બજાર માંથી ખરીદેલી 850 રૂપિયાની આર્ટિફિશિયલ વીંટીને વેચવા ગઈ મહિલા, તો કિંમત સાંભળીને આવી ગયા ચક્કર

હીરાથી બનેલા ઘરેણાં પહેરવાની ઈચ્છા તો દરેક વ્યક્તિને થાય છે. પણ દરેક વ્યક્તિની હીરા પહેરવાની એ ઈચ્છા પૂરી નથી થઇ શકતી. એવી જ અધુરી ઈચ્છા હતી એક મહિલાની. તેની પાસે હિરા ખરીદવાના પૈસા ન હતા. એટલે તેણે બજાર માંથી એક એવી વીંટી શોધી કાઢી જે હીરા જેવી અસલી દેખાતી હતી.

એ મહિલા લગભગ ૩૦ વર્ષ સુધી તે વીંટીને પહેરે છે. પછી એક દિવસ જયારે તેને વીંટીના સત્યની જાણ થઈ તો એને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન થયો. મહિલાએ જણાવ્યું કે વર્ષો પહેલા તે બજારમાં ગઈ હતી અને અસલી હીરા જેવી દેખાતી આર્ટીફીશલ વીંટી ખરીદીને લાવી હતી. એણે જયારે વીંટી ખરીદી હતી, તો તેની કિંમત લગભગ ૮૫૦ રૂપિયા હતી. હીરાથી જડીત આ વીંટીને જોઈ અને તેને પહેરીને આ મહિલા ઘણી ખુશ હતી. તેણે તેને ૩૦ વર્ષ સુધી પહેરી.

૩૦ વર્ષ પછી મહિલાને ખબર નહિ શું સુઝ્યું કે, કે તેણે વીંટીને વેચવા માટે એક વ્યક્તિ સાથે સંપર્ક કર્યો. જેવી જ તે વ્યક્તિએ વીંટીને જોઈ, તેણે મહિલાને તે વેચવાનું કારણ પૂછ્યું. મહિલાએ જણાવ્યું કે તેની વીંટીમાં લાગેલો નંગ નકલી છે. તેને કારણે તે વીંટી વેચવા માંગે છે. ત્યાર પછી ઝ્વેરીએ જણાવ્યું કે જે વીંટીને તે નકલી સમજીને છેલ્લા ૩૦ વર્ષથી પહેરતી રહી, તે હકીકતમાં સાચા હીરાની વીંટી હતી.

મહિલાને એ સાંભળીને પહેલા તો વિશ્વાસ ન થયો. પછી જયારે ઝવેરીએ તે વાતને સાચી સાબિત કરી તો મહિલાના જણાવ્યા મુજબ તેને ચક્કર આવી ગયા અને તે પોતાને સંભાળી ન શકી. થોડો આરામ કર્યા પછી મહિલાને ઝવેરીએ જણાવ્યું, કે તેની વીંટી પુરા ૨૬.૨૭ કેરેટ હીરા માંથી બનેલી છે.

મહિલા ત્યાર પછી હીરાના જાણકાર પાસે પહોચી, જેણે મહિલાને વીંટીની હરાજી કરવાની સલાહ આપી. ખબર પડી કે હીરો ઘણો જુનવાણી હતો એટલે એને ખરીદવા વાળા પણ ઘણા નીકળ્યા. જયારે તેની હરાજી કરવામાં આવી તો તેની બોલી ૬ કરોડ રૂપિયા લાગી. તમામ ટેક્સને બાદ કરતા મહિલાને લગભગ ૪.૫ કરોડ રૂપિયા મળ્યા.

સારા નસીબ કહેવાય એ મહિલાનું કે એણે વીંટીને ખોટી માની હતી છતાંપણ એને વેચવાનું વિચાર્યુ, જો એણે એને ફેંકી દીધી હોત, તો આટલી મોટી રકમ એના હાથમાં ન આવત.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.