટ છે. આ ખેડૂતની દીકરીના લગ્ન થવાના છે, એટલા માટે તેણે પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. બેંક દ્વારા તેને 500 રૂપિયાની નોટના બે બંડલ આપવામાં આવ્યા હતા, જેને લઈને તે ઘરે આવી ગયા હતા.

મંગળવારે જયારે તે સામાન ખરીદવા ગયા તો પચાસ હજારના બંડલમાં નકલી નોટ ઘણી ચોકસાઈ સાથે મુકવામાં આવી હતી. 500 ની અસલી નોટોની વચ્ચે બાળકોની રમવા વાળી નોટ નીકળી. 10 હજારની નકલી નોટો મળવા પર પરેશાન ખેડૂતે બેંકમાં જઈને નકલી નોટોની ફરિયાદ કરી, તો બેંક મેનેજર સાચા જવાબ આપવાની જગ્યાએ આડી-અવળી વાતો કરવા લાગ્યો.

કેમેરા સામે બેંક મેનેજર વિનોદ કુમારે માન્યું કે, તે દિવસે કેશિયર ન હતો. તેની જગ્યાએ બીજા વ્યક્તિએ પૈસાની ચુકવણી કરી હતી. તે દિવસના સીસીટીવી ફૂટેજ પણ નથી, કારણ કે સીસીટીવીનો વાયર ઉંદરોએ કાતરી નાખ્યો હતો.

બૂંદેલખંડમાંથી બેંકો દ્વારા ખેડૂતોના શોષણ કરવાના નવા નવા સમાચાર આવતા રહે છે. એવામાં હાલમાં આ ખેડૂતને નકલી નોટ આપી ઈલાહાબાદ બેંકે નવું કારનામુ કરીને બધાને ચોંકાવી દીધા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.