મહાશિવરાત્રિ પર આ વિશેષ શિવલિંગની કરો પૂજા, તમને મળશે ઘણા ચમત્કારીક ફાયદા.

ભગવાન શિવજીની પૂજા આરાધનાનો સૌથી વિશેષ દિવસ શિવરાત્રી માનવામાં આવે છે, ભગવાન શિવજીની પૂજા ઘણા પ્રકારે લોકો કરે છે, જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ ભગવાન શિવજીની શિવલિંગ તરીકે પૂજવામાં આવે છે, ઘણા લોકો એવા છે. જે શિવલિંગને જાતે બનાવીને તેની પૂજા અર્ચના કરે છે કે પછી લોકો મંદિરોમાં જઈને શિવલિંગની પૂજા કરે છે.

જો ભગવાન શિવજીની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ પારદ પથ્થરના શિવલિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, તેનો વેદો અને પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પારદ પથ્થરના શિવલિંગ ચાંદી અને પારાના મિશ્રણ માંથી તૈયાર કરવામાં આવે છે, જો તમે પારદ પથ્થરના શિવલિંગની રોજ નિયમિત રીતે પૂજા અર્ચના કરો છો, તો તેનાથી તમને શુભ પરિણામ મળે છે.

આ શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે, જો તમે આ શિવરાત્રી એટલે ૨૧ ફેબ્રુઆરીના દિવસે પારદ શિવલિંગની પૂજા કરો છો, તો તમને ઘણા લાભ પ્રાપ્ત થશે, આજે અમે તમને પારદ શિવલિંગની પૂજા કરવાથી તમને શું શું ફાયદા મળશે? તેના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ પારદ શિવલિંગની પૂજાથી કેવા મળશે ચમત્કારી ફાયદા

જો તમારા ઘરમાં પારદ શિવલિંગની પૂજા કરો છો, તો તેનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી, ભગવાન શિવ અને કુબેર દેવતા કાયમી રીતે નિવાસ કરે છે. પૌરાણીક માન્યતા મુજબ પારદ પથ્થરને ભગવાન શિવજીનો અંશ માનવામાં આવે છે, તે શિવજીના અંશ માંથી જ પ્રગટ થયા હતાં, બ્રહ્મપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ પારદ માંથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તેને મોક્ષ મળે છે.

જો તમે પારદ શિવલિંગની પૂજા કરો છો, તો તેનાથી તમને લાંબુ આયુષ્ય અને આરોગ્યનું પ્રાપ્તિ થશે અને તમને તમારા શરીર સાથે જોડાયેલી તમામ બીમારીઓ માંથી મુક્તિ મળી જશે.

જો તમે પૌરાણીક માન્યતાઓ મુજબ જોશો તો પારદ શિવલિંગ ઘણો જ ચમત્કારિક માનવામાં આવે છે, તેમાં એક પ્રકારની વિશેષ શક્તિ રહેલી હોય છે. જે કોઈ પણ વ્યક્તિની ગંભીરમાં ગંભીર બીમારીને દુર કરવાની ક્ષમતા ધરાવે છે, જો કોઈ વ્યક્તિને દવાઓનું સેવન કરવા છતાં પણ કોઈ લાભ નથી મળી રહ્યો. તો તે સ્થિતિમાં પારદ શિવલિંગની પૂજા કરવી જોઈએ, તેનાથી તમને જરૂર લાભ પ્રાપ્ત થશે.

જો તમે પારદ શિવલિંગની પૂજા કરો છો, તો તેનાથી ભગવાન શિવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, એટલું જ નહિ પરંતુ દરેક તકલીફોમાં ભગવાન શિવજી તમારૂ રક્ષણ કરશે અને તમને ઘણા ફાયદા પ્રાપ્ત થશે.

જો તમે પારદ શિવલિંગના શ્રદ્ધા પૂર્વક દર્શન કરો છો, તો તેનાથી તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.

જો તમે તમારા કુટુંબમાં સુખ શાંતિ જાળવી રાખવા માગો છો અને તમે તમારા જીવનને સુખી બનાવવા માગો છો, તો તમે પારદ શિવલિંગની પૂજા જરૂર કરો.

જો પતિ પત્ની પારદ શિવલિંગની પૂજા એક સાથે કરે છે, તો તે બંને વચ્ચે મીઠા સંબંધ રહે છે અને તમારા સંબંધોમાં મીઠાશ આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.