દુનિયાની એવી સાત જગ્યાઓ જ્યાં જવાની આજસુધી કોઈ હિમ્મત નથી કરી શક્યું

દુનિયાની એવી સાત જગ્યાઓ જ્યાં જવાની આજસુધી કોઈ હિમ્મત નથી કરી શક્યું, નામ સાંભળીને જ છૂટી જાય છે પરસેવો

દુનિયા રહસ્યોથી ભરેલી છે, અહીંયા અનેક એવી સુંદર જગ્યાઓ છે, જ્યાં માણસને વારંવાર જવાનું મન કરે છે. જ્યારે અમુક જગ્યાઓ એવી છે જ્યાં એ ક્યારેય જવા નહીં માંગે. કોઈક જગ્યા દેખાવમાં જેટલી સુંદર છે અસલમાં એટલીજ ખતરનાક પણ હોય છે. તમે ઘણી એવી જગ્યાઓ વિશે સાંભળ્યું હશે જેને લોકો ભૂતિયા કહે છે, અને એવું મને છે કે ત્યાં જવાનું હિતાવહ નથી. આ જગ્યાઓ એટલી ખતરનાક છે કે એનું નામ સાંભળીને જ લોકોનો પરસેવા છૂટી જાય છે. આજની પોસ્ટમાં અમે તમને દુનિયાની એવી સાત જગ્યાઓ વિશે જણાવીશું જે ખૂબ ભયંકર છે અને ત્યાં જવાનું વિચારીને લોકો કંપી ઉઠે છે.

સેંટિનલ આઇલેન્ડ :

સેંટિનલ આઇલેન્ડ અંદમાન અને નિકોબારમાં આવેલું છે. આ આઇલેન્ડ ધરતીનો એ છેલ્લો ભાગ છે જ્યાં માણસો રહે છે, પરંતુ અહીંયા જાવા વાળા કોઈ માણસ જીવતા રહ્યા નથી. કહી દઈએ કે અહીંયા જે માણસો મળે છે એ સામાન્ય માણસ જેવા નથી. અહીંયા મળતી આદિવાસી જનજાતિઓ ખૂબ જ ખુંખાર છે અને બહારથી આવવા વાળા કોઇ પણ માણસને જીવતા છોડતા નથી. લગભગ છ લાખ વર્ષોથી રહેવાવાળા આ આદિવાસીઓને બહારથી કોઈ પણ તેમના દ્વીપ પર આવે એ પસંદ નથી.

હુંગ્શન માઉન્ટેઇન :

હુંગ્શન પર્વત ચીનમાં આવેલો છે. જો તમને મૃત્યુથી ડરતા નથી અને તમને ખતરનાક જગ્યાઓ પર જવાનો શોખ છે, તો તમે આ પર્વત પર જઇ શકો છો. પોતાના સાંકળા રસ્તા માટે આ પર્વત આખી દુનિયામાં પ્રચલિત છે. આથી જ લોકો તેને મોતના રસ્તાથી ઓળખે છે. આ રસ્તાઓ પર નાનકડી ભૂલ તમને મોતનો રસ્તો બતાવી શકે છે. આ દુનિયાના ખતરનાક પર્વતોમાનો એક પર્વત છે.

મર્ડર વેલી :

મેક્સિકોમાં એક એવું શહેર પ્રખ્યાત છે જ્યાં પોલીસ પણ જવાથી ડરે છે. આ શહેરને લોકો ‘મર્ડર વેલી’ ના નામથી ઓળખે છે. એક સમય એવો હતો જ્યારે આ શહેરમાં લોકો ખુશીથી જીવન જીવતા હતા. આ શહેરના લોકોનો મુખ્ય વ્યવસાય કપાસની ખેતી કરવાનો હતો. પરંતુ શહેરમાં રાજ કરવાના ઈરાદાથી લોકો અંદરો અંદર એકબીજા સાથે લડવા લાગ્યા. હવે આ શહેરમાં થોડાજ લોકો રહે છે જેમનું જીવન ભય અને મોતની વચ્ચે પસાર થઇ રહ્યું છે.

રોયલ પાથ :

સ્પેનનું રોયલ પાથ દુનિયાની ભયાનક જગ્યાઓ માંથી એક છે. આ ખતરનાક રસ્તા ૩૦૦ થી ૯૦૦ ફીટની ઊંચાઈ પર છે. જેની લંબાઈ લગભગ ૨ મીટર અને પહોળાઈ માત્ર ૩ ફૂટ. જોકે આ રસ્તો હવે માણસો માટે બંધ કરી દીધો છે પણ પર્યટકો માટે એ હજુપણ પ્રસિદ્ધ છે. જણાવી દઈએ કે આ જગ્યાએથી પડીને હમણાં સુધી ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે.

ડેનાલિક ડેઝર્ટ :

ઇથિયોપિયામાં દેશની બરાબર વચ્ચે એક બહુ મોટું રણ છે, જે ડેનાલિક રણના નામથી પ્રખ્યાત છે. આ રણને દુનિયાના સૌથી ગરમ સ્થાનોમાનું એક કહેવામાં આવે છે. અહિયાંનું તાપમાન આખા વર્ષ દરમિયાન ૫૦ ડિગ્રી સેલ્શિયથી વધારે રહે છે. અહીંયા વર્ષો સુધી વરસાદ નથી થતો અને અહીંયા ઘણા બધા જીવિત જ્વાળામુખી જોવા મળે છે. આ રણમાં આવવા વાળા હજુ સુધી સેંકડો લોકો ભટકી ભટકીને જીવ ગુમાવી ચુક્યા છે.

સ્નેક આઇલેન્ડ :

દુનિયામાં સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ દરેક સાપ ઝેરીલા નથી હોતા. પરતું ઘણી પ્રજાતિઓ એટલી ખતરનાક હોય છે જે મિનિટોમાં જીવ લઇ લે છે. આ આઇલેન્ડ બ્રાઝીલથી લગભગ ૯૦ કિલોમીટર દૂર આવેલ છે. આ આઇલેન્ડનું નામ સ્નેક આઇલેન્ડ એટલા માટે પડ્યું, કેમકે અહીંયા દુનિયાના સૌથી ખતરનાક સાપ જોવા મળે છે. અહીંયા જવાવાળા કોઈ પણ વ્યક્તિ પાછા આવતા નથી.

રામરી આઇલેન્ડ :

બર્મામાં સ્થિત આ આઇલેન્ડ ખૂબ જ ખતરનાક છે. અહીંયા આવેલા જાનવરો બહુ મોટી સંખ્યામાં લોકોને નુકશાન પહોંચાડી ચુક્યા છે, એટલા માટે આ આઇલેન્ડનું નામ ગિનિસબુકમાં પણ સામેલ છે. અહીંયા ખારા પાણીના ઘણા ઝરણાઓ છે, જેમાં ખતરનાક મગર રહે છે. આ આઇલેન્ડ પર જવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરી શકે છે.

આ માહિતી ઓએમજીઇન્ડિયન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.