આ મહિલાના એવી જગ્યાએ ઉગી રહ્યા છે વાળ, ડોક્ટર પણ છે ચકિત તમે પણ રહી જશો દંગ

તમારા શરીરમાં ઘણી જગ્યાઓ પર વાળ હોય છે. ઘણા લોકોને પોતાના વાળ પસંદ પણ હોતા નથી. એવામાં જયારે મોં માં વાળ આવી જાય છે, તો હાલત ખરાબ થઇ જાય છે. હવે તમે તેના વિષે વિચારો જેના મોં ની અંદર દાંત અને દાઢમાં વાળ નીકળી આવ્યા હોય તેની કેવી હાલત થતી હશે. જણાવી દઈએ કે, ઈટલીની એક મહિલા સાથે આવું જ કંઈક થયું છે. તેમના દાત અને દાઢની વચ્ચે વાળ ઉગી આવ્યા છે.

ઇટલીની એક 25 વર્ષની યુવતિના મોં માં દાંત અને દાઢ વચ્ચે વાળ ઉગી આવ્યા હતા. દાંત અને દાઢ આ એક ખુબ દુર્લભ બાયોલોજિકલ સ્થિતિ છે, આને લઈને ડોક્ટર પણ ચકિત છે. ડોકટરોને સમજમાં નથી આવી રહ્યું કે, આની પાછળનું કારણ શું છે?

ઇટલીના ડોકટરોનું માનવાનું છે કે, આના માટે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (Polycystic Ovary Syndrome – PCOS) નામની દુર્લભ બીમારી જવાબદાર હોઈ શકે છે. કેટલાક ડોક્ટર આને ગીંગીવલ હર્સુતિઝમ (Gingival Hirsutism) બીમારી પણ જણાવી રહ્યા છે. તેમાં શરીરના એવા ભાગમાં વાળ ઉગી આવે છે, જ્યાં વાળ હોવા જોઈએ નહિ. પણ હજુ સુધી આનું સાચું કારણ ડોક્ટરને ખબર નથી.

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (Polycystic Ovary Syndrome – PCOS) બીમારીના કારણે લોકોના શરીરના તે અંગોમાં પણ વાળ ઉગી આવે છે જ્યાં ઉગવા જોઈએ નહિ. આની સારવાર 10 વર્ષો સુધી ચાલે છે. સારવારની પ્રક્રિયામાં હાર્મોન્સનું સ્તર સુધરી જાય છે. ઈટલીની આ મહિલા 2009 માં પણ ગળા અને દાઢી (હડપચી-chin) પર વાળ ઉગવાની સમસ્યાને લઈને ડોક્ટર પાસે ગઈ હતી.

ઈટલીની જે મહિલાના મોં ની અંદર દાંત અને દાઢમાં વાળ નીકળ્યા છે તેને 15 વર્ષની ઉંમરમાં ટેસ્ટોસ્ટેરોન (Testosterone) વધારે થવાની સમસ્યા સામે આવી હતી. પરંતુ તેમની સારવાર થઇ ચુકી છે. ડોક્ટરોએ હવે તેમની દાઢની પેશીઓ (Tissues) ની તપાસ પણ કરી પરંતુ કોઈ કારણ ખબર પડી શક્યું નહિ.

આ પહેલી વખત છે જયારે કોઈ મહિલાને આ બીમારી થઇ હોય. આ પહેલા દુનિયામાં આ બીમારીથી ગ્રસિત પાંચ પુરુષ હતા. આ પુરુષોને મોં ની અંદરના દાંતો અને દાઢની વચ્ચે વાળ ઉગી આવ્યા હતા.

ડોકટરોનું પણ એવું માનવું છે કે, આ મહિલા ગિગીવલ હર્સુતિઝમ (Gingival Hirsutism) થી પીડિત છે. આ બીમારી અને આનાથી પીડિત લોકો વિષે એક રિસર્ચ રિપોર્ટ ઓરલ પેઠોલોજી જનરલમાં થોડા સમય પહેલા પ્રકાશિત થઇ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.