આ છે સંસારની સૌથી સુંદર છોકરી, ફોટા જોઈને લોકો કરી રહ્યા છે સુંદરતાના વખાણ

આમ તો સુંદરતાનો કોઈ ચોક્કસ માપદંડ નથી હોતો, દરેક વ્યક્તિ માટે તે અલગ અલગ હોય શકે છે. પરંતુ છતાં પણ વિજ્ઞાને એનું માપદંડ નક્કી કર્યું છે, અને એમના અનુસાર એક છોકરી છે જે દુનિયામાં સૌથી વધારે સુંદર છે. અને તે છોકરીનું નામ છે બેલા હદીદ.

‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી ફિ સ્ટેન્ડર્ડ’ (Golden Ratio of Beauty Phi Standard) અનુસાર ધરતીની સૌથી સુંદર મહિલા નિશ્ચિત કરવા વાળા વૈજ્ઞાનિકોએ વિક્ટોરિયાની સિક્રેટ મોડલના ચહેરાની પસંદગી કરી છે, જે આ માપદંડ પર મહદ અંશે ખરી ઉતરે છે. ગોલ્ડન રેશિયો અનુસાર બેલાનો ચહેરો 94.35 ટકા એમના માપદંડ મુજબ છે.

આજે અમે તમને બેલા હદીદના એ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, જેની ઘણી ચર્ચા થતી હોય છે. એમાં કોઈ શંકા નથી કે બેલા સુંદર બલા છે, અને તેના ફોટા જોયા પછી એના પરથી નજર જ નથી હટતી. ઈન્ટરનેટ પર આજકાલ બેલાના જ ફોટા છવાયેલા છે. દરેક વેબસાઈટ પર એમની સુંદરતાની ચર્ચા છે. ફેસબુકથી લઈને ટ્વીટર સુધી લોકો એમના ફોટા શેયર કરી રહ્યા છે. બેલાની ઉંમર 23 વર્ષ છે અને દુનિયાભરમાં એણે પોતાની ફેન ફોલોઈંગ બનાવી છે. ઈન્સ્ટાગ્રામ પર બેલાને 26.03 મિલિયન લોકો ફોલો કરે છે.

લંડનના પ્રતિષ્ઠિત હાર્લે સ્ટ્રીટના એક લોકપ્રિય ફેશિયલ કોસ્મેટિક્સ સર્જન ડો. જુલિયન ડી સિલ્વાનું માનીએ તો દરેક મહિલાના ચહેરા પર આંખો, આઈબ્રો, નાક, હોઠ, જડબું, દાઢી અને કાન આ બધાને નિર્ધારિત કરવામાં આવે છે, અને આ રેશિયોમાં જ બેલા હદીદ ક્લિયર વિનર બની. કારણ કે ફિઝિકલ પરફેક્શનના નામ પર એનો ચહેરો પરફેક્ટ નીકળયો.

લુક્સના ડિપાર્ટમેન્ટમાં બેલા હદીદની કુદરતી સુંદરતાનો હાથ ઓછો છે, કારણ કે બેલા પર તરુણાવસ્થામાં જ નોઝ જોબ કરાવવા અને ચહેરામાં ફિલર્સ ઈંજેકટ કરાવવાનો અને લિપ જોબ કરાવવાનો આરોપ પણ લાગી ચુક્યો છે. જો કે આ અફવાઓ પર બેલા હદીદે હંમેશા મૌન જ રાખ્યું છે. દુનિયાની સૌથી સુંદર મહિલાની લિસ્ટમાં બેલા હદીદ પછી બીજા નંબર પર અમેરિકાની સિંગર બિયોન્સે રહી. ત્રીજા નંબર પર અમેરિકન એક્ટ્રેસ અને મોડલ અંબર હર્ડ અને ચોથા નંબર પર અમેરિકન સિંગર અને એક્ટ્રેસ એરિયાના ગ્રાન્ડે રહી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.