સામે આવ્યા ભારતમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ફોટા, જુઓ ફોટા

ભારતમાં બીજી રમતોની સરખામણીમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે. ક્રિકેટ જોવા માટે લોકો ન જાણે શું શું કરી દે છે. ક્રિકેટ ભારતના કણ કણમાં વસે છે. તેવામાં ભારતના ક્રિકેટમાં હવે એક નવો રેકોર્ડ જોડાવાનો છે. જો કે દુનિયામાં કોઈ બીજા પાસે નથી. દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમનો એવોર્ડ હવે ભારતને મળવાનો છે અને તે ગુજરાતમાં બની રહ્યું છે. આમ તો એ છેલ્લા એક વર્ષથી બની રહ્યું છે, પરંતુ હાલના દિવસોમાં ચર્ચામાં છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ બની રહ્યું છે, જો કે હવે અડધું બનીને તૈયાર થઇ ગયું છે. ગુજરાત ક્રિકેટ એશોસિએશનએ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા, ત્યાર પછીથી જ તે વાયરલ થઇ રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં બની રહેલું આ સ્ટેડીયમ જોવામાં ઘણું જ સરસ છે. આ સ્ટેડીયમ ગુજરાત ક્રિકેટ એસોશીએશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે પૂરો થયા પછી તે દેશ માટે ગર્વનું પ્રતિક બનશે.

ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમથી મોટું હશે :

સામે આવેલા થોડા ફોટા જોવાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમથી પણ મોટું હશે. ત્યાર પછી તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ બની જશે. ગુજરાત ક્રિકેટ એશોસિએશનનું આ ડ્રીમ માત્ર રાજ્ય સુધી સીમિત નથી, પરંતુ તેનાથી આખી દુનિયામાં ભારતનું કદ ઘણું જ ઊંચું થઇ જશે. આ સ્ટેડીયમ પછી ભારતનું નામ ક્રિકેટ જગતમાં ઘણું જ ઊંચું થઇ જશે.

આ સ્ટેડીયમ લગભગ ૬૩ એકરમાં ફેલાયેલું છે, જેને બનાવવામાં ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનું કામકાજ ગયા વર્ષે જાન્યુઆરી ૨૦૧૮ માં શરુ થયું હતું. ત્યાર પછી તે થોડા જ સમયમાં બનીને તૈયાર થઇ જશે. તે અડધું બની ગયું છે. તે ઉપરાંત આ સ્ટેડીયમમાં લગભગ ૧.૧૦ લાખ લોકો મેચ જોઈ શકશે. જો કે મેલબોર્નથી પણ વધારે છે. મેલબોર્નમાં ૧ લાખ લોકો બેસીને મેચ જોઈ શકે છે.

ભારતનું સૌથી મોટું સ્ટેડીયમ છે ઈડન ગાર્ડન :

હાલમાં ભારતનું સૌથી મોટું સ્ટેડીયમ ઈડન ગાર્ડન છે, જેમાં લગભગ ૬૬,૦૦૦ દર્શક એક સાથે રમતનો આનંદ લઇ શકે છે. ઈડન ગાર્ડન જોવામાં ઘણું જ સુંદર લાગે છે અને જયારે પણ આ મેદાનમાં કોઈ રાત્રી મેચ હોય છે તો તેની સુંદરતા ઘણી જ વધી જાય છે. અમદાવાદમાં સ્ટેડીયમ બન્યા પછી ઈડન ગાર્ડન દેશનું બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડીયમ બનીને રહી જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.