કેમ આ સ્થળ ઉપર લાલ રંગના ચપ્પલ મુકીને જઈ રહી છે મહિલાઓ?

ઇઝરાયલ સરકાર દ્વારા ઘરેલુ હિંસાની વિરુદ્ધ કડક પગલા ન ઉઠાવવાને કારણે જ ત્યાંની મહિલાઓએ એક નવીન અંદાઝમાં વિરોધ કરવાનું શરુ કરી દીધું છે. ઇઝરાયલના ટેલ અવીવમાં આવેલા હબીબા સ્ક્વેયર ઉપર મહિલાઓએ લાલ રંગના ચપ્પલ રાખ્યા હતા. આ ચપ્પલ ઘરેલું હિંસાનું પ્રતિક છે.

પ્રદર્શન દરમિયાન એકઠી થયેલી મહિલાઓએ ઘરેલુ હિંસાને કારણે મૃત્યુનો ભોગ બનેલી મહિલાઓના આંકડા બોર્ડ ઉપર લખીને દેખાડ્યા, અને પોતાના કપડા ઉપર લાલ રંગ લગાવી ઘરેલું હિંસા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. મહિલાઓએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહુને સંબોધિત કરીને ‘જાગો, અમારું લોહી પણ નકામું નથી’ ના સુત્રો લગાવ્યા.

આ વિરોધ આ વર્ષે ઘરેલું હિંસાને કારણે જ મરી ગયેલી ૨૪ મહિલાઓને સમર્પિત હતો. આ વિરોધમાં ૨૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો. પ્રદર્શનમાં જોડાવા માટે ઇઝરાયલના ઘણા લોકોએ ઓફીસ પણ બંધ કરી.