કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કોરોના સામે લાડવા માટે છે તૈયાર

કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં મોટા પાયે ઘણા પ્રકારની રિસર્ચ ચાલી રહી છે. વેક્સીન બનાવવાથી લઈને વાયરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને તેની શરૂઆત કઈ રીતે થઇ, આ બધી વાતોની જાણકારી મેળવવા માટે રિસર્ચ શરૂ છે.

આ દરમિયાન દુનિયાના સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર Fugaku ને પણ કોરોના વાયરસ સાથે જોડાયેલી રિસર્ચમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. તે જાપાનનું કમ્પ્યુટર છે અને હાલમાં જ તે IBM ના સમિટ સુપર કમ્પ્યુટરને પાછળ છોડીને નંબર 1 બની ગયું છે.

જાપાન પાસે હાલમાં દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર છે અને તેને કોરોના વાયરસ ટ્રીટમેન્ટ અને તેના ફેલાવા સાથે જોડાયેલી રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. Fugaku નામનું આ સુપર કમ્પ્યુટર આખી દુનિયાના સુપર કમ્પ્યુટરથી વધારે ઝડપી છે.

ટૉપ-500 સુપર કમ્પ્યુટરની લિસ્ટમાં Fugaku પહેલા નંબર પર છે. તેને જાપાનની કંપની Fujistu અને સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ Riken એ મળીને તૈયાર કર્યું છે. બીજા નંબર પર IBM નું સુપર કમ્પ્યુટર છે જેનું નામ Summit છે.

Fugaku સુપર કમ્પ્યુટર જેને કોરોના વાયરસ ટ્રીટમેન્ટ સાથે જોડાયેલી રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, તેની સ્પીડની વાત કરીએ તો તે 1 સેકન્ડમાં 4.15 લાખ કમ્પ્યુટેશન કરી શકે છે. IBM ના Summit સુપર કમ્પ્યુટરની વાત કરીએ તો Fugaku તેનાથી 2.5 ગણું ઝડપી છે.

જાપાનના Riken સેંટરમાં Fukagu સુપર કમ્પ્યુટર.

આ પહેલા સતત 4 વખત IBM નું Summit સુપર કમ્પ્યુટર નંબર 1 પર રહ્યું હતું, પણ હવે Fugaku એ તેને પાછળ છોડી દીધું છે. Fugaku માં હાલમાં પ્રયોગાત્મક રીતે કોવિડ – 19 સાથે જોડાયેલ રિસર્ચ શરૂ કરવામાં આવી ચુકી છે.

આવતા વર્ષે આ સુપર કમ્પ્યુટર સંપૂર્ણ રીતે ઑપશનલ હશે અને ત્યારે આ મશીન કોરોના વાયરસની સંભવિત ટ્રીટમેન્ટ વિષે રિસર્ચ કરવા લાયક હશે. આ સુપર કમ્પ્યુટર એક રૂમ જેટલી સાઈઝનું છે અને Fujistu સાથે ત્યાંની સરકારી ઇન્સ્ટિટ્યૂટે મળીને લગભગ 6 વર્ષમાં તેને તૈયાર કર્યું છે.

Riken સેંટર ફોર કમ્પ્યુટેશનલ સાયન્સના હેડે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, મને આશા છે કોવિડ – 19 જેવા મુશ્કેલ સામાજિક પડકાર સામે લડવામાં તેનું મોટું યોગદાન હશે.

સુપર કમ્પ્યુટરની વાત કરીએ તો તે સામાન્ય કમ્પ્યુટરની સરખામણીમાં 1,000 ગણુ વધારે ઝડપી હોય છે. સામાન્ય રીતે સુપર કમ્પ્યુટરને રિસર્ચ માટે વાપરવામાં આવે છે.

કમ્પ્યુટેશનલ સાયન્સથી લઈને અલગ અલગ ફિલ્ડમાં તેને રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ક્વોન્ટમ મિકેનિક્સ, ક્લાઈમેટ રિસર્ચ, વેધર ફોરકાસ્ટ, મોલેક્યુલર મોડલિંગ અને ઓઇલ અથવા ગેસ એક્સ્પ્લોરેશન જેવી ફિલ્ડ શામેલ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.