હાથ-પગમાં 31 આંગળીઓ, લોકો કહેતા હતા ચુડૈલ, પણ હવે ગિનીઝ બુકમાં નોંધાયું છે નામ

કોઈના શરીરમાં કોઈ અંગ વધારે અથવા ઓછું હોય, તો આપણા દેશમાં લોકો કાં તો તેને પરેશાન કરે છે કે પછી તેની પૂજા કરે છે. એવી જ એક મહિલા છે ઓડિશાના ગંજમ જિલ્લામાં જેને લોકો ચુડૈલ કહેતા હતા. પણ તેમનું નામ ગિનિસ બુકમાં દાખલ થઈ ચૂક્યું છે. આવો જાણીએ કે તે મહિલા કોણ છે?

ઓડિશાના ગંજમ જિલ્લામાં રહેવા વાળી આ મહિલાનું નામ છે નાયક કુમારી. 63 વર્ષની નાયક કુમારીના પગમાં 19 અને હાથમાં કુલ 12 આંગળીઓ છે. એટલે કે બધી મળીને તેમની 31 આંગળીઓ છે. તે આંગળીઓના આધાર પર નાયક કુમારીને ગિનિસ બુકમાં જગ્યા મળી છે.

જંગમ જિલ્લાના જે ગામમાં નાયક કુમારી રહે છે, ત્યાંના લોકો તેમની પાસે જતા ન હતા. લોકોએ તેમની આંગળીઓને કારણે તેમને ચુડૈલ કહેવાનું શરુ કરી દીધું હતું. એટલું જ નહિ તેમને ગામની બહાર મોકલી દેવામાં આવી હતી. જો તે કોઈની નજીક જતી હતી તો લોકો તેને મારવા લાગતા હતા.

નાયક કુમારી ગામની બહાર એક ઝૂંપડીમાં રહે છે. ગરીબ હોવાને કારણે તે પોતાનો ઇલાજ કરાવી શકી નહિ. પરિવારના લોકો પણ તેમને છોડીને જતા રહ્યા છે. નાયક કુમારી સાથે ગામનું કોઈ વ્યક્તિ વાત નથી કરતું.

વિજ્ઞાનની ભાષામાં આ બીમારીને પૉલીડૈક્ટિલી (Polydactyly) કહે છે. આ ઘણી સામાન્ય બીમારી છે. આ બીમારી 5000 લોકોમાંથી કોઈ એક વ્યક્તિને થાય છે. પણ આટલી વધારે સંખ્યામાં આંગળીઓનું હોવું થોડું અસામાન્ય છે.

હવે લોકોને આશા છે કે, ગિનિસ બુકમાં નામ આવ્યા પછી નાયક કુમારીની ગરીબી ઓછી થઈ શકે છે. બિનસરકારી સંસ્થાઓ અને સરકાર તરફથી હવે તેમને મદદ મળવાની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. પહેલી વાર સરકારે તેમની તરફ ધ્યાન આપ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, ઓડિશા સરકાર નાયક કુમારીને મકાન આપશે અને સાથે જ પેંશન પણ. આ વાત આજતક દ્વારા જણાવવામાં આવી છે. આવું થાય છે તો 63 વર્ષીય નાયક કુમારી જેમની પાસે 31 આંગળીઓ છે તેમનું જીવન સુધરી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.