એક મહિલાએ પોતાની સુરક્ષા માટે શું કરવું જોઈએ જયારે મોડી રાત્રે ઊંચી ઇમારત ની લિફ્ટ માં એકલી…

1. એક સ્ત્રીએ ત્યારે શું કરવું જોઈએ જ્યારે તે મોડી રાત્રે કોઈ ઊંચી ઇમારતની લીફ્ટમાં કોઈ અજાણ્યા સાથે પોતે એકલી હોય.

તજજ્ઞનું કહેવું છે : – જ્યારે તમે લીફ્ટમાં પ્રવેશ કરો અને તમારે 13 માં માળે જવાનું હોય તો તમારા માળ સુધીના તમામ બટનને દબાવી દો. કોઈ પણ વ્યક્તિ તમારા પર હુમલો નહીં કરી શકે કારણકે લિફ્ટ બધા માળે ઊભી રહેશે.

2.જ્યારે તમે ઘરમાં એકલા હો અને કોઈ અજાણ્યો આપ પર હુમલો કરે તો શું કરશો ? તરત દોડીને રસોડા તરફ જાઓ.

તજજ્ઞનું કહેવું છે : – તમને ખબર છે કે રસોડામાં કઈ જગ્યાએ મરચું અને હળદર છે. અને ક્યાં ઘંટી અને પ્લેટ છે. આ બધા તમારી સુરક્ષા ના હથિયાર તરીકે કામ કરી શકે છે. એવું ના હોય તો પ્લેટ અને વાસણોને જોર-જોર થી ફેંકો ભલે તૂટી જાય. અને બૂમો પાડવાનું શરૂ કરી દો. યાદ રાખો કે બૂમબરાડા આવી વ્યક્તિઓની દુશ્મન હોય છે. એ પોતાને પકડાઈ જાય તેવું એ નહીં ઇચ્છે.

3.રાત્રે ઓટો કે ટેક્સીમાં મુસાફરી કરતી વખતે !

તજજ્ઞનું કહેવું છે : – ઓટો કે ટેક્સીમાં બેસતી વખતે તેનો નંબર નોંધી તમારા ઘરની વ્યક્તિ કે મિત્રો સાથે મોબાઈલ પર એ ભાષામાં વાત કરી જાણ કરો કે જે ભાષા ડ્રાઈવર જાણતો હોય. મોબાઈલ પર જો વાત ના થતી હોય કે સંપર્ક ના થતો હોય તો પણ એવો ડોળ કરો કે તમે વાત કરી રહ્યાં છો અને ગાડીની માહિતી તમારા પરિવાર અને મિત્રોને મળી ચૂકી છે. એનાથી ડ્રાઇવરને આભાસ થશે કે એની ગાડીની માહિતી કોઈ વ્યક્તિ જાણે છે અને દૂ:સાહસ કર્યું તો તે તરત જ પકડાઈ જશે આવી પરિસ્થિતિમાં તે તમને સુરક્ષિત રીતે તમારા ઘરે પહોંચાડશે. જે વ્યક્તિથી ભય હોવાની આશંકા હતી હવે તે તમારી સુરક્ષાનું ધ્યાન રાખશે.

4.જો ડ્રાઈવર ગાડીને જે ગલી કે રસ્તા પર વાળી દે કે જ્યાં તમારે જવાનું જ ના હોય અને તમને અનુભવાય કે આગળ જોખમ થઈ શકે છે ? તો શું કરવું ?

તજજ્ઞનું કહેવું છે કે તમે તમારા પર્સનું હેન્ડલ કે તમારા દુપટ્ટા/ઓઢણી નો પ્રયોગ તેના ગળા પર લપેટીને પોતાની તરફ પાછળ ખેંચો તો તે પળવારમાં તે વ્યક્તિ અસહાય અને નિર્બળ થઈ જશે. જો તમારી પાસે પર્સ કે દુપટ્ટો ના હોય તો પણ તમે ના ગભરાશો. તમે તેના શર્ટ ના કોલરને પાછળથી ખેંચશો તો જે બટન લગાડેલું હોય છે તે પણ એજ કામ કરશે અને તમને તમારા બચાવનો મોકો મળી જશે.

5.જો રાત્રે કોઈ તમારો પીછો કરતું હોય ત્યારે.

તજજ્ઞનું કહેવું છે : – કોઈ પણ નજીકની ખુલ્લી દુકાન કે ઘરમાં ઘૂસીને તેમણે પોતાની તકલીફ બતાવો. જો રાત હોવાના કારણે બંધ હોય તો નજીકમાં એટીએમ હોય તો એટીએમ ના કેબિનમાં ઘૂસી જાઓ કારણકે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. ઓળખાણ છતી થવાના ભય થી કોઇની પણ તમારા પર હુમલો કરવાની હિમ્મત નહીં થાય.

આખરે માનસિકરૂપથી જાગરૂક હોવું એ જ તમારું તમારી પાસે રહેવાવાળું સૌથી મોટું હથિયાર સાબિત થશે.

કૃપા કરીને સમગ્ર નારી શક્તિ જેમનું તમે વિચારો છો તેમને ફક્ત જણાવો જ નહીં પણ તેમને જાગૃત પણ કરો. આપની નારી શક્તિ ની સુરક્ષા માટે આવું કરવું. આ ફક્ત આપણી નૈતિક જવાબદારી જ નથી,ફરજ પણ છે.

પ્રિય મિત્રો આનાથી સમગ્ર નારી શક્તિ-આપણી માતાશ્રી,બહેન,પત્ની અને મહિલા મિત્રોને જણાવો.

તમને બધાને નમ્ર નિવેદન છે કે આ સંદેશ ને મહિલા શક્તિની જાણકારી માં અવશ્ય લાવવું તે સમગ્ર નારી શક્તિની સુરક્ષામાં મદદરૂપ સાબિત થશે. એવો અમારો વિશ્વાસ છે.
જય હિન્દ.