‘આ દોસ્તી અમે જરૂર તોડીશું’ આ ફની વિડીયો જોયા પછી તમે પણ કંઈક એવું જ કહેશો.

શું થયું જયારે ગાડી પર બેસેલા ત્રણ મિત્રોમાંથી બે મિત્રો અચાનક ગાયબ થઇ ગયા, જુઓ વિડીયો. તમે શોલે ફિલ્મ તો જોઈ જ હશે. તેમાં જય-વીરુની દોસ્તી ઘણી પ્રસિદ્ધ છે. તે એક જ બાઈક ઉપર બેસીને ‘યે દોસ્તી હમ નહિ તોડેંગે’ ગીત ગાતા જોવા મળે છે.

હાલમાં એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેયર થઇ રહ્યો છે, જેમાં જય-વીરુની જેમ જ એક બાઈક ઉપર ત્રણ મિત્રો બેઠા છે, પરંતુ વિડીયો જોઇને તમે ખરેખર શોલે ફિલ્મના આ ગીતના શબ્દ બદલી દેશો. તમે કહેશો કે, યે દોસ્તી હમ જરૂર તોડેંગે. આવો તેનું કારણ જણાવીએ.

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, બાઈક ચલાવી રહેલ વ્યક્તિ આગળ શું હોઈ શકે છે તે સમજ્યા વિચાર્યા વગર ઘણી સ્પીડમાં બાઈક ચલાવી રહ્યો છે. તેવામાં રસ્તામાં વચ્ચે એક ઝાડ આવી જાય છે, જેની સાથે અથડાઈને બે વ્યક્તિ નીચે પડી જાય છે, અને બાઈક ઉપર માત્ર એક જ વ્યક્તિ વધે છે. નીચે પડવા વાળા બે વ્યક્તિમાં બાઈક ચલાવી રહેલ વ્યક્તિ પણ શામેલ છે.

આ મજાનો વિડીયો જોયા પછી તમે હસી હસીને લોટ-પોટ થઇ જશો, પરંતુ સાથે જ તમને તેના પરથી એક શીખ પણ મળશે કે, વધુ ગતિએ ગાડી ચલાવવી જોઈએ નહિ, નહિ તો તેનું ગંભીર પરિણામ સામે આવી શકે છે. વિડીયોને આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર ઉપર શેયર કર્યો છે અને લખ્યું છે, મિત્ર રેસ ડ્રાઈવિંગ કરશે, તો યે દોસ્તી હમ જરૂર તોડેંગે.

આ વિડીયો જોઇને લોકોએ પણ જાત જાતની મજાની કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે, અને પછી કોઈનું માથું પણ ફોડીશું, અમે પણ આ દોસ્તી તોડીશું. અને અન્ય એક યુઝરે લખ્યું છે, અહીં તો ડ્રાઈવર જ ગુમ થઇ ગયો…

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.