પુસ્તક વાંચવાથી યાદ ન રહે તો કરો આ ચમત્કારિક ઉપાય જાણો અને વધારો યાદશક્તિ

શું તમને ભૂલી જવાની બીમારી છે તો યાદશક્તિને વધારો અને ગોખીને યાદ ન રાખો માત્ર વાચો, જી હા સાંભળવામાં તમને શું લાગે છે શું અમે મજાક કરી રહ્યા છીએ ? જી નહિ તે સત્ય છે કે ચમત્કારિક રીતે જ તમારા થોડા જ પ્રયત્નો થી તમારી યાદશક્તિ એવી થઇ જશે કે તમે વિચારી પણ નહી શકો.

પહેલાના ઋષિ-મુની સાંભળીને યાદ રાખી લેતા હતા અને પોતાના શિષ્યોને તે જ્ઞાન આપતા હતા તમે જાણો છો કે તેઓ શું કરતા હતા તે રાત્રે મનન કરતા હતા અને દિવસભર કરેલા કાર્ય અને સાંભળેલા ઉપદેશનું મનન કરવાથી તમને હમેશા માટે યાદ રહી જતું હતું.

યાદશક્તિ એક એવો વિષય છે જના વિષે દરેક જાણવા માંગે છે. તેમાં વિદ્યાર્થી હોય કે પછી નોકરિયાત વ્યક્તિ, ગૃહિણી હોય કે પછી વૃદ્ધ.

આજના અપડા ચોપડીના સમયમાં દરેક જણ એવું કહેતા જોવા મળે છે કે મારી યાદશક્તિ નબળી છે કે જે વાચું છું તે યાદ નથ રહેતું. આજકાલ યાદશક્તિ વધારવા માટે બજારમાં જાત જાતની બનાવટ આવે છે. હકીકતમાં કોઈની પણ યાદશક્તિ નબળી નથી હોતી, નહી કે તે ભ્રમ થી કોઈ ફરક પડે છે.

આ લેખમાં થોડા સરળ નિયમ જણાવવામાં આવ્યા છે જો તેની ઉપર અમલ કરવામાં આવે તો ચોક્કસ તમારી યાદશક્તિ દવા પીધા વગર જ વધી જશે અને અને તમે ભૂલી જશો કે મારી યાદશક્તિ ક્યારેક નબળી હતી.

* સૌથી પહેલા આપણે ધ્યાન રાખીએ કે આપણા વિચારોમાં નકારાત્મક વિચાર ન આવવા જોઈએ પણ વિચાર હમેશા સકારાત્મક હોવા જોઈએ.

* જયારે આપણે ઉપન્યાસ, કોઈ વાર્તા કે ફિલ્મ કે નાટક વગેરે જોઈએ છીએ તો આપણ ને તમામ ઘટનાથી લઈને પાત્રોના નામ, કહાની વગેરે પણ યાદ રહે છે. ક્યારેક ક્યારેક ગીત પણ યાદ રહી જાય છે.
છેવટે આવું કેમ થાય છે ?

હકીકતમાં આપણે જયારે ફિલ્મ જોઈ રહ્યા હોઈએ છીએ કે ઉપન્યાસ વગેરે વાચી રહ્યા હોઈએ છીએ કે નાટક જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે તેને ગોખીને યાદ નથી રાખતા માત્ર બસ આપણી આંખો સામેથી તે આપણી યાદશક્તિને સ્પર્શ કરીને પસાર થાય છે. કેમ કે આપણે તેને યાદ નથી રાખતા અને મગજ ઉપર જોર નથી નાખતા અને બસ વાચતા જઈએ છીએ કે માત્ર જોતા જઈએ છીએ અને તે આપણને યાદ રહી જાય છે.

જયારે આપણે કોઈ ઘટના કે કોઈનું નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણા મસ્તિક ઉપર દબાણ પડે છે અને જયારે મગજ ઉપર દબાણ પડે છે તો તે ઘટના કે નામ યાદ નથી આવતું… અને જેવું આપણે તેને યાદ કરવાનું બંધ કરી દઈએ છીએ અને બીજા કામમાં લાગી જઈએ છીએ તો તે ઘટના આપણને તરત યાદ આવી જાય છે કેમ કે તે સમયે આપણે તેને યાદ નથી કરતા.

યાદ ન કરો :

જેમ કે આપણે કોઈ કોર્ષનું પુસ્તક વાંચીએ છીએ તો આપણે રટણ કરીએ છીએ કે યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જયારે આપણે વાંચતી વખતે તે યાદ ન કરવું જોઈએ. બસ વાચતા રહેવું જોઈએ. બસ વાચતા રહેવું જોઈએ. યાદ કરવાનો પ્રયત્ન જ આપણને યાદ નથી રહેવા દેતું. તમે ઘણી વાર અનુભવ્યું હશે કે કોઈ નામ કે કોઈ વસ્તુ યાદ કરવાની કોશીસ કરીએ ત્યારે યાદ નથી આવતી અને અચાનક જ્યારે યાદ કરવાની કોશીસ નાં કરીએ ત્યારે યાદ આવી જાય છે.

જયારે આપણે વાચવા બેસીએ છીએ તો એક કે બે ફકરા વાંચીને પુસ્તક બંધ કરી દેવી, થોડી વાર આરામ કરો પછી ફરી વાચો તેને એક કાગળ ઉપર લખો અને મેળવો કે આપણે જે વાચ્યું અને લખ્યું છે તેમાં કેટલો મેળ છે. તમે ચકિત થઇ જશો કે લગભગ જે વાચ્યું હતું તે જ લખ્યું છે. ધીમે ધીમે આ ક્રિયા દોહરાવતા રહો. આવી રીતે આપણે જે વાંચીશું તેને સરળતાથી લખીને આપણા સ્મૃતિ પટ ઉપર સારી રીતે બેસાડી દેશે. અભ્યાસ કોઈ પણ સમયે કરો, યાદ ન કરો બસ વાચતા જાવ. પછી થોડી વાર સુઈ જાવ અને એક કાગળમાં જે વાચ્યું છે તે લખતા જાવ આ ક્રિયા તમને વાચેલું યાદ રાખવામાં ઉપયોગી બનશે.

ધ્યાન :

બીજી ક્રિયા એ છે કે આપણે રાત્રે સુતી વખતે ધ્યાન રાખવું કે સવારે ઉઠવાથી લઈને સુતા સુધી શું શું કર્યું. કોને કોને મળ્યા. ક્રમસર યાદ કરતા જાવ, લગભગ એક મહિનામાં તમને આખી ઘટના ક્રમસર આબેહુબ યાદ થઇ જશે.

આત્મ સમોહન :

ત્રીજી ક્રિયા આત્મ સંમોહન ની છે. સૌ પ્રથમ આપણે હાથ પગ ધોઈને રાત્રે એક સુગંધિત અગરબત્તી લગાવીને સુઈ જઈએ અને ત્રણ વખત ઊંડો સ્વાસ લઈએ અને ધીમે ધીમે પછી આપણા પગ ઢીલા છોડી દઈએ પછી બન્ને હાથ, માથું અને આખા શીરીરને ઢીલું છોડી દો. અને પછી કહો કે મારી આંખોમાં એક સારી ઊંઘ આવી જાય છે. આવું ઓછામાં ઓછું દસ વખત કરો. પછી તમને પોતાને આદેશ કરો કે આજે જે વાંચેલ લખેલ મને કાયમ માટે યાદ રહે અને જયારે પણ હું તેને લખવા માગું, લખી શકીશ જે જણાવવા માગું છું જણાવી દઈશ. હવેથી મારી યાદશક્તિ પહેલા કરતા ખુબ વધી ગઈ છે. આવું કાર્ય એક મહિનો કરો પછી જુઓ કે તમારી યાદશક્તિ ચમત્કારિક રીતે વધી ગઈ છે. અને આ ક્રિયાથી તમને વગર દવાએ સારી ઊંઘ પણ આવશે.