શ્રીગણેશની આ 4 મૂર્તિઓની કરો પૂજા, ઘરની ગરીબી થશે દૂર, દેવી લક્ષ્મી પણ થશે પ્રસન્ન

શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોની અંદર ભગવાન ગણેશજીને સૌથી પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કે પૂજા પાઠમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ તો જોવામાં આવે તો ભગવાન ગણેશજીના ઘણા રૂપ છે અને આ અલગ અલગ રૂપોની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને માતા લક્ષમીજી પણ ખુશ થાય છે.

જો તમે કોઈ પણ શુભ કાર્ય શરુ કરો છો તો સૌ પ્રથમ ગણેશ પૂજા થાય છે. એવું કહેવામાં આવે છે કે તેમની પહેલી પૂજા કરવાથી કામમાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી થતી નથી, અને શરુ કરવામાં આવેલું કાર્ય કોઈ પણ પ્રકારની અડચણ વગર પૂર્ણ થઇ જાય છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તેની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તેના જીવનની તમામ તકલીફો દુર થાય છે. ભગવાન ગણેશજી તે વ્યક્તિના તમામ દુઃખ હરી લે છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી ભગવાન ગણેશજીની એવી ચાર ચમત્કારિક મૂર્તિઓ વિષે જાણકારી આપવાના છીએ જેની જો તમે પૂજા કરો છો તો તેનાથી તમારા કુટુંબ ઉપર ધનની દેવી માતા લક્ષ્મીજી સાથે સાથે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ રહેશે. ભગવાન ગણેશજીની આ મૂર્તિઓની પૂજા કરવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરની ગરીબી દુર થશે, અને કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહેશે.

શ્રીગણેશની આ ૪ મૂર્તિઓની કરો પૂજા :

છાણમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ :

જેમ કે તમે બધા લોકો જાણો છો કે ગાયમાં ૩૩ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે, જેને કારણે જ ગાયનું છાણ ઘણું જ શુદ્ધ માનવામાં આવે છે. જો તમે ગાયના છાણમાંથી બનેલી આ ગણેશની મૂર્તિની પૂજા કરો છો, તો તેનાથી ભગવાન ગણેશજીની સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે, તમે છાણ માંથી ગણેશજીની મૂર્તિ બનાવીને તેની અર્ચના કરો.

લાકડામાંથી બનેલી ગણેશજીની મૂર્તિ :

લાકડામાંથી બનેલા ગણેશજીની પૂજા અર્ચના કરવું પણ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને પીપળો, આંબો, લીમડો વગેરેના વુક્ષના લાકડામાંથી બનેલી ગણેશની પૂજા કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે, કેમ કે આ વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. જો તમે તેની પૂજા રોજ નિયમિત રીતે કરશો તો ઘરના તમામ પ્રકારના દોષ દુર થશે.

સફેદ આંકડાના થડમાંથી બનેલા ગણેશજી :

સફેદ આંકડાના થડમાં પણ ગણેશજીની આકૃતિ બની જાય છે, જેને શવેતાર્ક ગણેશજી કહેવામાં આવે છે. જો તમે ગણેશજીની આ મૂર્તિની પૂજા અર્ચના કરો છો, તો તેનાથી તમારા કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેના માટે તમે રવિવારના દિવસે કે પછી પુષ્ય નક્ષત્રમાં ભગવાન ગણેશજીની તે પ્રતિમા પોતાના ઘરમાં લઈને આવો અને રોજ નિયમિત રીતે પૂજા કરો.

હળદરમાંથી બનેલા ગણેશજી :

જો તમે હળદરમાંથી બનેલા ગણેશજીની પૂજા અર્ચના કરો છો, તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તેના માટે તમે હળદરની એવી ગાંઠ લો જેમાં શ્રી ગણેશજીની આકૃતિ જોવા મળી રહી હોય. હવે ભગવાન ગણેશજીનું ધ્યાન કરીને તેની પૂજા રોજ નિયમિત રીતે કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.