ભારત એક એવો દેશ છે જ્યાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો રહે છે અને એમની માન્યતાઓ પણ ઘણું મહત્વ રાખે છે. જેવું કે તમે લોકો જાણો છો કે આપણો દેશ ધાર્મિક દેશ હોવાની સાથે સાથે મંદિરોનો દેશ પણ માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં દુનિયા ભરના મંદિરો આવેલા છે, અને બધા મંદિરોની પાછળ કોઈને કોઈ વાર્તા જરૂર છે. આ મંદિરોમાં થવા વાળા ચમત્કારને જોઈને લોકોનો વિશ્વાસ એમના પ્રત્યે અતૂટ બની જાય છે. ભારત દેશમાં એવા ઘણા બધા મંદિર છે, જ્યાં ભક્ત પોતાની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે ભગવાનના દરવાજા પર આવે છે, અને પોતાના દુઃખ અને પરેશાનીને દૂર કરવાની પ્રાર્થના કરે છે.
આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા જ મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જે મંદિરની અંદર ભગવાન ડોક્ટર બની જાય છે. જી હાં, તમે લોકો એકદમ સાચું સાંભળી રહ્યા છો. એક એવું મંદિર છે જ્યાં રાતના સમયે ભગવાન ડોક્ટર બનીને લોકોનો ઈલાજ કરે છે, અને લોકો પણ ભગવાન પાસે ઈલાજ કરાવવા માટે મંદિરમાં આવે છે.
હકીકતમાં અમે જે મંદિર વિષે જાણકારી આપવાના છીએ એ મંદિર ગ્વાલિયરથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું હનુમાનજીનું મંદિર છે. મહાબલી હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. આ એક માત્ર એવા દેવતા છે જે પોતાન ભક્તોના બધા સંકટ દૂર કરે છે, અને એમની મનોકામનાઓ પુરી કરે છે. આ મંદિરમાં દૂર દૂરથી લોકો પોતાની મનોકામના અને બીમારી લઈને આવે છે. આ મંદિરની અંદર રોજ ભારે ભીડ જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરની અંદર રાતના સમયે ભગવાન જાતે ડોક્ટરનું રૂપ ધારણ કરી લે છે અને પરેશાન લોકોનો ઈલાજ કરે છે.
આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે એક સાધુ હતા જેમનું નામ શિવ કુમાર દાસ હતું, એમને કેન્સરની બીમારી થઇ હતી. શિવ કુમાર દાસ ભગવાનની સેવામાં દિવસ-રાત લાગ્યા રહેતા હતા. એમને પોતાના જીવનની જરા પણ ફિકર ન હતી. પરંતુ શિવ કુમાર દાસને ન જાણે કયારે કેન્સર જેવી જીવલેણ બીમારી થઇ ગઈ અને એમની સ્થિતિ સતત બગાડવા લાગી.
જયારે લોકોએ શિવ કુમારને ડોક્ટર પાસે લઈ જવા માટે કહ્યું તો શિવ કુમારે કહ્યું, કે એમનો ઈલાજ ભગવાન પોતે કરશે. એમનાથી મોટા આ સંસારમાં કોઈ પણ ડોક્ટર નથી. શિવ કુમારની આ વાત સાંભળીને લોકોને અજીબ લાગ્યું. ઘણા બધા લોકોના મનમાં એ વિચાર આવવા લાગ્યો કે બીમારીને કારણે એમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ન જાણે તે શું શું બોલી રહ્યા છે.
શિવ કુમાર દાસ એક દિવસ ભગવાનની શરણમાં બેઠા હતા, ત્યારે એમણે અચાનક જોયું કે ભગવાન પોતે ડોક્ટરના રૂપમાં ગળામાં એમનું સાધન લગાવી એમની સમક્ષ ઉભા હતા. આ દૃશ્ય જોઈને શિવકુમાર થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે ભગવાને શિવ કુમારનો ઈલાજ કર્યો અને તે કેન્સરની બીમારી માંથી જલ્દી જ સજા થઇ ગયા. બીજા દિવસે સવારે જયારે શિવ કુમાર દાસની વાત લોકોએ સાંભળી તો બધાને ઘણું આશ્ચર્ય થવા લાગ્યું. પરંતુ જયારે શિવ કુમાર સ્વસ્થ થઈ ગયા તો એમણે પણ એ વાત માનવી પડી.
બસ એ દિવસથી દૂર દૂરથી લોકો આ મંદિરમાં પોતાની બીમારીનો ઈલાજ કરાવવા માટે આવે છે. અને આ મંદિરની અંદર મહાબલી હનુમાનજીની ડોકટરના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર હનુમાનજીની મૂર્તિ નૃત્ય મુદ્રામાં રહેલી છે. આ મુદ્રાને જોઈને લોકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠે છે, અને પોતાની બીમારીનો ઈલાજ કરાવવા અહીં આવે છે.