સ્કૂલો મા શીખવવામાં આવેલી ૧૦ વાતો જે ખોટી સાબિત થઇ ચુકી છે

એવું ઘણી વખત બને છે કે જે વસ્તુ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, તે થોડા સમય પછી તો ખોટું સાબિત થાય છે, કે પછી તેમાં કોઈ ને કોઈ શંકા ઉભી થતી રહે છે. અહિયાં તમને થોડી એવી વાતો જણાવવામાં આવી રહી છે જે તમને નિશાળમાં જરૂર શીખવાડી હશે પણ તે ખોટી સાબિત થઇ ચુકી છે.

૧. કાચીંડાનું રંગ બદલવું :

એવું કહેવામાં આવ્યું છે કે કાચીંડા પોતાનો રંગ એટલા માટે બદલે છે, જેથી તે પોતાની જાતને પોતાની આજુબાજુના વાતાવરણના હિસાબે બદલીને પોતાને બીજા જીવ જંતુઓની નજરથી છુપાવી શકે. પરંતુ તેની રંગ બદલવાની આ વિચિત્ર ટેવનું કોઈ બીજું જ કારણ છે. કાચિંડો પોતાનો રંગ એટલા માટે બદલે છે, જેથી તે પોતાના શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખી શકે અને બીજા કાચીંડા સાથે સંપર્ક કરી શકે.

૨. જીભના અમુક ભાગથી સ્વાદ લેવો :

તમે એવું જરૂર સાંભળ્યું હશે કે આપણી જીભના અમુક ભાગ જ આપણને વસ્તુના સ્વાદની ઓળખ કરાવે છે. જેમ કે જીભનો આગળનો ભાગ આપણને ગળ્યા સ્વાદની ઓળખ કરાવે છે, પાછળ વાળો ભાગ ખાટા સ્વાદની ઓળખ કરાવે છે. પણ હકીકત તો એ છે કે આપણી જીભનો સંપૂર્ણ ભાગ આપણને સ્વાદની ઓળખ કરાવે છે. ફરક માત્ર એટલો જ હોય છે કે અમુક શક્તિશાળી રીસેપ્ટર્સ તેને જલ્દી ઓળખી લે છે.

૩. હીરા દટાયેલા કોલસા માંથી બને છે :

આપણને એ પણ જણાવવામાં આવે છે, કે પછી આપણે એવું સાંભળ્યું છે કે જયારે કોલસો ઘણો જ દબાણ વાળી પ્રક્રિયા માંથી પસાર થાય છે તો આગળ જતા તેમાંથી હીરા બને છે. પરંતુ હકીકત તો એ છે કે બન્ને હિરા અને કોલસા કાર્બન માંથી જ બને છે. હીરા શુદ્ધ કાર્બન માંથી બને છે જેને ગરમી, દબાણ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

૪. પ્લુટો એક ગ્રહ નથી :

થોડા વર્ષો પહેલા તમે જરૂર સાંભળ્યું હશે કે પ્લુટોને ગ્રહ નથી માનવામાં આવતો. પરંતુ IAU( International Astronomical Union) મુજબ પ્લુટોને હજુ પણ એક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે લઘુ ગ્રહ માનીએ છીએ.

૫. ગ્રેટ વોલ ઓફ ચાઈનાનું અવકાશ માંથી દેખાવું :

તમે જરૂર સાંભળ્યું હશે કે આપણે અવકાશ માંથી ગ્રેટ વોલ ઓફ ચાઈનાને જોઈ શકીએ છીએ. પણ એ એટલું સાચું નથી. કારણ કે અવકાશયાત્રીઓ જણાવે છે કે તેમને અવકાશ માંથી માત્ર એક ગોળો જોવા મળે છે, અને ગ્રેટ વોલ ઓફ ચાઈનાનું દેખાવું પૃથ્વીથી એમનું અંતર અને ઋતુ ઉપર પણ આધાર રાખે છે. જો ઋતુ સારી હોય છે તો તમને ગીઝાના પીરામીડસ પણ જોવા મળી શકે છે.

૬. વરસાદના ટીપા આંસુઓના આકારના હોય છે :

ઘણા લોકોએ આ વાત જરૂર સાંભળી હશે કે વરસાદના ટીપા આંસુઓના આકાર જેવા લાગે છે. પણ United States Geographical Survey મુજબ એવું જાણવા મળ્યું છે કે વરસાદના ટીપા હેમબર્ગર બન કે બિનના આકારના હોય છે, અને જયારે તે મોટા થઇ જાય છે તો ટૂટીને આંસુઓના આકારના બની જાય છે.

૭. ઓક્સીજન રહિત લોહી વાદળી હોય છે :

તમે એ પણ જરૂર વાચ્યું હશે કે ઓક્સીજનથી ભરપુર લોહી લાલ રંગનું હોય છે, જો કે ઓક્સીજન રહિત લોહી વાદળી રંગનું હોય છે. પણ એ વાત સાચી નથી. કારણ કે લોહીના રંગને જોવા માટે પ્રકાશનું ઘણું મહત્વ હોય છે, અને એ વસ્તુ એ વાત ઉપર આધાર રાખે છે કે તમારી પેશિઓ (ટીશ્યુ) કેવા પ્રકારના પ્રકાશ શોષી રહ્યા છે.

૮. માણસ પોતાનું મગજ ૧૦% ઉપયોગ કરે છે :

તમે એ તો જરૂર સાંભળ્યું હશે કે મોટાભાગે માણસ પોતાના મગજના માત્ર ૧૦% ભાગનો જ ઉપયોગ કરે છે. પણ તે વાત ઉપર ઘણી શંકા છે. કારણ કે વૈજ્ઞાનિક એ વાત ઉપર પોતાના મંતવ્ય આપતા આવ્યા છે, અને એવું જણાવવામાં આવ્યું છે કે આપણું બાકીનું મગજ પણ સક્રિય રહે છે.

૯. ચામાચીડિયા આંધળા હોય છે :

એ વાત તો તમે જરૂર માનતા હશો, કે તમને લોકોએ એવું જણાવ્યું હશે કે ચામાચીડિયા આંધળા હોય છે. પણ હકીકત કાંઈક અલગ જ છે, ચામાચીડિયાની દ્રષ્ટિ આપણા જેવા કેટલાય લોકોથી પણ સારી હોય છે. એવું જણાવવામાં આવે છે કે ચામાચીડિયા સામાન્ય માણસથી ૩ ગણું સારું જોઈ શકે છે.

૧૦. ચવીંગમનું પેટમાં ૭ વર્ષ સુધી રહેવું :

એવું કહેવામાં આવે છે કે જો તમે ચવીંગમ ગળી જાવ, તો તે તમારા પેટમાં લગભગ ૭ વર્ષ સુધી રહી શકે છે. પણ એ વાતમાં સત્ય નથી. કારણ કે ચવીંગમ તમારા પેટમાં માત્ર થોડા સમય માટે જ રહેશે. એનું કારણ એ છે કે તેને શરીરમાં ટુટવામાં થોડો વધારે સમય લાગે છે.