દુનિયાની સૌથી ખર્ચાળ મહિલા, રોજ પોતાનો એક શોખ પૂર્ણ કરવા માટે ખર્ચ કરી નાખે છે 15 લાખ રૂપિયા

જયારે સુંદરતાની વાત હોય તો મહિલા કોઈપણ કિંમત ચુકવવા માટે તૈયાર થઇ જાય છે. મહિલાઓ હમેશા પોતાની સુંદરતા માટે ઘણા પૈસા ખર્ચ કરતી રહે છે. દરેક સ્ત્રીઓની એવી ઈચ્છા હોય છે કે તે ઘણી સુંદર દેખાય. પરંતુ તેના માટે જો કોઈ તમને કહે, કે તમને એક કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે તો કદાચ તમારા પગ નીચેથી જમીન જ ખસી જાય.

તમે ઘણી અમીર મહિલાઓ જોઈ હશે, તમે ભારતમાં હજુ સુધી ફક્ત નીતા અંબાણીની અમીરી જોઈ હશે, પણ આ મહિલા માત્ર સ્નાનમાં જ કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે છે. દરરોજ તેના સ્નાનનો ખર્ચ ૧૫ લાખ રૂપિયા છે. એન આમ પણ ધનવાન સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે ઢગલાબંધ નાણા ખર્ચ કરવાં તૈયાર હોય છે.

અમે તમને આ મહિલા વિષે વિસ્તારથી જણાવીશું. અમે વાત કરી રહ્યા છીએ નતાનીયા શમારેનકોવાની. નતાનિયાનો જન્મ ૧૮ મે ૧૯૭૭ માં થયો હતો. તેણે પાકિસ્તાની મૂળના બ્રિટીશ કરોડપતિ જુહુત સાથે લગ્ન કર્યા પછી પોતાનું નામ બદલીને ક્માલીયા જુહુત રાખી લીધું. ક્માલીયાના જેટલા ખર્ચ તેની સુંદરતાને લઈને થાય છે, તેનાથી પણ વધુ તો તે પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

ખાસ વાત એ છે કે ક્માલીયા સ્નાન ઉપર જ લગભગ એક કરોડ રૂપિયા લુટાવી દે છે. તે શેમ્પુથી સ્નાન કરવાનો શોખ ધરાવે છે. એ દંપતી પાસે ધન-દોલતની કોઈ કમી નથી. તેની પાસે ૧૦ ઘર છે. સાથે જ પ્રાઈવેટ જેટ અને ૫ મીલીયન યુરોનો યોર્ત પણ છે.

હિરોઈન, સિંગર અને મોડલ ક્માલીયા વર્ષ આખામાં ૪૬ લાખ રૂપિયાથી વધુ ખરીદી કરી લે છે. તે હીરા જડિત ઘડીયાળ પહેરે છે, જેની કિંમત ૪૦ લાખ રૂપિયાથી પણ વધુ છે. તેના ચશ્માંની કિંમત ૪ લાખ રૂપિયા છે. ક્માલીયાના ઘરમાં ૨૨ નોકર છે. તે બધાનો વાર્ષિક પગાર ૧.૯૪ કરોડ રૂપિયા છે.

ક્માલીયા એવી વ્યક્તિ નથી કે જે ધન મોજ-મસ્તીમાં જ ખર્ચ કરે છે, તે પાકિસ્તાનમાં ઘણા ચેરીટી વર્ક પણ કરી ચુકી છે. ક્માલીયાએ વર્ષ ૨૦૦૮ માં મિસેસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તેને બે જોડિયા દીકરીઓ અરબેલા અને મીરાબેલા છે, જેનો જન્મ ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ માં થયો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.