બ્રહ્માંડનો સૌથી મોંઘો પદાર્થ, કિંમત આટલી કે આના 1 ગ્રામને અમેરિકા પણ ખરીદી નહી શકે

વાત જયારે મોંઘી વસ્તુઓની આવે તો આપણા મનમાં સૌથી પહેલા સોનું જ આવે છે. સોનું ખરેખર મોંઘી વસ્તુઓની યાદીમાં આવે છે. ઘણાં દેશમાં સોનું એમના રાજસ્વનો ભાગ પણ બને છે. આખી દુનિયા આ ધાતુની દીવાની છે. તમે કોઈ સામાન્ય વ્યક્તિને પણ પૂછશો કે, સૌથી મોંઘી વસ્તુ કઈ છે? તો એ તરત કહેશે સોનું. પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી વસ્તુઓ છે જે સોના કરતાં ઘણી વધારે મોંઘી છે. જો નથી જાણતા, તો આવો આજે અમે તમારી સમક્ષ એવી વસ્તુઓની માહિતી લઈને આવ્યા છીએ, જેમની કિંમત સોના કરતાં ઘણી વધારે છે. એમાંથી છેલ્લી વસ્તુની કિંમત તો એટલી વધારે છે કે આપણે તો શું ઘણા દેશોની સરકાર મળીને પણ એને નથી ખરીદી શકતી.

મિત્રો, આજે અમે તમને દુનિયામાં મળતી સોના કરતા પણ મોંઘી 9 વસ્તુઓ વિષે જણાવીશું, જે એટલી મોંઘી છે કે એની કિંમતને આપણે વિચારી પણ નથી શકતા.

1. કોકેઈન : આ ઝેરીલો નશો ઘણા દેશોના યુવાઓનો ભોગ લઈ ચુક્યો છે. તે ઘણા દેશોમાં પ્રતિબંધિત પણ છે. પણ તેની લત સસ્તી નથી. એક ગ્રામ કોકેઈનની કિંમત 5000 થી 8000 રૂપિયા સુધી હોય છે. એટલે કે 10 ગ્રામ કોકેઈનની કિંમત 50,000 થી લઈને 80,000 રૂપિયા સુધી હોય છે. જે સોનાની કિંમત કરતા ઘણી વધારે છે.

2. હેરોઈન : દુનિયાનો બીજો સૌથી ખતરનાક નશો હેરોઈન છે. એ ફક્ત શરીર પર જ નહિ ખીસા પર પણ ભારે પડે છે. એની કિંમત 8000 થી લઈને 12,000 રૂપિયા સુધી હોય છે. સોનાથી એની સરખામણી કરવામાં આવે તો એના 10 ગ્રામની કિંમત 1,20,000 થાય છે, જે સોનાની કિંમત કરતા ત્રણ ગણી વધારે છે.

3. પ્લેટિનમ : આજના જમાનામાં પ્લેટિનમ લોકોની પહેલી પસંદ બન્યું છે. પણ એને ખરીદવું દરેકના વશની વાત નથી હોતી. એની કિંમત 35,000 રૂપિયા પ્રતિ ગ્રામ છે. પ્લેટિનમનો ઉપયોગ કેન્સરની દવાઓમાં પણ કરવામાં આવે છે, માટે એની કિંમત ઘણી વધારે હોય છે.

4. રોડિઅમ : એનો સંબંધ પ્લેટિનમ પરિવાર સાથે છે. રોડિઅમનો ઉપયોગ ઘણી લક્ઝરી કારના એન્જીન બનાવવામાં થાય છે. તે એન્જીનમાં કાર્બનને બનતા રોકે છે. ઘણી લક્ઝરી કારોની કિંમત વધારે હોવાનું કારણ રોડિઅમની કિંમત પણ છે. રોડિઅમ ધાતુની એક ગ્રામની કિંમત 55,000 રૂપિયાથી વધારે છે.

5. પ્લુટોનિયમ : પ્લુટોનિયમ કોઈ પણ પરમાણુ હથિયાર બનાવવા માટે અને એનો ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી વસ્તુ હોય છે. વર્લ્ડ ન્યુક્લિયર એસોસિએશન પ્રમાણે તે બે પ્રકારના હોય છે. એક વેપન્સ ગ્રેડ અને બીજું રીએક્ટર ગ્રેડ. તમે જ વિચારો કે આખી દુનિયાના વૈજ્ઞાનિક જે પદાર્થની પાછળ હોય એની કિંમત કેટલી હશે? ફક્ત 1 ગ્રામ પ્લુટોનિયમની કિંમત 3 લાખ રૂપિયા છે. જો સોનાની કિંમત સાથે એની સરખામણી કરવામાં આવે તો એ સોના કરતા સો ગણું વધારે મોંઘુ છે.

6. ડાયમંડ (હીરો) : હીરા વિષે આપણે બધા જાણીએ છીએ. સોના કરતા વધારે પસંદ કરવામાં આવતા આ પથ્થરના એક ગ્રામની કિંમત 5 લાખ રૂપિયા કરતા વધારે છે. સામાન્ય રીતે એને કેરેટના હિસાબે વેચવામાં આવે છે. 1 કેરેટ એટલે લગભગ 0.2 ગ્રામ થાય છે.

7. ટ્રાઈટિયમ : ટ્રાઈટિયમ એક રેડિયો એક્ટિવ પદાર્થ છે. એનો ઉપયોગ થીએટર, સ્કૂલ, હોસ્પિટલ વગેરે જેવી ઘણી જગ્યાઓએ એકઝિટ (EXIT) ની નિશાની બનાવવા માટે થાય છે. આ નિશાનીની ખાસ વાત એ હોય છે, કે એ હંમેશા લીલા રંગથી ચમકતી રહે છે. એના 1 ગ્રામની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે. સોનાની કિંમત સાથે એની સરખામણી કરવામાં આવે તો ટ્રાઈટિયમ સોના કરતા 900 ગણું વધારે મોંઘુ છે.

8. હેફનિયમ અને ટેન્ટાલમ આઈસોમર્સ : પરમાણુ રિએક્ટરને ઠંડા રાખવા માટે વપરાતા આ બંને પદાર્થો પર વૈજ્ઞાનિકોના ઘણા રૂપિયા ખર્ચ થાય છે. એની કિંમત કોઈ પણ પૈસાદાર વ્યક્તિને પરસેવો લાવી દે છે. 1 ગ્રામ હેફનિયમ અને ટેન્ટાલમ આઈસોમર્સ ખરીદવા માટે લગભગ 1 અબજ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

9. એંટીમેટર : એંટીમેટર એક ઘણો ખાસ પદાર્થ છે. એના પર ઘણા દેશોના વૈજ્ઞાનિકો ઘણી રિસર્ચ કરી રહ્યા છે. આ પદાર્થ વિષે કહેવામાં આવે છે કે જો આ પદાર્થ વધારે માત્રામાં મળી આવે, તો ભવિષ્યમાં ઈંધણની અછત અને સ્પેસ ટ્રાવેલ ઘણું સરળ થઈ જશે. પણ એ એટલો મોંઘો પદાર્થ છે કે આ ધરતી પર કદાચ જ કોઈ પાસે તે 1 ગ્રામ જેટલું પણ હોય. વૈજ્ઞાનિક ગેરાલ્ડ ડબ્લ્યુ સ્મિથએ એની 1 ગ્રામની કિંમત 25 બિલિયન ડોલર (અબજ ડોલર) આંકી છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. નાશાના વૈજ્ઞાનિકોએ એની કિંમત 63 ટ્રિલિયન ડોલર આંકી છે, જે એટલી વધારે છે કે ભારત જેવો દેશ પણ કદાચ એને ખરીદી ન શકે.