આ મહિલા સાપ પકડીને તેને છોડી દે છે જંગલમાં, સાપ કે અન્ય વન્ય જીવને બચાવવા માટે કરો આ સંસ્થાઓનો સંપર્ક.

પૃથ્વી પર દરેક સજીવને જીવવાનો સમાન અધિકાર છે, એ પછી મનુષ્ય હોય કે પશુ પક્ષી, કુદરત અને પ્રકૃતિએ ક્યારે પણ કોઈ પ્રત્યે ભેદભાવ રાખ્યો નથી. છતાં ચાલાક અને સ્વાર્થી એવો માનવ સમાજ પૃથ્વી પર પોતાનો એક અધિકાર છે એવું માને છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ આ વાત સારી રીતે જાણતા હતા. એટલા માટે તેમણે કુદરતની અમૂલ્ય એવી ભેટ પશુ પક્ષી અને વનસ્પતિને આપણી સંસ્કૃતિ સાથે વણી લીધા છે. દરેક પશુ કે પક્ષીને કોઈ પણ દેવી દેવતાના સહાયક એવા વાહન તરીકે દર્શાવ્યા છે.

આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે નાગને દેવતા તરીકે ગણાવ્યા છે. જેથી કોઈપણ વ્યક્તિ તેને રંજાડે નહિ અને તેમનું સન્માન કરે. ક્યારેય પણ કોઈપણ સજીવ બીજા સજીવને કારણ વગર નુકશાન નથી પહોંચાડતો. ફક્ત મનુષ્ય જ એક એવો જીવ છે જે પોતાના શોખ કે મજા માટે કે ખોરાક માટે બીજા જીવને નુકશાન પહોંચાડે છે. સાપ કે નાગ આપણને ઘણા ઉપયોગી છે. તે ખેડૂતોના સાથી ગણવામાં આવે છે. કારણ કે ઉભા પાકને નુકશાન પહોંચાડતા ઉંદરોને તે ખાઈ જાય છે.

કુદરતી વન્ય જીવોનું રહેઠાણ હવે દિન પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે. કારણ કે મનુષ્ય પોતાના રહેઠાણ વધારવા ચક્કરમાં જંગલોનો નાશ કરવા લાગ્યો છે. આવા સમયે કેટલીક વાર એવું બને છે કે, સાપ જેવા જીવ ખોરાક શોધવામાં માણસના રહેઠાણમાં પહોંચી જાય છે. આવા સમયે કેટલાક નિર્દય લોકો સાપ જેવા જીવને મારી નાખે છે.

એવામાં કેટલીક સેવાભાવી સંસ્થા આવા પ્રાણીના બચાવમાં આગળ આવી છે. અને એવા જ એક બહેન છે ભાવના પટેલ. જે ખુબ કુશળતાથી સાપને ડબ્બામાં પકડી લઈને દૂર તેના કુદરતી વાતાવરણમાં છોડી મૂકે છે. તે સાપને પકડીને તેને મારતા નથી, પણ તેણે જંગલ ક્ષેત્રમાં છોડી દે છે, જેથી તે તેના માટે અનુકુળ કુદરતી વાતાવરણમાં જીવી શકે.

આવી કેટલીક સંસ્થાના નંબર આપ્યા છે. જેનો તમે સંપર્ક કરી શકો છો.

Wild Life Helpline, Ahmedabad – 9898208238, 9898828609

Sarva Dharm Rakshak Seva Trust, Ahmedabad – 9725003122

Nature Preservation Group Of Ahmedabad – 9712205961, 6356351800

Jivdaya Charitable Trust Ahmedabad – 9924418184

Prayas Team Environment, surat – 9825119081, 9825229081

Nature Club (Ncseerc), surat – 9825480908, 9825057678

jeevdaya group pardi dist valsad – 9328097271

Falcon Education & Environment Trust, Bhavnagar- 9824221015

Snakes Rescues Vapi, Valsad – 9827665643