મહિલાએ પોતાના જ ઘરમાં લગાવી આગ, પછી ખુરશી પર બેસીને જોતી રહી ઘર.

ખુરશી પર બેસીને ઘરને બળતું જોયું અને પછી પોલીસ આવીને મહિલાને…

એક કહેવત પ્રખ્યાત છે કે ‘ઘરને ફૂંકીને તમાશો જોવો.’ આ કહેવત તે સમયે હકીકતમાં બની જયારે એક મહિલાએ પોતાનું ઘર ફૂંક્યું અને પોતે ઘરની બહાર આરામથી ખુરશી પર બેસીને આગની જ્વાળાઓ જોતી રહી. આ વિચિત્ર ઘટના અમેરિકામાંથી સામે આવી છે.

આ ઘટના અમેરિકાના મૈરિલૈંડ શહેરની છે. ઈન્ડિપેન્ડેટ ડોટ યુકેના એક રિપોર્ટ મુજબ, એક મહિલાએ પોતાના જ ઘરને આગના હવાલે કરી દીધું, અને પછી તે મહિલા ઘરની સામે જ ખુરશી પર બેસી ગઈ અને ત્યાંથી જ પોતાના ઘરને સળગતું જોવા લાગી.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો શેયર થઇ રહ્યો છે. ત્યાં રહેનારા લોકોએ તે મહિલાના ઘરને અંદરથી બળતું જોયું. અને આ સંપૂર્ણ ઘટનાને તે મહિલાના પાડોશીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી.

આ ઘટના પહેલા ઘરમાં કંઈક હલચલ થાય છે, પછી જોરથી અવાજો સંભળાય છે જાણે કે કોઈની સાથે ઝગડો થઇ રહ્યો હોય. ત્યાર બાદ તે ઘરમાં આગ લાગી જાય છે. ઘર બળવા લાગે છે અને મહિલા આવીને ખાસમાં ખુરશી નાખીને બેસે છે અને આરામથી પુસ્તક વાંચવા લાગે છે.

રિપોર્ટ મુજબ, મહિલાની ઓળખ ગેલ મેટવલીના રૂપમાં થઈ છે. તે મહિલાને પોલીસે કસ્ટડીમાં લઇ લીધી છે અને મૈરિલૈંડ પોલીસ તેને નોર્થ ઇન્સ્ટ બૈરકમાં લઇ ગઈ.

મૈરિલૈંડ ફાયર વિભાગ હમણાં આ વાતની તપાસમાં જોડાઈ ગઈ છે કે, છેવટે મહિલાએ આ બધું કેમ કર્યું. આ ઘટનાને પોતાની આંખે જોનારા લોકોના જણાવ્યા મુજબ એક વ્યક્તિ ઘરના બેઝમેન્ટમાં ફસાયો હતો. જેના રડવાનો અવાજ સાંભળીને તેને બારીમાંથી બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો.

હમણાં તે મહિલા પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત પોલીસ વિભાગ આ પૂર્ણ બાબતની તપાસમાં જોડાયેલી છે. મહિલાના ઘર વાળાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, તેના સિવાય પડોસીઓ સાથે પણ વાતચીત થઇ રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.