સુજાતા, ખુબ રુપિયા વાળા બાપની દીકરી. સુંદર અપ્સરા જેવી. પણ…… ક્લિક કરીને વાંચો આ વાર્તા

સુજાતા, ખુબ રુપિયા વાળા બાપની દીકરી. સુંદર અપ્સરા જેવી. પણ……  પણ થોડી અભિમાની.

અભિમાન!!!??? પૈસાનું જ હોયને, બીજુ શેનું? વળી પાછી બાપની એકની એક.

તે નિયમીત એક રેસ્ટોરંટમાં જાય. ખુબ મોટી આલીશાન રેસ્ટોરંટ. વિરાટ પણ એ રેસ્ટોરંટમાં નિયમીત આવતો. દરરોજ સવારે છ વાગે આવતો અને સાંજે છ વાગે થાકેલો-પાકેલો ઘરે જતો.

કેમ? રુ. છ હજાર પગાર માટે.

પણ છેલ્લા ત્રણ મહિનાથી વિરાટ છ હજાર રુપિયા માટે નહિ પણ સુજાતા માટે રેસ્ટોરંટમાં આવતો. તેની સુંદરતા, મનમોહક હાસ્ય અને હ્રદયસ્પર્ષી હરકતો જાણે વિરાટના હ્રદયમાં સોંયા ભોક્તી હતી.

સુજાતાને આ વાતની રતી-ભર જાણ ન હતી.

વિરાટ પણ વિચારતો હતો કે ક્યાં સુજાતા અને ક્યાં એ પોતે!! આશરે દશ લાખ રૂપિયાની ગાડીમાં આવવા વાળી છોકરી એવા છોકરા સાથે વાત પણ કેમ કરે જે દસ રુપિયા બચાવવા પાંચ કિલોમીટર ચાલવાનું પસંદ કરે છે. પણ આખરે એક દિવસે આર કે પાર થઇ જવાની તૈયારી સાથે વિરાટે સુજાતાને પોતાના મનની વાત કહી દીધી. બિચારો નિર્દોશ વિરાટ ક્યાં જાંણતો હતો કે હવે પછી તેના જીવનમાં કેવું તોફાન આવવાનું છે.

વિરાટ ડરતાં ડરતાં બોલ્યો, “સુજાતા! મારી લાયકાત તો નથી પણ મને મારા મનની વાત કહેવાનો પુરો અધીકાર છે. હું જાણું છું કે હું તારા પગના નખ બરાબર પણ નથી. પણ એ પણ  જાણું છું કે…”

આટલુ બોલતાં જ વિરાટની દબાયેલી અને ઝુકેલી આંખો વાવાઝોડાની જેમ ઊંચી ઉઠી અને તે વિશ્વાસ તથા ખંત પુર્વક બોલ્યો, “હું તને પ્રેમ કરું છું.”

સુજાતને ઝંણે કંઇ ફર્ક ન પડ્યો હોય તેમ તે બોલી, “ઓ હો! વાત એમ છે? શું તુ જાણે છે? કે તારા મહિનાનો જે પગાર છે. તેટલી તો મારી દિવસની પોકેટ મની છે. તારા મહિનાનો જેટલો મારા પિતાનો ફક્ત. બે કલાકનો પગાર છે. તુ શું મારી સંભાળ લેવાનો?”

ધીમે ધીમે સુજાતાની બેદરકારી જતાવતી વાણીમાં ગુસ્સાનો પ્રવેશ થયો, “તારી હેસીયત શું છે? ચાલ એ વાતને મુક પડતી. પણ એ કહે કે સાબિતી શું છે  કે તુ મને સાચો પ્રેમ કરે છે? અરે! તારા જેવા તો પૈસા જોઈને ઘણાય આવે તો શું હું બધાને હા પાડી દઉં? અરે મારા જેવી ઘણી પૈસા વાળી છોકરીઓને તે આમ કહ્યું હશે, શું હું નથી જાણતી?” સુજાતાએ આખા રેસ્ટોરંટના કસ્ટમર્સ અને તેના માલીક સામે, જોરથી એક શ્વાસે જાણે આટલુ બધુ કહી નાખ્યું.

વિરાટને અફસોસનો પાર ના રહ્યો. એ જાણતો હતો કે સુજાતાને કેહવાનો નિર્ણય સદંતર ખોટો હતો. તો પણ દીવાની જ્યોત લૂપ્ત થયા પહેલા સળગતી રેહવા માટે જેમ થોડાક ભભકારા મારે છે એમ વિરાટ પણ વ્યર્થ પ્રયત્નો કરવા લાગ્યો,”સુજાતા! મારો વિશ્વાસ કર. હું તને સાચો પ્રેમ કરું છું. અને જો મારે પૈસા જોયતા હોય તો હું તને વિશ્વાસઅપાવું છું કે હું ખુબ મહેનત કરીશ અને પૈસા બનાવીશ. પણ મહેરબાની કરી મારા પ્રેમનો સ્વીકાર કર.”

સુજાતા હસી પડી. (ક્રુત્યાનુ હાસ્ય, હી…. હી…. હી….) “અરે પૈસા શું ખેતી કરવાથી ઉગે છે? જેથી તુ મહેનત કરીને ઉગાડી દઇશ. પૈસા કમાવવા માટે શારિરીક સાથે માનસિક મહેનતની પણ જરુર છે. અને તેના માટે બુધ્ધિ જોઇએ. જે એક વેઇટર પાસે ન હોય. અને ખબરદાર હવે મને ફરીથી સુજાતા કહીને બોલાવી છે તો તારે મને ‘મેડમ’ કહીને જ બોલાવવાની સમજ્યો?”

વિરાટ રડી પડ્યો અને લાચાર નજરે જમીન પર જ ગૂંટણ વાળીને બેસી ગયો.

પછી ખબર નહી કેમ? સુજાતા તે રેસ્ટોરંટમાં વર્ષો સુધી ન આવી. વિરાટ ક્યાં હશેં? શું ખબર? તે હજી વેઇટર હતો કે તેના માલીકે તેને કાઢી દીધો?

તેર વર્ષ પછી,

હવે સુજાતાના લગ્ન (વિરાટ સાથે નહિ) વિપુલ સાથે થઇ ગયા હતા. વિપુલ તેની સાથે અભ્યાસ કરતોહતો. હાલ તે કોઇ ઇન્ટર-નેશનલ કંપનીની એક ખુબ મોટી બ્રાંન્ચનો મેનેજર હતો. ખુબ પૈસાદર, પ્રેમાળ અને સમજુ. તેની પાસે સુજાતાના પિતાથી પણ અધીક ધનસંપત્તિ હતિ. સુજાતા ખુશ હતી. કારણ કે આ પ્રેમ-લગ્ન હતા.

એક દિવસ વિપુલ ઘરે આવ્યો.

“સુજાતા! જલદી કર, તૈયાર થઇ જા. મોડું થશે.“

“હા! હા! આવુ છું, તમારા બૉસ પાન સાવ બુધ્ધિ વગરના છે. આમ અચાનક બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું ખુબ જ અભિમાની લાગે છે.” સુજાતા મજાકમાં બોલી.

“સુજાતા! બસ! હું મારા બોસ વિશે એક પણ શબ્દ સાંભળવા નથી માગતો. હું આજે જે છું એ એમના લીધે છું. એમને મને મારા સર્ટીફીકેટ નહી મારી બુદ્ધી જોઇને  આવડી મોટી કંપનીનો મેનેજર બનાવ્યો છે, એના હોત તો આજે પણ એ પચાસ હજાર વાળી નોકરીમાં ફસાયેલા હોત આપળે.

“સારુ સારુ, પણ ક્યાં જવાનું છે તે તો કહો!” સુજાતાએ વાત બદલ્વાનો પ્રયત્ન કર્યો.

“આપણા શહેરની સૌથી મોટી રેસ્ટોરન્ટમાં! રજવાડી રેસ્ટોરન્ટ.”

સુજાતાના સામે અચાનક જ એના ભુતકાળની એ જલક દેખાઇ ગઈ જેના લીધે એ આજ સુધી એ રેસ્ટોરન્ટમાં પાછી ગઇ નહોતી. પણ હવે તો આટલા વષો વીતી ગયા હતા. એટલે જવામાં કાંઇ વાંધો નથી એમ વિચારીને એ બોલી, ”ચાલો ત્યારે!”

રેસ્ટોરંટ આવી ગઇ સુજાતા, વિપુલ અને સુજાતા ઉતર્યા. રેસ્ટોરંટના અંદર ગયા. પણ સુજાતાના મનમાં કોઈ પ્રકારનો ડર નહતો. હા! જીજ્ઞાશા હતી, વિરાટ વિશે જાણવાની.

અંદર જતાની સાથે જ સુજાતાની ચપળ આંખો કોઇને શોધવા માંડી. તમે જણો છો કે કોને! અને પછી અચાનક તેની નજરો જેને શોધતી હતી તે વ્યકિત તેને દેખાઇ ગયો.

તેનાથી માત્ર પાંચ મીટર દુર એ જ કાળા વાળ, એ જ કાળો શુટ, પેન્ટ,બુટ. બીજા વેઈટર્સ સાથે જાણે તે ભળી જતો હતો. પણ વર્તન પરથી બીજા વેઇટર્સને કાંઇક સમજાવી રહ્યો હોય એમ લાગતું હતું.

આખરે આટલા વર્ષોથી આ રેસ્ટોરેન્ટમાં કામ કરતો હોય તો નવા વેઇટર્સને આદેશ આપવા જેટલી સત્તા તો મળે જ, એમ વિચારીને સુજાતા મનોમન ખુશ થઇ. કારણ કે એને અભિમાન કરવાનો ફરી એક મોકો મડી ગયો.

એ વિરાટ પાસે ગઈ અને વ્યંગથી બોલી, “કેમ છે વિરાટ? મારા વગર ફાવે તો છે ને?”

વિરાટ એ સુજાતા તરફ જોયું અને એની આંખો ફાટેલી જ રહી ગઇ. મોઢું ખુલ્લું રહી ગયું. પ્રથમ વાર તાજમહાલ જોનાર વ્યક્તિ જેવો ચહેરો કરીને  એ ઉભો રહ્યો. અને પછી થોડી વારમા એન્ના મંગલસૂત્ર તરફ જોઇને બોલ્યો, “તમારા લગ્ન…..”

એ પ્રશ્ન પુરો કરે એ પેહલા સુજાતા બોલી., “હા! મારા લગ્ન થઇ ગયા છે. અને એક સંસ્કારી અને ખુબ જ સારા છોકરા સાથે. અને સૌથી મહત્વની વાત, ખુબ જ પૈસા વાળો છે.” સુજાતા ધીમેથી મલકાઇને બોલી, “તારો પગાર વધી વધી ને દસ હજાર રુપિયા થયો હશે.”

વિરાટ કંઈ જ ના બોલ્યો.

“મને તો લાગે છે હું તને યાદ જ નથી. ભુલી ગયોને મને? પૈસા કમાવા માટેના શોર્ટકટ્સમાંથી એક હતી હું. મારા જેવી તો બીજી કેટલીનેય ફસાવાનો પ્રયત્ન કર્યો હશે તે. પછી હું ક્યાંથી યાદ હોવાની?”

વિરાટ કંઇ જ ના બોલ્યો.

“શુ તને મારુ નામ યાદ છે?”

વિરાટ કંઇ જ ના બોલ્યો.

“તને યાદ તો છે ને કે તે કોઇ છોકરી ને પ્રપોઝ કર્યુ હતુ આ જ રેસ્ટોરન્ટમાં???”

વિરાટ કંઇ જ ના બોલ્યો.

આખા ગામનો અભિમાન બતાવ્યા પછી મહાનતા અને ઉદારતાનું નાટક કરતા કરતા સુજાતા બોલી, “વિરાટ તારી ચુપ્પીએ મને બધા જવાબ આપી દીધા. ભલે તને હું યાદ ના હોઉ, પણ તુ મને સારી રીતે યાદ છે.”

આ વાક્યો સાંભળીને આટલા અપમાન પછી પણ વિરાટના ચહેરા પર જાણે આશાનુ સ્મિત આવી ગયુ. અને એટલામાં જ વિપુલ ત્યાં આવી પહોચ્યો. અને ઉત્સાહ સાથે બોલ્યો, “ અરે સુજાતા! તે આમને મળી પણ લીધુ? આ મારી કંપની ના સી.ઇ.ઓ. આજે આમનો જ બર્થ-ડે છે. ઘરે જેમની વાત કરતો હતો ને એ આ જ.”

સુજાતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. કાંઇ પણ બોલવાના બધા જ પ્રયત્નો વ્યર્થ સાબીત થયા. અવાજ ગળાથી ઉપર આવતો જ નહી હતો. એટલામાં વિપુલ પાછુ બોલ્યો, “આજે મારી કંપનીનુ બે હજાર કરોડ રુપિયાનુ વાર્ષિક ટર્નઓવર છે, અને એ બધાનો શ્રેય મિ. વી. જે. યાદવ સર ને જાય છે. અને એ એક સમયે આ કંપનીમાં જ કંપનીમાં તેઓ વેઇટર હતા અને એમને આ બધુ ખાલી છેલ્લા તેર વર્ષમાં ઉભુ કર્યુ છે.”

સુજાતા વિચારી રહી હતી કે વિપુલ ચુપ થાઇ જાય તો સારુ, પણ આજે વિપુલને એના પરમપૂજ્ય બૉસના મન ખોલીને વખાણ કરવાનો મોકો મળી ગયેલો.

વિપુલ એ ચાલુ રાખ્યું, “અને સૌથી મહત્વની વાત. તેમની સફળતા પાછળનું રહસ્ય, જે એ અમને કહ્યા કરે છે, પણ અમને વિશ્વાસ નથી આવતો, એ પ્રમાણે એક છોકરી છે. સર એ આજ સુધી એ છોકરી માટે લગ્ન નથી કર્યા. એમને ખબર નહી કેમ આ વિશ્વાસ છે કે એ છોકરી એમની માટે પાછી આવશે જ.” વિપુલ હસતા હસતા બોલ્યો.

સુજાતાના મોઢામાંથી સહજતાથી નીકળી ગયું, “સાચે?”

વિરાટે જવાબ આપ્યો, “યસ મેડમ”

બસ વિરાટના આ બે શબ્દોએ એના ઘમંડને તોડી મરોડી નાખ્યો.

સાભાર લેખક – જૈમિન જી. સુથાર એમની બીજી વર્તાયો વાંચવા (ekvarta.blogspot.in) ની મૂલાકાત લો