તમારી જિંદગી ખરાબ કરીને કોઈ જતું રહ્યું છે તો આવી રીતે સંભાળો પોતાને,આ વાર્તાથી પ્રેરણા લો.

એકવાર ફરી સોનિયાના કાનોમાં કોઈ નો અવાજ આવ્યો કે હું તને પ્રેમ કરું છુ. સોનિયાએ પાછળ ફરીને જોયું તો ત્યાં અનિલ હતો. સોનિયા એ કહ્યું કે આખરે તું મારો પીછો કેમ નથી છોડતો ? કેમ મને હેરાન કરે છે ? હું તને પ્રેમ નથી કરતી અને તું એ લાયક પણ નથી કે કોઈ તને પ્રેમ કરે. જતો રહે અંહિયાથી અને મને એકલી છોડી દે. તારા કારણે મારૂ જીવવું હરામ થી ગયું છે. અનિલે એકવાર ફરી કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છુ અને તને ખુબજ ખુશ રાખીશ. સોનિયાને ગુસ્સો આવી ગયો. એણે અનિલને લાફો માર્યો. અને ત્યાંથી જતી રહી. પરંતુ અચાનક અનિલે સોનિયાનો હાથ પકડ્યો અને તેની સામે બ્લેડથી પોતાનો હાથ કાપ્યો. સોનિયા ડરી ગઈ અને ક્લાસથી બહાર જતી રહી.

આખા ક્લાસે અનિલનો આ તમાશો જોયો. એના પછી બે દિવસ સુધી સોનિયા કોલેજ ના આવી. બે દિવસ પછી સોનિયા કોલેજ આવી અનિલ તેની રાહ જોતો હતો. અનિલે ફરીથી આવીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. પરંતુ સોનિયાએ ફરીથી પહેલાની જેમજ ના પડી દીધી. ના પડતી વખતે સોનિયા ડરતી હતી. સોનિયાને હવે અનિલના ચહેરાથી પણ બીક લાગવા માંડેલી.

કારણકે એક ગાંડો એની પાછળ પડી ગયો હતો. તે વારે વારે તેને ના પડતી. અને તે વારે વારે પોતાનો હાથ કાપી નાખતો. સોનિયાની જિંદગી નરક બની ગઈ હતી. અને દરેક સમયે બસ અનિલ યાદ આવતો હતો. એની નજર સામે અનિલનો ચહેરો ફરતો રહેતો હતો. હવે સોનિયાને કોલેજ આવવામાં પણ બીક લાગવા માંડી હતી. જ્યારે પણ તે કોલેજ આવતી અનિલ રસ્તામાંજ તેની રાહ જોતો હતો. પછી એક દિવસ આખા ક્લાસે સોનિયાને સમજાવી. સોનિયાને માની જવા કહ્યું. સોનિયા માની ગઈ. પછી બંનેનું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું. સોનિયાને અનિલ પસંદ આવવા લાગ્યો. અનિલ સોનિયાનું પૂરું ધ્યાન રાખતો હતો. તેમનો પ્રેમ ખુબ ગાઢ થઈ ગયો હતો.

એક દિવસ સોનિયાના પડોસીએ બંનેને એકસાથે જોઈ લીધા. અને ઘરે આવીને કહી દીધું. સોનિયાને એના પપ્પાએ ખૂબ મારી. અનિલને પણ સોનિયાના પપ્પાએ એના ઘરે જઈને માર્યો. પરંતુ એ વખતે એક એવી વાત અનિલે કહી દીધી જેના કારણે એનો જીવ બચી ગયો. અનિલે કહ્યું કે મને મારવાનો કોઈ ફાયદો નથી. તમારી છોકરી જ મારી પાછળ પડી હતી.

જ્યારે આ વાત સોનિયાને ખબર પડી ત્યારે તે હેરાન થઈ ગઈ. એને સમજાતું નહોતું કે આખરે અનિલ આવું કેવી રીતે બોલી શકે. એને પપ્પાના મારથી જેટલું દૂ:ખ ના થયું એટલું અનિલની આ વાતથી થયું. સોનિયા ભાંગી પડી હતી. સોનિયાની મોટી બહેનના ધ્યાનમાં આવ્યું અને તેણે તેનું માઇન્ડ ડાઇવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો.

પણ સોનિયા આ ઉદાસીમાંથી બહાર નહોતી નીકળી શકતી. સોનિયાના પપ્પાએ સોનિયાને એને અનિલને ભૂલવા માટે એક મહિનાનો સમય આપ્યો અને કહ્યું કે એ પછી તારા લગ્ન કોઈ બીજા સાથે કરી આપીશું.

સોનિયાની બેન એને કલાકો સુધી સમજાવતી. પપ્પા જેમ કહે છે તેમ કરવા તેની બહેન એને સલાહ આપે છે. આખરે સોનિયાને બહેન અને પપ્પાની વાત સમજાઈ. એણે વિચાર્યું કે જે માણસ સાથે એને કઈ લેવાદેવા નથી તો પછી એ શું કામ એનું જીવન બરબાદ કરે. સોનિયા લગ્ન માટે માની ગઈ અને લગ્ન કરી લીધાં. પરંતુ તે આજે પણ પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતને ભૂલી નથી શકી.

તે એકવાર અનિલને મળી તેની સાથે સવાલ જવાબ લેવા માંગતી હતી. તે પૂછવાની ઇચ્છા રાખતી હતી કે આખરે તેણે કોલેજમાં તેની જિંદગી કેમ બરબાદ કરી. પણ સોનિયાનું અનિલને ફરી મળવાનું ક્યારેય ના થયું અને સોનિયા થોડાં વણઉકેલ્યાં સવાલો સાથે પોતાનું જીવન ખુશી-ખુશી જીવવા લાગી.

આ વાર્તાથી અમે ફક્ત એ જણાવવા માંગીએ છીએ કે જ્યારે કોઈ માણસને તમારા હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો તો એને સમય આવતા તેને ભૂલી જવું જોઈએ. આવું ના કરો તો તે આપને બધુ ભૂલવા માટે વિવશ કરી દેશે. આપનું જીવન હમેંશા માટે બરબાદ થઈ જશે. એટલે જે વીતી ગયું છે એને ભૂલી જવું એ જ યોગ્ય છે.