આ છે દુનિયાની 5 સૌથી શક્તિશાળી મહિલાઓ, એક નિર્ણયથી થાય છે આખી દુનિયા પર અસર

દુનિયાની પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી તૈયાર કરી છે. જાણો કોણ છે દુનિયાની પાંચ સૌથી શક્તિશાળી મહિલાઓ?

ટોપ પાંચ સૌથી શક્તિશાળી મહિલાઓની આ લિસ્ટમાં પાંચમા સ્થાન પર જનરલ મોટર્સની સીઈઓ મેરી બર્રાનું નામ આવે છે. ઈલેક્ટ્રીક અને સેલ્ફ ડ્રાઈવિંગ વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે એમણે અરબો રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ લિસ્ટમાં ચોથા સ્થાન પર યુરોપિયન કમીશનની પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન છે. લેયેનની જવાબદારી 70 કરોડ કરતા વધારે યુરોપિયન લોકો પ્રત્યે છે.

અમેરિકામાં બીજું સૌથી મોટું પદ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકરનું હોય છે. આ પદ પર કાર્યરત કાબિજ નૈંસી પેલોસી ફોર્બ્સની યાદી અનુસાર દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી મહિલા છે.

આ લિસ્ટમાં બીજા નંબર પર યૂરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન લેગાર્ડનું નામ આવે છે. તે યૂરોપિયન સેંટ્રલ બેંકની કમાન સંભાળવા વાળી પહેલી મહિલા અધિકારી છે.

ફોર્બ્સની લિસ્ટ અનુસાર દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા જર્મનીની ચાંસલર એંજેલા મર્કેલ છે. તે ન ફક્ત જર્મનીની પહેલી મહિલા ચાંસલર છે, પણ 2005 થી સતત તે પદ પર કાર્યરત છે.

દુનિયાની સૌથી શક્તિશાળી અને તાકાતવર મહિલા એંજેલા મર્કેલનો જન્મ 17 જુલાઈ 1954 ના રોજ થયો હતો. એમના પિતા જર્મનીના પ્રોટેસ્ટેંટ ચર્ચના પાદરી હતા અને માં લૈટ્રિન અને ઈંગ્લીશ ટીચર હતા.

એંજેલા મર્કેલને પહેલા એંજેલા કાસનારના નામથી ઓળખવામાં આવતી હતી. લગ્ન પછી એમનું નામ બદલાઈને એંજેલા મર્કેલ થઈ ગયું. લગ્નના લગભગ 4 વર્ષ પછી જ એંજેલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. થોડા વર્ષો પછી એમણે બીજા લગ્ન કર્યા. વર્ષ 1990 માં એંજેલા મર્કેલ ડેમોક્રેટાઈઝડ ઓફ બ્રકમાં પ્રેસ પ્રવક્તા તરીકે નિયુક્ત થઈ. એજ વર્ષે પોલીટિશીયન પાર્ટી સીડીયુમાં જોડાઈ ગઈ હતી.

થોડા સમય પછી એંજેલા જીડીઆર સરકારમાં ઉપ પ્રવક્તાના પદ પર નિયુક્ત થઈ. એ પછી એંજેલા ચૂંટણીમાં ઉભી રહી અને જીત મેળવી. 1991 માં મહિલા અને યુવા બાબતોમાં કેન્દ્રીય મંત્રી બનેલ એંજેલાએ તે નક્કી કરી લીધું હતું કે, જર્મનીના દરેક બાળકને પ્રી પ્રાઈમરી કિંડર ગાર્ડનમાં એડમિશન મળી શકે છે.

વર્ષ 1944 માં પર્યાવરણ મંત્રી બનેલી એંજેલાના કાર્યકાળમાં બર્લિનમાં 1995 માં પહેલી યૂએન ક્લાઈમેટ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી અને ઈન્ટરનેશનલ લેવલ પર કાર્બન ડાયોક્સાઈડ ઓછું કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. 2000 માં એંજેલા પાર્ટીની નેતા બની અને 2005 માં ચૂંટણી જીતીને તે ચાંસલર બની. એંજેલા ભણવામાં હંમેશાથી સારી હતી. એમણે ફિઝિક્સમાં ડિગ્રી પ્રાપ્ત કરી અને ઈસ્ટ જર્મની એકેડમી ઓફ સાયન્સથી ક્વોન્ટમ કેમેસ્ટ્રીમાં પીએચડી કરી છે.

આ યુનિવર્સીટીથી રિસર્ચ કરવા વાળી એંજેલા એકમાત્ર ગર્લ સ્ટુડન્ટ હતી. કોલેજમાં ભણતા સમયે પોતાની પોકેટ મની કાઢવા માટે એમને બાર ટેંડરની નોકરી પણ કરી હતી. આજના સમયમાં આટલા મોટા પદ પર રહેવા છતાં પણ તે પોતાના પતિ માટે નાસ્તો બનાવે છે. આટલા મોટા પદ પર હોવા છતાં એંજેલા ઘણું સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.