બુલેટ અને જાવાને ટક્કર આપશે યામાહા RX100, ફરીથી રસ્તાઓ પર દેખાશે ફૂલ સ્પીડ મા

આજની યુવા પેઢીને બાઈકનો શોખ ઘણો વધારે છે. આજના યુવા લોકોને નવી લોન્ચ થતી બાઈક વિષે જાણવાની ઘણી રૂચી વધારે રહે છે. એવામાં આજે અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. અને એ સમાચાર યામાહા (Yamaha) કંપનીની બાઈક સાથે જોડાયેલા છે. તો આવો જાણીએ આજના લેખમાં શું ખાસ છે.

જાવા પછી હવે એક બીજી ક્લાસિક બાઈક રોડ ઉપર ફ્ફ્ડાટી કરવાની તૈયારી કરી રહી છે. આ બાઈક ઉતાવળમાં નહિ પરંતુ પૂરી તૈયારી સાથે બજારમાં ટકોરા દેશે. લગભગ એક દશક સુધી બજારમાં આ મોટરસાયકલે રાજ કર્યુ છે.

Yamaha RX100 રિલોન્ચના સમાચારને મિસ્ટર સિતારાએ એવું કહીને જાહેરાત કરી દીધી છે, કે સૌની પસંદ RX100 ને પ્રીમીયમ બાઈકમાં ફેરવી નાખવાનું કામ ચાલી રહ્યું છે, અને તે જલ્દી જ ભારતમાં ફરીથી પોતાનો જાદુ દેખાડશે. એટલા માટે હવે ચર્ચા જોરમાં છે કે આ બાઈક જલ્દી જ માર્કેટમાં આવી જશે.

ક્યારે? અને કેવી રીતે? જેવા પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ લગાવતા તેમણે જણાવ્યું, કે Yamaha India 300 cc થી વધુ પાવર વાળું બાઈક્સ અને 125 થી 150 cc ના પ્રીમીયમ સ્કુટર્સની માર્કેટમાં સ્ટડી કરી રહી છે. આફ્રિકા અને લેટીન અમેરિકામાં એક્સપોર્ટ કરવા માટે 100-110 cc commuter motorcycles ની મેન્યુફેક્ચરિંગ ઉપર પણ કામ ચાલુ છે. સમાચારોના જણાવ્યા મુજબ તો Yamaha India નું લક્ષ્ય mass market commuter motorcycle segment ન હોઈ ને premium products છે જેથી યુવાન વર્ગને આકર્ષિત કરી શકાય.

પોતાની પ્રોડક્ટને ઉત્તમ બનાવવા માટે Yamaha India અહિયાંના લોકલ R&D operations ને મજબુત બનાવવાના પ્રયત્નમાં છે. હાલમાં જે ભારતમાં ટેકનીકલ સેન્ટર છે, તે સ્થાનિકીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેનાથી ઉલટું જે લોકલ સબ્સીદરી છે, તે તેના નવા પ્રોડક્ટને વિકસાવવા માટે Yamaha ને જાપાન અને Southeast Asia ના overseas R&D bases ઉપર નિર્ભર છે.

હાલમાં વિશ્વની સૌથી વધુ યુવાનોની વસ્તી ભારતમાં છે, અને તે પોતાની commuter motorcycle ને પ્રીમીયમમાં અપગ્રેડ કરવામાં ઘણા ઉત્સુક છે. આ યુવાનોને ધ્યાનમાં રાખીને Yamaha સંપૂર્ણ તૈયારી સાથે જંગમાં ઉતરશે. જો આ બાઈક પાછી બજારમાં આવે તો લોકોમાં ફરીથી પોપ્યુલર થવાની આશા વધારે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.