એક ડીલીવરીના 5 દિવસ પછી મહિલાએ આપ્યો બીજા 2 બાળકોને જન્મ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.

મહિલાએ 5 દિવસમાં ત્રણ બાળકોને આપ્યો જન્મ, તોડ્યો આ વર્લ્ડ રેકોર્ડ, જાણો વિસ્તારથી.

ત્રણ બાળકોનો જન્મ એક સાથે થવો હવે સામાન્ય થઈ ગયું છે. પણ આજે આપણે એક એવી મહિલા વિષે જાણીશું જેણે ત્રણ બાળકોને જન્મ તો આપ્યો, પણ ત્રણ બાળકોની ડીલીવરીમાં પાંચ દિવસનું અંતર હતું. તે ત્રણેય બાળકો સ્વસ્થ છે. તેની સાથે જ ન્યુયોર્કની આ મહિલાના નામે ડીલીવરી વચ્ચે સૌથી વધુ સમયગાળાનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

ન્યુયોર્કની 33 વર્ષીય કાયલી ડેશેને 28 ડીસેમ્બર 2019 ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો, અને તેના 5 દિવસ પછી એટલે કે 2 જાન્યુઆરી 2020 ના રોજ બે જુડવા બાળકોને જન્મ આપ્યો. તેની સાથે જ કાયલીએ જુના રેકોર્ડને તોડીને વર્તમાનમાં ત્રણ બાળકોના જન્મ વચ્ચે સૌથી ઓછા સમયગાળાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે, 22 અઠવાડિયાની ડીલીવરીમાં બાળકોના જીવતા રહેવાની માત્ર 9 ટકા જ સંભાવના રહે છે, પણ કાયલીના ત્રણે બાળકો સ્વસ્થ છે, જે હાલ 17 મહિનાના છે.

28 ડીસેમ્બર 2019 ના રોજ કાયલીએ પહેલા બાળકને જન્મ આપ્યો. આ ડીલીવરી માત્ર 22 અઠવાડિયામાં થઇ. તેના લીધે જન્મ લેવા વાળા શિશુના બચવાની સંભાવના ઘણી ઓછી હતી. કાયલીની કોખમાં બે બીજા શિશુ હતા, જેને લઈને ડોક્ટર્સ ઇચ્છતા હતા કે તેમની ડીલીવરી મોડેથી થાય, પણ પાંચ દિવસ પછી 2 જાન્યુઆરી 2020 ના રોજ કાયલીએ ફરીથી પ્રસવ પીડા થઇ, ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહિયાં કાયલીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો.

કાયલીએ જણાવ્યું કે તે ચાર વર્ષથી ગર્ભવતી થવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાર પછી પતિ બ્રેંડનની સલાહથી આઈવીએફ દ્વારા ગર્ભધારણ કરવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું કે, પહેલાથી જ તેમની પાસે દત્તક લીધેલો દીકરો અને સાવકી દીકરી હતી, પણ અમે તેમના માટે એક ભાઈ બીજો હોય એવું ઇચ્છતા હતા. તેમણે જણાવ્યું કે, અમે એકને બદલે બે ભ્રુણ રાખવાનો નિર્ણય લીધો, કારણ કે અમે વિચાર્યું હતું કે અમારી પાસે બાળક માટે ઉત્તમ તક છે.

તેમણે જણાવ્યું કે, અમને જણાવવામાં આવ્યું હતું કે જોડિયા બાળકો થવાની 10 ટકા સંભાવના હતી. તેમજ ત્રણ બાળકોની માં બનવામાં માત્ર એક ટકા જ સંભાવના હતી, એટલા માટે ક્યારેય આશા રાખી ન હતી કે ત્રણ બાળકો જન્મ લેશે. જયારે અમને ખબર પડી કે અમારે ત્રણ બાળકો છે તો અમે ઘણા આશ્ચર્યચક્તિ હતા, તે અવિશ્વસનીય હતું. અમે એક બાળક સાથે ખુશ હતા અને હવે અમારે ત્રણ બાળકો થઇ રહ્યા હતા.

ગર્ભાવસ્થા દરમિયાન કાયલીએ જણાવવામાં આવ્યું હતું કે તેમાં ઘણું જોખમ છે. એટલા માટે તેમને એક બાળકને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે બે બાળકોને સમાપ્ત કરવાની સલાહ આપવામાં આવી, પણ તેમણે ડોક્ટરની વાત ન માની અને પોતાની ટ્રીપલ પ્રેગનેન્સી શરૂ રાખી.

તેમણે જણાવ્યું કે, 16 અઠવાડિયામાં જણાવવામાં આવ્યું કે તેમની ગર્ભાશય ગ્રીવા નિષ્ફળ થઇ રહી છે. તેની તાત્કાલિક સર્જરીની જરૂર રહેશે, નહિ તો અમે પહેલું બાળક ગુમાવી શકીએ છીએ, પણ સૌભાગ્યથી એવું ન બન્યું. ગર્ભાવસ્થાના આવનારા અઠવાડિયા માટે મારે મારા બાળકોને મારી અંદર રાખવા માટે પથારીમાં આરામ કરવા ઉપર ધ્યાન આપવું પડ્યું.

તેમણે જણાવ્યું કે, 22 માં અઠવાડિયે તે એનાટોમી સ્કેન માટે ગઈ, જ્યાં જણાવવામાં આવ્યું કે બધું ઠીક છે. તે સાંજે તેમને પ્રસુતિની પીડા થઇ, જેથી તે ઘણી ડરી ગઈ. તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા, જ્યાં તેમના પહેલા બાળકે જન્મ લીધો. એ બાળક ઘણું નાનું હતું, જેનું વજન માત્ર 454 ગ્રામ હતું. ત્યાર પછી બે બીજા બાળકોની ડીલીવરી માટે તે હોસ્પિટલમાં રોકાઈ, પણ કાંઈ થયું નહી. તેણે ડોક્ટરને બે બાળકો વિષે પૂછ્યું, તો જવાબ મળ્યો, તેના આવવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

પહેલા બાળકના જન્મના પાંચ દિવસ પછી તેમને ફરી પ્રસુતિ પીડા થઇ, જેમાં તેમણે બાકી રહેલા બે બાળકોને પણ જન્મ આપ્યો. તે બે બાળકોમાં પહેલા બાળકનું વજન પણ 500 થી 700 ગ્રામ વચ્ચે જ હતું. તેમણે જણાવ્યું કે ત્રણે બાળકોને ચાર મહિના આઈસીયુમાં રાખવામાં આવ્યા. અમે અમારા બાળકો માટે વિશ્વાસ ન ગુમાવ્યો અને અમારા બાળકોના સારા આરોગ્ય માટે લડતા રહ્યા. પછી તે સુખદ ક્ષણ આવી, જેની અમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

17 એપ્રિલના રોજ અમે અમારી સાથે પહેલા બાળક ડેક્લાનને ઘરે લઈને આવ્યા, ત્યાર પછી બીજા બાળક રોવનને 30 એપ્રિલના રોજ અને દીકરી સિયાનને 4 મે ના રોજ ઘરે લઈને આવ્યા. તે સમયે પણ બાળક ઓક્સીજન ઉપર હતા, પણ ઠંડી પસાર થઇ ગયા પછી ઓક્સીજન દુર કરી દીધું અને તે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા.

આ પહેલા દક્ષીણ કેરોલીનમાં લુઈસ જેમીસન નામની મહિલાએ 2 જાન્યુઆરી 1956 ના રોજ બપોરે 3.05 વાગે દીકરી ક્રીસ્ટીનને જન્મ આપ્યો અને ત્યાર પછી બીજા દિવસે 3 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે દીકરા કેલ્વીનને જન્મ આપ્યો. જોડિયા બાળકોના જન્મ વચ્ચેના સમયગાળાનો વિશ્વ રેકોર્ડ મૌલિ અને બેંજામીન વેસ્ટના નામે છે, જેનો જન્મ 1996 માં 90 દિવસના સમયગાળામાં થયો હતો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.