દુનિયા ની સૌથી સુંદર પ્રિંસેસ.. ઘરડા સાથે લગ્ન કરીને પુરા ન થઇ શક્યા અરમાન તો ભરી લીધું મોટું પગલું

સુંદરતાની વાત આવતા જ આપણા લોકોના મગજમાં બોલીવુડ હિરોઈનોના ચહેરા આવે છે. તેની સુંદરતા આગળ બધું જ ફિક્કું લાગે છે. પરંતુ સાઉદી અરબમાં એક મુસ્લિમ રાજકુમારી છે. જેની સુંદરતા આગળ દુનિયાની મોટી મોટી હિરોઈનો પાણી ભરે છે. આ રાજકુમારી એટલી મોર્ડન છે કે આખી દુનિયાની મહિલાઓ માટે ઉદાહરણ બની ગઈ છે.

તેનું નામ અમીરા અલ તવીલ છે. ૩૪ વર્ષની આ રાજકુમારી ઘણા ખુલ્લા મનની અને આધુનિક વિચારો વાળી છે. સાઉદી અરબમાં તેના કિસ્સાની એટલી ચર્ચા થાય છે, કે કદાચ બીજા કોઈની નહિ થતી હોય. અમીરાના લગ્ન સાઉદીના પ્રિંસ અલવલીદ બિન તલાસ સાથે થયા. તે અમીરાથી ઉંમરમાં ૨૮ વર્ષ મોટા હતા.

એક સમાચાર મુજબ સાઉદીની આ સુંદર રાજકુમારીને ૧૭ વર્ષની ઉંમરમાં પ્રિંસ સાથે પ્રેમ થઇ ગયો હતો. તે એક પરીક્ષા આપી રહી હતી તે દરમિયાન તેની પ્રિંસ સાથે મુલાકાત થઇ ગઈ હતી. આ મુલાકાત બસ ૧૦ મિનીટ જ ચાલી હતી. ત્યાર પછી જ બન્નેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો, અને બન્નેએ નવ મહિના પછી ધામધૂમથી નિકાહ કરી લીધા હતા.

અમીરાએ સાઉદી અરબ જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં હિજાબ પહેરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અમીરાએ શરૂઆતમાં થોડા દિવસો હિજાબ પહેર્યુ પરંતુ પાછળથી પોતાને હિજાબની કેદ માંથી મુક્ત કરી લીધી. અમિરાની લાઈફસ્ટાઈલ ઘણી આકર્ષક છે. તેને ડ્રાઈવિંગનો ઘણો શોખ છે. તે ઘોડે સવારી પણ કરે છે. અમિરા ઘણી દાનવીર પણ છે. તેનું દિલ ઘણું જ મોટું છે. તે માત્ર માનવ કલ્યાણના કામમાં લાગી રહે છે. તેણે ૭૦ દેશોમાં જઈને સમાજસેવા કરી છે. કોઈ પણ ગરીબ તેને મળે છે તો તે તેની મદદ કરવાથી નથી ચુકતા. તેમણે હજારો ગરીબો માટે રહેણાંક પણ બનાવરાવ્યા છે.

અમીરા જ્યાં પોતે લકઝરી જીવન જીવે છે, તો તે બીજાની મદદ પણ કરે છે. રાજકુમારી અબજોપતિ છે. અમીરા ‘અલ વલીદ બિન તલાલ’ ફાઉંડેશનની અધ્યક્ષ હોવા સાથે સિલાટેક ગ્રુપની બોર્ડ ઓફ ટ્રસ્ટી છે. તે પોતાની કાર જાતે ચલાવે છે અને એમબીએ કરી ચુકી છે. મોંઘી કારો અને મોંઘા કપડાનો તેને ઘણો શોખ છે.

છુટાછેડા પછી રાજકુમારી અમિરા પોતાના પિતા અને દાદી સાથે રિયાદમાં રહે છે. તેના વિષે કહેવામાં આવે છે, કે જ્યાં જ્યાં આપત્તિ આવે છે, તે ત્યાં પહોંચીને મદદ કરે છે. પાકિસ્તાનના પુરથી લઈને સોમાલિયામાં આવેલા સંકટમાં તે ત્યાં હાજર હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.