દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં 10 કરોડ દીવા બને છે, વેપાર 1000 કરોડ રૂપિયા નો

સન ૧૯૩૨ માં ગુજરાતમાંથી અહિયાં આવીને કુંભાર પરિવારે દુનિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી વિસ્તાર ધારાવીના કુંભારવાડાને સૌથી મોટુ દીવડાનું બજાર બનાવી દીધુ છે. ૧૨.૫ એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં એક હજાર પરિવાર માટીના દીવડા, કુંડા અને સજાવટની બીજી વસ્તુ બનાવે છે.

આ દિવસોમાં અહિયાં દિવાળીની ખરીદી માટે ગોવા, શોલાપુર, નાગપુર, નાસિક, સુરત અને વડોદરામાંથી મોટા પ્રમાણમાં વેપારીઓ આવી રહ્યા છે. વર્ષ આખામાં અહિયાં લગભગ ૧૦ કરોડ દીવડા બનાવવામાં આવે છે. તેને લઈને કુંભારવાડાને નવું નામ પણ આપવામાં આવ્યું છે અને એ છે ‘પોટરી વિલેજ’.

કુંભારવાડાના સૌથી મોટા દીવડાના વેપારી નરોત્તમ ટાંક જણાવે છે કે, અમારે ત્યાં બનેલા ડિઝાઈનર દીવડાને અમેરિકા, બ્રિટેન, કેનેડા અને ખાડી દેશો સુધી મોકલીએ છીએ. તેનું ઓનલાઈન વેચાણ પણ થવા લાગ્યું છે. એટલું જ નહિ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ આ કારીગરો પાસેથી કળા શીખવા આવતા રહે છે. તાલીમ માટે કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે.

દરેક પરિવાર વર્ષમાં એક લાખ દીવડા બનાવે છે :

ધારાવી પ્રજાપતિ સહકારી ઉત્પાદન સંઘના અધ્યક્ષ કમલેશ ચોત્રોડા જણાવે છે કે, અહિયાં દરેક કુંભાર પરિવાર વર્ષ આખામાં લગભગ ૧ લાખ દીવડા બનાવે છે. તેમાંથી મહિનામાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની આવક થાય છે. દર વર્ષે અહિયાંથી ૮ થી ૧૦ કરોડ દીવડા વેચાય છે. લગભગ ૫૦ લાખ દીવડા વિદેશ જાય છે. અહિયાં દીવડા, પોટરી અને સુશોભન સામગ્રીનો વેપાર ૧૦૦૦ કરોડ રૂપિયાનો છે.

આર્કિટેક્ટ, ઈંટીરીયર ડેકોરેટર અહિયાં પોટરી આર્ટ શીખે છે :

એવા જ ક્લાસ ચલાવવા વાળા યુસુફ ગલવાની જણાવે છે કે, આર્કિટેક્ટ, ઈંટીરીયર ડેકોરેટર અને પોટરી આર્ટીસ્ટ કામ શીખવા આવી રહ્યા છે. તેમના માટે આ દિવસોમાં અમે છ મહિનાના કલાસીસ ચલાવી રહ્યા છીએ, જેમાં ફી ૭૦૦૦ રૂપિયા મહિનાના છે.

ધારાવી પ્રજાપતિ સહકારી ઉત્પાદક સંઘના ઉપાધ્યક્ષ દેવજી ચિત્રોડાને કુંભારવાડ આ દિવસોમાં પરિવર્તન તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે. તે જણાવે છે કે, પર્યાવરણને ધ્યાનમાં રાખીને અહિયાં જૈવ ઇંધણથી ચલાવવામાં આવતી ધુમાડા વગરની ૭ ભઠ્ઠીઓ પણ લગાવી દેવામાં આવી છે.

આખું પરિવાર કામ કરે છે :

પુરુષ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી પૈડા ચલાવે છે, અને મહિલાઓ માટીના ગોળા બનાવવા અને દીવડા શણગારવામાં મદદ કરે છે. રોજના એક પરિવાર ૨ થી ૫ હજાર દીવડા બનાવી લે છે. સ્કુલ કોલેજોમાંથી પાછા ફરીને બાળકો પણ મદદ કરે છે. ભઠ્ઠીઓની દેખરેખ, દીવડા અને કુંડાને ગેરુથી રંગવા અને ચિત્રકારીનું કામ નવી પેઢી કરે છે. વેશોવર ફાઉન્ડેશન અહિયાં બનેલા ડિઝાઈનર દીવડા મોટી કંપનીઓ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.