જો ઘરની મહિલાઓ સવારે ઉઠીને કરશે આ કામ, તો પરિવાર પર ક્યારેય આવશે નહિ આફત.

પોતાના પરિવારની સુખ-શાંતિ માટે દરેક મહિલાએ સવારે ઉઠીને સૌથી પહેલા કરવું જોઈએ આ કામ. દરેક વ્યક્તિ મહેનત કરીને તેમના કુટુંબ માટે પૈસા કમાય છે, જેથી તેમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ન રહે. પરંતુ ઘણા લોકોના ઘરમાં ઘણી મહેનત કરવા છતાં પણ પૈસા નથી ટકતા. એટલું જ નહિ પરંતુ કૌટુંબિક ઝગડા પણ થતા રહે છે, અને હંમેશા તણાવ ભરેલું વાતાવરણ બની રહે છે. તેની પાછળનું એક કારણ ખરાબ વાસ્તુ હોઈ શકે છે. અને જો તમે પણ તમારા કુટુંબમાં આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો આવો અમે તમને જણાવીએ છીએ આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાના ઉપાય.

આ ઉપાયોથી દુર થશે વાસ્તુદોષ : ઘરની મહિલાઓ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને ઘરના મુખ્ય દ્વાર ખોલે અને ત્યાં એક લોટો પાણીનો નાખી દે. તેનાથી વાસ્તુદોષ દુર થશે અને ધનની દેવી માં લક્ષ્મી પણ પ્રસન્ન થશે. એટલે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે.

જો ઘરમાં વાસ્તુદોષ રહે છે, તો કુટુંબના સભ્યો વચ્ચે ઝગડા થતા રહે છે. જો તમે પણ આ તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છો, તો અમાસના દિવસે ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લો અને કાચી લસ્સીનો છંટકાવ કરો. ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાન ઉપર 5 અગરબતી સળગાવો, આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તે ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે મીઠાશ વધે છે અને સુખ-શાંતિનું વાતાવરણ ઉભું થાય છે.

ખરાબ નજરથી બચવા માટે કરો આ ઉપાય : ઘરના નાના બાળકોને સૌથી વધુ ખરાબ નજર લાગે છે. જો તમારા બાળકોને પણ નજર લાગવાની સમસ્યા રહે છે, તો ગાયના કાચા દૂધને ડાબા હાથથી બાળકના માથા ઉપરથી 7 વખત ફેરવો. ત્યારબાદ આ દૂધને કોઈ રખડતા કુતરાને પીવરાવી દો. એમ કરવાથી ખરાબ નજરથી મુક્તિ મળે છે. પરંતુ ધ્યાન રહે કે આ ઉપાય માત્ર સાંજે જ કરવો.

બીમારી અને દેવામાંથી મેળવો મુક્તિ : જો તમારા ઘરના સભ્યો બીમાર રહે છે, તો મહિનામાં 2 વખત ગુગળ કે લોબાન સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી દો. તેનાથી બીમારીઓમાંથી મુક્તિ મળશે. જો તમે દેવા હેઠળ દબાયેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો ઘરની દક્ષીણ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવવો જોઈએ અને તેને સતત ચાલુ રહેવા દેવો જોઈએ. એમ કરવાથી વહેલી તકે દેવામાંથી મુક્તિ મળે છે, સાથે જ કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ સારું જળવાઈ રહે છે.

આ ઉપાયથી નહિ આવે આર્થીક તંગી : ઘણા લોકોને ત્યાં મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી. તેનું એક કારણ ખોટી દિશામાં તિજોરી રાખવી પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની તિજોરીનું મોઢું હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, તેનાથી ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસાની બચત કરવામાં પણ મદદ મળે છે.

સફળતા મેળવવા માટે કરો આ કામ : જો તમે ઘણી મહેનત કરી રહ્યા છો તેમ છતાં તમારા કામ પુરા નથી થઇ રહ્યા, તો સ્પષ્ટ છે કે તમે ઉદાસ થશો. તે વખતે જો તમે કોઈ જરૂરી કામ ઉપર જાવ છો તો તે પહેલા તેની વિરુદ્ધ દિશામાં 4 ડગલા જરૂર ચાલો. ત્યાર પછી સીધા તમારા કામ તરફ આગળ વધો, એમ કરવાથી તમારા કામમાં અડચણ ઉભી નહિ થાય અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.