ભૈરવબાબાનું અદ્દભુત મંદિર, ભક્તો ઉપર સંકટ આવતા પહેલા મૂર્તિની આંખોમાંથી નીકળવા લાગે છે આંસુ

લોકોને ભગવાન ઉપર ક્યાંકને ક્યાંક વિશ્વાસ જરૂર હોય છે તે કારણે જ લોકો હંમેશા ભગવાનની પૂજા અર્ચના કરે છે, તેમના મનમાં એ વિશ્વાસ રહે છે કે ભગવાન તેમને તમામ તકલીફો માંથી છુટકારો અપાવી શકે છે, લોકો હંમેશા ઘણા મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને પોતાની તમામ મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે, તેને તમે ભક્તોની સાચી શ્રદ્ધાની અસર પણ કહી શકો છો કે પછી ભગવાનનો ચમત્કાર માની શકો છો.

આમ જોવા જઈએ તો આપણા દેશ આખામાં એવા ઘણા બધા પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર છે જ્યાં ભગવાન પોતાના ભક્તોને તમામ મુશ્કેલી માંથી ઉગારે છે, પરંતુ આજે અમે તમને એક એવા પ્રસિદ્ધ અને અદ્દભુત મંદિર વિષે જાણકારી આપવાના છીએ જ્યાં જો ભક્તો ઉપર કોઈ સંકટ આવે છે તો ત્યાં રહેલા ભગવાનની મૂર્તિની આંખો માંથી પાણી પડવા લાગે છે એટલે તે મૂર્તિની આંખો માંથી આંસુ નીકળવા લાગે છે.

અમે તમને જે પ્રસિદ્ધ અને અનોખા મંદિરની જાણકારી આપી રહ્યા છીએ તે મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં સ્થાપિત છે, અહિયાં ભૈરવ બાબાની અનોખી મૂર્તિ છે જો કે તે વ્રજ્રેશ્વરી દેવીના મંદિરમાં સ્થાપિત છે, એવું કહેવામાં આવે છે કે અહિયાં આસપાસના વિસ્તારોમાં જેવી કોઈ મુશ્કેલી આવવાની થાય તેવી જ ભૈરવ બાબાની મૂર્તિ માંથી આંસુ પડવા લાગે છે, જેથી અહીયાના સ્થાનિક લોકો આવનારી મુશ્કેલીઓનો પહેલાથી જ અદાઝો લગાવી લે છે.

જેવા જ ભૈરવ બાબાની મૂર્તિ માંથી આંસુ પડે છે તેવા જ અહીયાના સ્થાનિક નાગરીકો આવનારી સમસ્યાનું અનુમાન લગાવી લે છે. ભૈરવ બાબાની આ મૂર્તિ વિષે એવું કહેવામાં આવે છે કે આ મૂર્તિ ૫૦૦૦ વર્ષથી પણ વધુ જૂની છે, વ્રજ્રેશ્વરી દેવી મંદિરમાં સ્થાપિત ભૈરવ બાબાની મૂર્તિ માંથી આંસુ પડતા સ્પષ્ટ જોવા મળે છે, જો કે તે આસું ભક્તોની મુશ્કેલીઓ કાપવા માટે માનવામાં આવે છે

જેવા તેમની મૂર્તિ માંથી આંસુ પડે છે તેવા જ લોકો ભગવાનની વિશેષ પૂજા અર્ચના શરુ કરી દે છે અને હવન પણ કરે છે, એવું કહેવામાં આવે છે કે તેમ કરવાથી ભૈરવ બાબા ભક્તો ઉપર આવનારા સંકટને દુર કરે છે.

અહિયાંના સ્થાનિક લોકોના કહેવા મુજબ વર્ષ ૧૯૭૬-૧૯૭૭ માં કાંગડા બજારમાં ભીષણ અગ્નિકાંડ થયો હતો, જેના કારણે ઘણી દુકાનોને નુકસાન પહોચ્યું હતું, ત્યારપછીથી જ દર નવેમ્બર અને ડીસેમ્બર મહિના વચ્ચે કાંગડા જયંતિ મનાવવામાં આવે છે અને હવન કરવામાં આવે છે, આ મંદિરના પુજારીનું એવું કહેવું છે કે અહિયાં ભૈરવ બાબાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

ખરેખર જોવામાં આવે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી, ભૈરવ બાબાના આ મંદિર સાથે લોકોની અતુટ શ્રદ્ધા જોડાયેલી છે, આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે અને ભૈરવ બાબા પાસે પોતાના જીવનની મુશ્કેલીઓ દુર કરવાની પ્રાર્થના કરે છે, જે ભક્ત પોતાનું દુઃખ સંકટ બાબા સામે મુકે છે તેને બાબાના આશીર્વાદ મળે છે અને તમામ મુશ્કેલીઓ દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.