દુનિયાના 5 અજીબોગરીબ કાયદાઓ, ક્યાંક જીન્સ પહેરવા પર છે પ્રતિબંધ, તો ક્યાંક જોગિંગ પર છે પ્રતિબંધ.

અહીં ચવિંગમ ખાવા પર છે પ્રતિબંધ, તો આ જગ્યા પર નથી કરી શકતા જોગિંગ, જાણો દુનિયાના 5 વિચિત્ર કાયદાઓ. સમાજને યોગ્ય રૂપથી ચલાવવા માટે કાયદો એક ઘણી જરૂરી વસ્તુ છે. જો યોગ્ય કાયદા વ્યવસ્થા ન હોય તો મુશ્કેલી વધી જવી સ્વાભાવિક વાત છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, સમાજની મુશ્કેલીઓ દૂર કરવાવાળા કાયદા જ મુશ્કેલીનું કારણ બની જાય તો શું થાય? વિશ્વમાં ઘણા એવા દેશ છે જેના કાયદા વિષે જાણીને તમે ચકિત થઈ જશો. આવો જાણીએ દુનિયાના અમુક વિચિત્ર કાયદા વિષે.

ચવિંગમ ખાવા પર પ્રતિબંધ : દારૂ, સિગરેટ, તમાકુ, પાન મસાલા વગેરે વસ્તુઓ પર પ્રતિબંધ વિષે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે, પણ શું તમે ચવિંગમ પર પ્રતિબંધ વિષે સાંભળ્યું છે? જણાવી દઈએ કે સિંગાપુરમાં વર્ષ 2004 થી જ ચવિંગમ પર પ્રતિબંધ છે. આ કાયદા પાછળ સરકારની દલીલ છે કે, સાફ-સફાઈ રાખવામાં મુશ્કેલી આવે છે. એટલું જ નહિ આ દેશમાં તમે બહારથી પણ ચવિંગમ નથી લાવી શકતા. જો તમારી પાસે ચવિંગમ છે તો તેને એયરપોર્ટ પર જ જપ્ત કરી લેવામાં આવે છે.

જોગિંગ પર પ્રતિબંધ : પૂર્વ આફ્રિકામાં બુરંડી એક એવો દેશ છે જ્યાં તમે જોગિંગ નથી કરી શકતા. સ્વાસ્થ્ય માટે જોગિંગ કરવું ભલે જ લાભદાયક છે, પણ તમે આ દેશમાં જોગિંગ નથી કરી શકતા. હકીકતમાં વર્ષ 2014 માં અહીંના રાષ્ટ્રપતિએ જોગિંગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વિચિત્ર કાયદા પાછળ તેમણે એવું કારણ આપ્યું હતું કે, લોકો અસામાજિક ગતિવિધિઓ માટે જોગિંગની મદદ લે છે.

સંસદમાં મૃત્યુ ગેરકાયદેસર : ઇંગ્લેન્ડમાં એવો કાયદો છે કે અહીં સંસદમાં કોઈનું મૃત્યુ નથી થઈ શકતું. 2007 માં તેને યુકેનો સૌથી બેઢબ કાયદો જાહેર કર્યો હતો. લોકોએ કહ્યું હતું કે આ કાયદાનો કોઈ આધાર નથી. જોકે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ કાયદા વિષે ક્યાંય લેખિત વ્યાખ્યાન નથી.

બાળકોના નામ મરજીથી નથી રાખી શકતા : એક એવો દેશ જ્યાં બાળકો તમારા છે, પણ તેમના નામ તમે પોતાની મરજી મુજબ નથી રાખી શકતા. સરકાર નક્કી કરશે કે બાળકનું નામ શું રાખવું? આ વિચિત્ર કાયદો ડેનમાર્કનો છે. ડેનમાર્કમાં તમે પોતાના બાળકોના નામ મરજી પ્રમાણે નથી રાખી શકતા. તેના માટે સરકાર તરફથી 7,000 નામોની એક યાદી આપવામાં આવશે જેમાંથી તમારે એક નામ પસંદ કરવાનું રહેશે. તમારે તમારા બાળકનું પહેલું નામ એ રીતે રાખવું પડશે જેથી તેના લિંગની જાણકારી મળે. જો તમે પોતાની પસંદનું કોઈ નામ રાખવા ઈચ્છો છો જે યાદીમાં નથી તો તમારે ચર્ચ અને સરકારની મંજૂરી લેવી પડશે.

ભૂરા જીન્સ પર પ્રતિબંધ : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની તાનાશાહીથી તો તમે પરિચિત છો. કિમ જોંગ પોતાના દેશમાં અજીબોગરીબ કાયદા બનાવવા માટે પ્રખ્યાત છે. જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં ભૂરા રંગના જીન્સ પર પ્રતિબંધ છે. પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી બચવા માટે ઉત્તર કોરિયામાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.