લીલા મરચા માંથી ઘરે આ રીતે બનાવો ભેળસેળ વગરનો પીળો મરચા પાવડર, જાણો બનાવવાની રીત.

બજારમાં મળતા મોંઘા પીળા મરચા પાવડરને તમે સરળ સ્ટેપમાં ઘરે જ બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

બહાર લારી કે દુકાનમાં મળતા ચટપટા અને ટેસ્ટી શાકનો સ્વાદ તો તમે પણ ચાખ્યો હશે. પણ શું તમને ખબર છે કે તે લોકો આ પ્રકારના શાક કે વાનગીઓને ચટપટી કેવી રીતે બનાવે છે? આમ તો તેમાં ઘણા પ્રકારના મસાલાની જરૂર પડે છે, પણ એક ખાસ મસાલો જે તે લોકો વાપરે છે, તે પીળો મરચા પાવડર હોય છે.

પીળો મરચા પાવડર શાકમાં પડવાથી શાક તીખું પણ થઇ જાય છે અને તેનો સ્વાદ પણ ઘણો સારો થઇ જાય છે. પણ જયારે આ પીળો મરચા પાવડર તમે બજાર માંથી ખરીદો છો, તો તે ઘણો મોંઘો મળે છે કે પછી સરળતાથી મળતો જ નથી. પણ જણાવી દઈએ કે, તમે પીળા મરચા પાવડરને ઘરે જ બનાવી શકો છો. તેના માટે તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી, કેમ કે તેને તમે લીલા મરચાની મદદથી બનાવી શકો છો.

બજારમાં જયારે પણ તમે શાકભાજી ખરીદવા જાવ તો ઘણી વખત ફ્રી માં લીલા મરચા મળી જાય છે. એવામાં ઘણી વખત ઘરમાં એટલા બધા લીલા મરચા ભેગા થઇ જાય છે કે, તે પડ્યા પડ્યા સુકાવા અને ખરાબ થવા લાગે છે. સામાન્ય રીતે મહિલાઓ સુકા મરચા ફેંકી દે છે. પણ તમે આ સુકા મરચા માંથી પીળો મરચા પાવડર તૈયાર કરી શકો છો.

આવો તેની સરળ રીત અમે તમને જણાવીએ.

સ્ટેપ – 1 : જો તમારા ઘરમાં લીલા મરચાનો વધુ ઉપયોગ નથી થતો, તો તમારે તેને પાણીથી સાફ કરીને સુકવી લેવા જોઈએ. લીલા મરચા તડકામાં રાખીને 4-5 દિવસમાં સુકવી શકાય છે. તડકો તેજ હશે તો 2 દિવસમાં જ લીલા મરચા સારી રીતે સુકાઈ જશે. એ વાતનુ ધ્યાન રાખો કે પીળા મરચાનો પાવડર બનાવવા માટે લીલા મરચાને સારી રીતે સૂકવવા ખુબ જરૂરી છે.

સ્ટેપ – 2 : જો તમે ઈચ્છો છો કે તમારા લીલા મરચા જલ્દી સુકાઈ જાય, તો તમે તેને ત્યારે જ ટુકડા કરીને કાપી લો જયારે તે તાજા હોય. આ રીતે તમે મરચાને જલ્દી સુકવી શકો છો. ટુકડા કરીને કાપવાથી લીલા મરચા સુકાયા પછી જલ્દી વટાઈ પણ જાય છે. જો તમે ધારો તો સુકા લીલા મરચાના ટુકડા થોડા વધારીને અલગ રાખી શકો છો. તેનો તમે ઘરે બનાવેલા નમકીનમાં ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ – 3 : હવે તમારે મિક્સર ગ્રાઈંડરમાં સુકવેલા લીલા મરચાને વાટીને તેનો પાવડર બનાવી લેવાનો છે. વાટી લીધા પછી તેનો પાવડર પીળા રંગનો જ જોવા મળશે. હવે તમે તેને એયરટાઈટ કંટેનરમાં લાંબા સમય માટે સ્ટોર કરીને રાખી શકો છો અને શાક બનાવતી વખતે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

નોંધ – પીળા મરચા પાવડરનો ઉપયોગ તમે માત્ર શાકમાં જ નહિ પણ પૌવા બનાવતી વખતે કે પછી ચાટને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરી શકો છો.
આશા રાખીએ કે તમને આ કિચન હેક પસંદ આવી હશે. તમે પણ તમારા ઘરમાં એક વખત તેને ટ્રાઈ કરીને જરૂર જુવો. સાથે જ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.